what not to do after facial treatment
વધુ માહિતી મેળવવા અમારી સાથે જોડાઓ
WhatsApp Group Join Now

મહિલાઓ કોઈપણ પાર્ટી હોય કે કોઈ પ્રસંગ, ફેસિયલ તો કરાવી જ લે છે. ફેશિયલ કરાવવું દરેક સ્ત્રીને ગમે છે, કારણ કે ફેશિયલ એ ત્વચાની સંભાળ લેવાની ખૂબ જ સારી રીત માનવામાં આવે છે, પરંતુ ફેશિયલ કરતા પહેલા અને પછી ઘણી બાબતોનું ધ્યાન રાખવાનું હોય છે.

તમે ગમે તે પ્રકારનું ફેશિયલ કરાવતા હોવ પણ તમને હંમેશા કહેવામાં આવતું હશે કે ફેશિયલ પછી તમારો ચહેરો ન ધોવો જોઈએ. તેની પાછળનું કારણ ઘણા લોકોને ખબર નથી. ચાલો આજે અમે તમને જણાવીએ કે ફેશિયલ પછી તમારે કઈ વસ્તુ ક્યારેય ના કરવી જોઈએ, જો ભૂલ કરો છો તો તમારા પૈસા બરબાદ થઇ શકે છે.

ફેશિયલ કર્યા પછી ચહેરો કેમ ન ધોવો જોઈએ? ફેશિયલ કરાવતી વખતે આપણી ત્વચા પર ઘણી વસ્તુઓનો ઉપયોગ થાય છે. શુષ્ક ત્વચા માટે અલગ ફેશિયલ છે, કરચલીઓ માટે અલગ ફેશિયલ છે, ખીલવાળી ઓઈલી ત્વચા માટે અલગ-અલગ પ્રકારના ફેશિયલ આવે છે.

આવી સ્થિતિમાં તમારી ત્વચા પર ઉપયોગમાં લેવાતી પ્રોડક્ટનો ઉપયોગ કરવામાં આવેલો છે, તેને જો ત્વચા યોગ્ય રીતે શોષાય તે પહેલા તેને દૂર કરવામાં આવે તો ફેશિયલની અસર પણ ત્વચા પરથી ખતમ થઈ જાય છે. તેથી જ ફેસિયલ કરાવ્યાના 24 કલાક સુધી સાબુથી અથવા ફેસવોશથી ચહેરો ધોવાની મનાઈ છે.

તડકામાં બહાર ન જાવ : ફેસિયલ પછી તમને સૂર્યપ્રકાશમાં બહાર ન જવા માટે કહેવામાં આવે છે. આની પાછળનું કારણ એ છે કે ફેસિયલમાં તમારી ત્વચા ખૂબ જ શક્તિશાળી ક્લીન્ઝિંગમાંથી પસાર થઈ છે. આવી સ્થિતિમાં સૂર્યના શક્તિશાળી યુવી કિરણો ત્વચાને નુકસાન પહોંચાડી શકે છે.

જેમ આપણે અગાઉ કહ્યું તેમ ફેસિયલની વસ્તુઓ તમારી ત્વચામાં શોષાય છે અને તેને આખો દિવસ રાખવામાં આવે છે. આવી સ્થિતિમાં તેઓ સૂર્યના સૂર્યપ્રકાશના લીધે તમારી ત્વચાની રક્ષણાત્મક કવચ દૂર થઈ શકે છે.

ત્વચાને વારંવાર સ્પર્શ ના કરો : ફેશિયલ પછી તમારી ત્વચા એકદમ કોમળ બની જાય છે, પરંતુ તેને સ્પર્શ કરવાની મનાઈ છે. તમે ભલે ગમે તે સ્કિન કેર પ્રોડક્ટ્સનો ઉપયોગ કરી રહયા હોય, પરંતુ જ્યારે તમે ત્વચાને વારંવાર સ્પર્શ કરો છો ત્યારે તે તમારી ત્વચાને વધુ નુકસાન પહોંચાડે છે.

તેનું કારણ એ છે કે ફેસિયલ કરતી વખતે તમારી ત્વચા પર એટલું કામ થઈ ગયું છે કે તે સંવેદનશીલ બની જાય છે અને વારંવાર સ્પર્શ કરવાથી તમારા છિદ્રોમાં ગંદકી ભરાઈ જાય છે. આવી સ્થિતિમાં, ફેશિયલની અસર સારી રીતે થતી નથી.

મેકઅપથી દૂર રહો : જો તમે ફેશિયલ કરાવ્યું હોય તો તમને મેકઅપ કરવાની મનાઈ કરવામાં આવે છે. તેની પાછળ એક જ કારણ છે આ સમય દરમિયાન તમારી ત્વચા ખૂબ જ સંવેદનશીલ બની જાય છે અને આવી સ્થિતિમાં મેકઅપ તમારી ત્વચાના છિદ્રોમાં ભરાઈ જાય છે.

તેથી મેકઅપ કરવાથી તમારી ત્વચાને ઘણું નુકસાન થઈ શકે છે. બીજા દિવસે, ઓર્ગેનિક મેકઅપનો ઉપયોગ કરવો જોઈએ અને ત્વચાને સંવેદનશીલતાથી સુરક્ષિત રાખવી જોઈએ. તેથી ફેસિયલ કર્યા પછી આ કામ ક્યારેય ન કરવા જોઈએ.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા