what is the most important thing when choosing a career
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

કારકિર્દીનો નિર્ણય એ જીવનનો સૌથી મોટો નિર્ણય હોય છે. તમારો આ નિર્ણય તમારા આખા જીવન પર અસર કરે છે. ઘણી વખત એવું બને છે કે આપણે કોઈ પણ ક્ષેત્ર બીજાની દેખાદેખી કરીને અને સારી જોબ મળી હોય તેને જોઈને અથવા ખાસ મિત્ર જોઈને નિર્ણય લઈએ છીએ.

પરંતુ કારકિર્દીનો નિર્ણય લેતી વખતે ઘણી બાબતોને અવગણીએ છીએ. અમુક વર્ષો સુધી કોઈ ફિલ્ડમાં કામ કર્યા પછી જ્યારે આપણને અહેસાસ થાય છે કે આપણે તે ક્ષેત્ર માટે જ નથી, તો પછી આપણને ઘણો પસ્તાવો થાય છે.

કેટલીકવાર આપણે કારકિર્દી બદલવા વિશે પણ વિચારીએ છીએ પરંતુ તે અમુક ઉંમર પછી તે એટલું સરળ પણ નથી. કેટલાક લોકો એ જ નોકરીમાં રહેવાની ઇચ્છા નથી હોતી, તો પણ તે કામ કરે છે, પરંતુ તેની અંદર રહેલી ખુશીઓ સમાપ્ત થઈ જાય છે અને જીવન ખૂબ જ નિરસ બની જાય છે.

જો તમે ઇચ્છો છો કે તમારે ભવિષ્યમાં આ સ્થિતિ ના આવે, તો તમારા કરિયરનો નિર્ણય લેતી વખતે દરેક નાની-મોટી બાબતો પર ખાસ ધ્યાન આપવું જરૂરી છે. તો ચાલો આજે અમે તમને તે નાની-નાની વાતો વિશે જણાવીએ જેને ધ્યાનમાં રાખીને જ તમારે તમારા કરિયરનો નિર્ણય લેવો જોઈએ.

દેખાદેખી નહીં : મોટાભાગના લોકોમાં એવું જોવા મળે છે કે જો તેઓ તેમની આસપાસ એવી કોઈ વ્યક્તિને ઓળખે છે જેણે પોતાની કારકિર્દીમાં ઘણી સફળતા મળી હોય તો તેમને લાગે છે કે તે ક્ષેત્રમાં ઘણો સ્કોપ છે અથવા તેમને એવું લાગે છે કે તે ક્ષેત્રમાં તે સરળતાથી કારકિર્દી બનાવી લેશે. આવી સ્થિતિમાં, તે કંઈપણ વિચાર કર્યા વગર તે કારકિર્દી પસંદ કરે છે.

પરંતુ તે જરૂરી નથી કે તે ક્ષેત્રમાં તમારી રુચિઓ સાથે મેળ ખાતું હોય. તેથી કોઈને જોવાને બદલે, તમારે પહેલા શાંત ચિત્તે વિચારવું કે તમને શું કરવું ગમે છે અને કયું કામ કરવાથી તમને ખરેખર ખુશી મળે છે. આ રીતે તમને તે ફિલ્ડની લિસ્ટ મળી જશે જેમાં તમે તમારી કારકિર્દી બનાવી શકો છો.

જરૂરિયાતો સમજો : દરેક ક્ષેત્રની જરૂરિયાત અલગ-અલગ હોય છે અને બની શકે કે તમે ઈચ્છો તો પણ તે ક્ષેત્રની જરૂરિયાત પૂરી કરી શકતા નથી. ઉદાહરણ તરીકે કેટલીક નોકરીમાં તમારે રાત્રે કામ કરવું પડી શકે છે, જ્યારે કેટલીક જોબમાં તમારે ખુબ જ વધારે ટ્રાવેલિંગ કરવી પડશે.

તે જ સમયે, કેટલીક જોબમાં તમે નવથી પાંચ નોકરી કરી શકો છો. તો પહેલા જુઓ કે તમે કયા ક્ષેત્રમાં જવાનું વિચારી રહ્યા છો અને તમે તેની જરૂરિયાતો પૂરી કરી શકશો કે કેમ. તમારી અને તે કારકિર્દીની આવશ્યકતાઓને સમજીને જ આગળનું પગલું ભરો.

મદદ લો : સમયની સાથે કારકિર્દીના ઘણા નવા રસ્તાઓ ખુલે છે અને જો તમને સમજાતું નથી કે તમારે કયા ક્ષેત્રમાં જવું જોઈએ, તો તમારે પ્રોફેશનલની મદદ લેવી સારું રહેશે. તમારી પસંદ, નાપસંદ, જરૂરિયાતો અને તમારા માર્ક્સના આધારે કેરિયર કાઉન્સિલર તમને શ્રેષ્ઠ સૂચનો આપશે. આ પછી તમારા માટે પસંદગી કરવી ખૂબ જ સરળ બની જશે.

નવા પડકારો : જો તમે ખરેખર ઈચ્છો છો કે તમને હંમેશા તમારું કામ કરવામાં આનંદ આવે તો તમે નવા પડકારોનો સામનો કરવાનો પ્રયાસ કરો. ખરેખર જ્યારે આપણે દરરોજ એક જ વસ્તુ કરીએ છીએ, ત્યારે થોડા સમય પછી આપણને તેનાથી કંટાળો આવવા લાગે છે. પછી આપણે અફસોસ કરીએ છીએ કે કાશ મે અલગ કારકિર્દી પસંદ કરી હોત.

તેથી દરરોજ કંઈક નવું કરવાનો પ્રયાસ કરો. જો તમે દરરોજ કંઈક નવું નથી કરી શકતા તો પણ તમારા માટે કેટલાક લક્ષ્યો નક્કી કરો. આ લક્ષ્યો તમારો ઉત્સસહ બનાવી રાખશે. આ સાથે તમે સફળ થવા માટે વધારે મહેનત પણ કરશો.

જો તમારું બાળક પણ ધોરણ 12 કે 10 પછી કયા ક્ષેત્રમાં જવા માંગે છે તો, આ ઉપર જણાવેલી બાબતો તમારું જરૂર મદદ કરશે. જો તમને આ માહિતી ગમી હોય તો રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા