શ્રાવણ મહિનો આખા વર્ષનો વિચિત્ર અને જુદો જ મહિનો છે. જેમ કે વર્ષમાં બાર મહિના હોય છે. પણ શ્રાવણ મહિનાની વાત જ અનોખી છે. શ્રાવણ મહિનો આખા વર્ષનો સૌથી સુંદર મહિનાઓમાંનો એક છે. શ્રાવણ માસ માં કુદરત નો નજારો કંઈક જુદો જ જોવા મળે છે. ચારેય બાજુ લીલી હરિયાલી, નદીઓ અને ધોધ મુક્તપણે મન મૂકીને વહે છે.
શ્રાવણ મહિનો એ વર્ષનો એ સમય છે કે જ્યા શું ખાવું અને શું ન ખાવું તેની લાંબી યાદી છે. કેટલાક ધાર્મિક કારણોસર, તો કેટલાક વૈજ્ઞાનિક કારકોસર કારણોસર, ખાવા -પીવામાં તમામ પ્રકારની સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવે છે. શ્રાવણ મહિનામાં શું ખાવું, શું ન ખાવું.
આ જાણતા પહેલા, આનું કારણ શું છે તે સમજવું જરૂરી છે. ખરેખર, શ્રાવણ મહિનામાં મોટાભાગનો સૂર્ય વાદળોમાં છુપાયેલો હોય છે. સૂર્યને છુપાવવાનો અર્થ ઉર્જાનું ઘટવું. જે આપણા પાચનતંત્રને પણ અસર કરે છે. તેથી ભારે ખોરાકથી દૂર રહેવાની સલાહ આપવામાં આવે છે.
બીજું કારણ છે કે આ મહિનામાં નીંદણ ઝડપથી વધે છે. જંતુઓ અને અન્ય જીવો પણ આ મહિનામાં વધુ દેખાય છે. એટલે આ કારણ થી ઘણી વસ્તુઓ ખાવાની મનાઈ છે. હવે જાણી લો શુ ખાવાની મનાઇ કરવામા આવે છે.
1) દૂધ : શ્રાવણ મહિનામાં ઘણીવાર દહીં ખાવાની ના પાડી દેવામાં આવે છે. માત્ર દહીં જ નહીં, પરંતુ કાચું દૂધ પીવાની પણ ના પાડી દેવામાં છે. તેનું ધાર્મિક કારણ એવું માનવામાં આવે છે કે સાવનમાં ભગવાન શિવને કાચું દૂધ ચઢાવવામાં આવે છે, તેથી કાચું દૂધ ન પીવું જોઈએ.
તેનું વૈજ્ઞાનિક કારણ પણ જણાવવામાં આવ્યું છે કે આ સિઝનમાં ઘણા અનિચ્છનીય ઘાસ ઉગે છે અને આ ઘાસ પર ઘણા પ્રકારના જંતુઓ રહે છે. માટે એવું માનવામાં આવે છે કે ગાય કે ભેંસ ને શ્રાવણ માં આવા ઘાસ પર ચરાવે છે. જેની અસર તેમના દૂધ પર પણ પડે છે. આ દૂધ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક નથી.
તેથી, દૂધ અને અન્ય ડેરી ઉત્પાદનોનો ઉપયોગ કરવાનું ના પાડવામાં આવે છે અથવા તેનો ઓછામાં ઓછો ઉપયોગ કરવાની ભલામણ કરવામાં આવે છે. આયુર્વેદ અનુસાર, શ્રાવણમાં પાચન ધીમું હોય છે, આવી સ્થિતિમાં દહીં પાચનની સમસ્યામાં વધારો કરે છે. લસણ-ડૂંગળી, દાળ, ચોખા, મેંદો, બેસન, રવો, મકાઈ, ઓટ્સ, હીંગ, રાઈ, મેથી દાણા, ગરમ મસાલો વ્રતમાં ખાઈ શકાય નહી.
2. રીંગણ: શ્રાવણ મહિનામાં રીંગણ ન ખાવાની પણ સલાહ આપવામાં આવે છે. આનું કારણ શ્રાવણ જંતુઓ પણ છે. ઘણીવાર તમે એવું પણ જોયું હશે કે કેટલાક જંતુઓ રીંગણામાં ઘર બનાવીને જીવવાનું શરૂ કરે છે. આ જંતુઓને શાકભાજીની સાથે કાપીને ભૂલથી પણ ખાવા ન જોઈએ. માટે વધુ નુકસાન ન થાય તે માટે રીંગણ ન ખાવાની પણ સલાહ આપવામાં આવે છે.
3. લીલા શાકભાજી: આખા વર્ષ દરમિયાન લીલા શાકભાજી ખાવાની ભલામણ કરવામાં આવે છે. પરંતુ લીલા પાંદડાવાળા શાકભાજીને પણ શ્રાવણમાં ન ખાવાનું કહેવામાં આવે છે. કારણ તેના પાર નાના નાના જીવજંતુ અને ચોંટેલા કરોળિયા છે, જે તેમના પાંદડાને વળગી રહે છે. આવી સ્થિતિમાં, તે આપણા ખોરાકમાં આવે તેવી શક્યતા વધારે છે. જેનું નુકશાન સહન કરવું પડી શકે છે.
હવે જાણો કે શ્રાવણ માસમાં કયા લોટ ખાઈ શકાય : રાજગરાનો લોટ : શ્રાવણ માસમાં તમે રાજગરા લોટથી પુરી, કચોરી, પરોઠા, રોટલી, ભાખરી, પકોડી, શીરો, હલવો, પકોડા, બરફી બનાવી શકો છો. શિંગોડાનો લોટ : શિંગોડા લોટથી તમે પરોઠા, પુરી, અને કઢી બનાવી શકો છો.
મોરૈયો : શ્રાવણ માસમાં મોરૈયાની તમે ખીર કે ખીચડી, બનાવી ને ખાઈ શકો છો. સાબૂદાણા : સાબૂદાણાના વડા પણ ખુબજ સ્વાદિષ્ટ બનતા હોય છે અને ફરાળી હોવાથી તે ઉપવાસમાં ખાઈ પણ શકો છો. સાબૂદાણાનો ચેવડો, ખીચડી બનાવીને પણ ખાઈ શકો છો.
હવે જાણો કે કયા કયા શાક છે કે જે ઉપવાસમાં ખાઈ શકાય છે. ૧) કાચા કેળા : કાચા કેળાનું શાક, ચિપ્સ, વેફર ટિક્કી બનાવીને ખાઈ શકો છો. દૂધી : દૂધીનું શાક, દૂધીનો હલવો કે સૂપ બનાવી ખાઈ શકો છો. બટેટા : બટેટાનો ઉપયોગ તમે, સુકી ભાજી, આલુ ટમાટર, આલુ ચાટ, આલુ ટિક્કી બનાવી વ્રતમાં ખાઈ શકો છો.
કાકડી : કાકડીને તમે સલાડ તરીકે લઇ શકો છો. ટમેટા : ટમેટાનું શાક, સૂપ કે સલાડ બનાવીને ખાઈ શકો છો. તમને અમારી આ પોસ્ટ પસંદ આવી હોય તો આગળ જરૂરથી કરજો, જેથી બીજા સુધી આ માહિતી પહોંચે.
ગુજરાતી ભાષામાં આવી અવનવી ,સ્વાસ્થ્ય, ટિપ્સ અને ટ્રીક, રેસિપી જોવા અને નવી- નવી રેસિપી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો રસોઈ ની દુનિયા.