white hair at young age reason
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

વધતી ઉંમરની સાથે વાળ સફેદ થવા ખૂબ જ સામાન્ય બાબત છે, પરંતુ આજના સમયમાં નાની ઉંમરમાં જ વાળ સફેદ થવા લાગે છે. શાળામાં ભણતા બાળકોના વાળ પણ સફેદ થવા લાગ્યા છે. આજકાલ નાનાથી લઈને મોટા દરેક લોકો આ સમસ્યાથી ઝઝૂમી રહ્યા છે.

સફેદ વાળ દેખાતા જ આપણે તેનાથી બચવાના ઉપાયો શોધવા લાગીએ છીએ. પરંતુ તેની સારવાર કરતા પહેલા તેનું કારણ જાણવું એ ખૂબ જ જરૂરી છે. સામાન્ય રીતે બદલાતી જીવનશૈલી અને ખાવાની ખોટી આદતો અને તણાવને આના માટે જવાબદાર ગણવામાં આવે છે.

જો કે આના માટે આપણો ખોરાક અને આદતો પણ એટલીજ જવાબદાર છે, તે વાતને નકારી શકાય તેમ નથી. પરંતુ આ સિવાય પણ આ સમસ્યા ઘણા કારણોસર થાય છે. ચાલો જાણીએ આવા જ કેટલાક કારણો વિશે.

1) વિટામિનની ઉણપ: આજકાલ મોટાભાગના લોકોના શરીરમાં વિટામિન ડીની ઉણપ હોય છે. આપણે બધા જાણીએ છીએ કે વિટામિનની ઉણપથી હાડકાં નબળાં થવા લાગે છે, પરંતુ શું તમે જાણો છો કે તેના કારણે તમારા વાળ પણ સમય પહેલા સફેદ થવા લાગે છે.

શરીરને માત્ર સ્વસ્થ શરીર માટે જ નહીં પણ તંદુરસ્ત વાળ માટે પણ વિટામિન્સની જરૂર હોય છે. ઘણા સંશોધનોમાંથી જાણવા મળ્યું છે કે જો તમારા શરીરમાં વિટામિન B-6, B-12, બાયોટિન, વિટામિન-D અથવા વિટામિન Eની ઉણપ છે, તો તમારા વાળ નાની ઉંમરે જ સફેદ થવાની સમસ્યા સામે આવી શકે છે.

2) આનુવંશિક કારણ: વર્ષ 2013માં પ્રકાશિત થયેલા અહેવાલ અનુસાર, આજકાલ દરેક વ્યક્તિના વાળ ખૂબ જ ઝડપથી સફેદ થઈ જાય છે. વાળ અકાળે સફેદ થવા માટે આનુવંશિક કારણો પણ જવાબદાર હોઈ શકે છે. જો તમારા પરિવારમાં નાની ઉંમરે જ વાળ સફેદ થવાનો કે વાળ ખરવાની સમસ્યા છે, તો તમારા વાળ પણ ઉંમર પહેલા સફેદ થઈ શકે છે.

3) તણાવ અથવા ઊંઘનો અભાવ: વાળ સફેદ થવા પાછળનું સૌથી મોટું કારણ તણાવ પણ છે. નોકરી કે ધંધાકીય સમસ્યાઓના કારણે લોકો ઘણીવાર તણાવથી ઘેરાયેલા હોય છે અને તેના વિશે સતત વિચાર્યા કરે છે જે તમારા મગજના કોષોને સીધી અસર કરે છે. જેના કારણે લોકોના વાળ નાની ઉંમરમાં જ સફેદ થવા લાગે છે.

આ સિવાય ઓછી ઊંઘના કારણે પણ વાળ પર અસર થાય છે. ઓછી ઊંઘ પણ તણાવનું કારણ છે અને વાળ સફેદ થઈ જાય છે. તેથી જો તમારે સારા અને સુંદર વાળ જોઈતા હોય તો તમારે તમારી ઊંઘ પર પણ પૂરું ધ્યાન આપવું પડશે.

4) વાળમાં તેલનો અભાવ: આજકાલ મોટાભાગના છોકરા હોય કે છોકરીઓ વાળમાં તેલ લગાવવાનું ટાળે છે. પરંતુ કદાચ તે એ વાતથી અજાણ છે કે વાળમાં તેલ લગાવવું ખૂબ જ જરૂરી છે. જો તમે તમારી દિનચર્યામાં તેલ લગાવવાનું ટાળો છો, તો અઠવાડિયામાં ઓછામાં ઓછું એકવાર તમારે તેલથી તમારા વાળની ​​માલિશ કરવી જોઈએ.

આનાથી વાળના સારા ગ્રોથની સાથે વાળ અકાળે સફેદ નહીં થાય. 5) શેમ્પૂનો વધુ પડતો ઉપયોગ: ઘણીવાર તમે પણ કેમિકલયુક્ત શેમ્પૂ અથવા હેર કેર પ્રોડક્ટ્સનો વધુ પડતો ઉપયોગ કરો છો. તેથી તે તમારા વાળના સ્વાસ્થ્ય પર અસર કરી શકે છે અને તે સમય પહેલા સફેદ થવા લાગે છે.

તેથી, આ બધા કેમિકલયુક્ત હેર કેર પ્રોડક્ટ્સનો વધુ પડતો ઉપયોગ કરવાનું ટાળો. જો તમને અમારી માહિતી પસંદ આવી હોય તો રસોઈ ની દુનિયા સાથે જોડાયેલા રહો. અહીંયા તમને દરરોજ જીવન ઉપયોગી માહિતી, રેસિપી, કિચન ટિપ્સ, ટ્રિક અને હેલ્થ વિશેની માહિતી મળતી રહેશે.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા