વજન ઘટાડવા માટે આપણે ઘણીવાર આપણી મનપસંદ ખાવાની વાનગીઓને ખાવાની છોડી દઈએ છીએ અને આ કારણે જ લોકો વજન ઘટાડવાના નામથી શરમાતા હોય છે. વજન ઘટાડવા માટે બિનઆરોગ્યપ્રદ વસ્તુઓ છોડી દેવી એ કઈ ખોટું નથી. પરંતુ શું તમે જાણો છો કે આપણે એવી ઘણી વસ્તુઓને બિનઆરોગ્યપ્રદ માનીને છોડી દીધી છે જે વાસ્તવમાં સ્વાસ્થ્ય માટે સારી છે અને વજન ઘટાડવામાં પણ મદદ કરી શકે છે. આવી જ એક વસ્તુ છે ઘરે બનાવેલું સફેદ માખણ.
માખણ ખરેખર સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે અને મેટાબોલિજ્મને વેગ આપવા ઉપરાંત અન્ય ઘણી રીતે આપણને ફાયદો કરી શકે છે. તો ચાલો જાણીએ કે માખણ ખાવાથી કયા કયા ફાયદા થાય છે.
વજન ઘટાડવા માટે સફેદ માખણ
- ઘરે સફેદ માખણ બનાવવા માટે મલાઈને મંથન કરવું પડે છે. આ દૂધમાંથી કાઢવામાં આવેલી મલાઈ હોય છે.
- ઘરે બનાવેલા સફેદ માખણના ઘણા સ્વાસ્થ્ય લાભો છે.
- બજારમાં મળતા પીળા (મીઠાવાળું માખણ) ની તુલનામાં તે ખૂબ જ ફાયદાકારક છે.
- સફેદ માખણમાં લેસીથિન જોવા મળે છે.
- તે એક પ્રકારની તંદુરસ્ત ચરબી છે જે ચયાપચયને વધારવામાં મદદ કરે છે .
- વજન ઘટાડવા માટે ઝડપી ચયાપચય સૌથી મહત્વપૂર્ણ છે.
- તંદુરસ્ત ચરબી વજન ઘટાડવા માટે પ્રોટીન જેટલું જ જરૂરી છે.
- સફેદ માખણમાં કેલ્શિયમ અને વિટામિન એ ભરપૂર માત્રામાં હોય છે. તેમાં પોટેશિયમ, ફાઈબર, વિટામિન ડી, ફોસ્ફરસ અને પ્રોટીન પણ હોય છે.
- તેની હેલ્ધી ફેટ્સને કારણે તે વજન ઘટાડવા માટે ખૂબ જ ફાયદાકારક હોય છે.
- સફેદ માખણ ચરબી બર્નિંગ વધારે છે.
આ પણ વાંચો: દૂધ અને દહીંમાંથી આ રીતે બનાવો દેશી ઘી, એકદમ શુદ્ધ અને હેલ્દી ઘી બનાવવાની સરળ રીત
સફેદ માખણના અન્ય ફાયદા
- તેમાં હેલ્ધી ફેટ્સ હોય છે. તે ત્વચામાં લવચીકતા લાવે છે. આ સિવાય તે ત્વચાને કુદરતી ચમક આપવા માટે ઉપયોગી છે.
- સફેદ માખણ સાંધા અને હાડકા માટે ખૂબ સારું માનવામાં આવે છે. વૃદ્ધત્વ સાથે થતા સાંધાના દુખાવાને ઘટાડવા માટે તેને ખાવું જોઈએ.તે સાંધા માટે લુબ્રિકન્ટનું કામ કરે છે.
- સફેદ માખણમાં એરાકીડોનિક એસિડ જોવા મળે છે. તે મગજના કાર્ય અને યાદશક્તિ માટે સારું છે.
આ પણ વાંચો: નાની ઉંમરમાં વાળ સફેદ થવા લાગ્યા હોય તો તેને કુદરતી રીતે કાળા કરવા માટે કરો આ ઉપાય
જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરજો. આવી વધુ માહિતી ઘરે બેઠા જાણવા રસોઈનીદુનિયા ફેસબૂક પેજ સાથે જોડાયેલા રહો.