સામે દિવાળી આવી રહી છે. હિન્દુ ધર્મમાં દરેક વ્રત અને તહેવારનું પોતાનું એક અલગ મહત્વ છે. દરેક તહેવાર અલગ અલગ રીતે ઉજવવામાં આવે છે, તેની પૂજા કરવામાં આવે છે અને ધામધૂમથી અને ખુબ જ ઉત્સાહથી મનાવવામાં આવે છે.
ધનતેરસ પણ આવા તહેવારોમાંનો એક તહેવાર છે. ભગવાન ધન્વંતરીનો જન્મદિવસ તરીકે આ તહેવારને ઉજવવામાં આવે છે. મોટાભાગની મહિલાઓ ધનતેરસના તહેવાર પર સોનું ખરીદવાનું પસંદ કરે છે. જો તમે ધનતેરસમાં સોનું ખરીદવાનું વિચારી રહયા છો તો કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.
શા માટે સોનું ખરીદો છો ? સોનાને સૌભાગ્ય, સમૃદ્ધિ અને શુભતાનું પ્રતીક માનવામાં આવે છે. હકીકતમાં, લોકો સોનાને ધનની દેવી લક્ષ્મીના અવતાર તરીકે જુએ છે તેથી દિવાળી પહેલા લક્ષ્મી પૂજન પહેલા સોનુ ખરીદવાની પ્રથા છે.
સોનાનો ભાવ જોઈને ખરીદો : ઘણી વખત લોકો ભાવ જોયા વગર સીધા ખરીદી કરવા પહોંચી જાય છે અને ત્યાં જઈને સોનાની કિંમત પૂછે છે. સોનું ખરીદતા પહેલા તમારે આ બાબતો જાણ હોય તો તમે સોનું ખરીદતી વખતે ફોર્મ્યુલા અનુસાર દરની ગણતરી કરી શકો છો.
હોલમાર્કથી સોનાને ઓળખો : જ્યારે પણ તમે ઘરેણાં ખરીદો ત્યારે હોલમાર્કનું ધ્યાન રાખો. 999 નંબરવાળી જ્વેલરી 24 કેરેટ, 958 નંબર 23 કેરેટ, 916 નંબર 22 કેરેટ, 875 નંબર 21 કેરેટ અને 750 નંબર 18 કેરેટ, 585 નંબર 14 કેરેટ અને 375 નંબર 9 કેરેટ જ્વેલરી હોય છે.
રસીદ યાદ કરીને લો : જયારે પણ તમે ઘરેણાં લેવા જાઓ તો તમારે ઘરેણાંની રસીદ યાદ કરીને લેવી જોઈએ. આ એટલા માટે કારણ કે જો આગળ જતાં સોનામાં કોઈપણ પ્રકારની ખામી જણાય તો તમે તે જ દુકાનમાં જઈને તમારી જ્વેલરી ઠીક કરાવી શકો છો.
જો તમે અથવા તમારા પરિવારમાં ધનતેરસમાં ઘરેણાં ખરીદવાનું વિચારી રહયા છો તો આ બાબતોનું ખાસ ધ્યાન રાખો. જો તમને આર્ટિકલ ગમ્યો હોય તો રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.