આપણે બધાને પરસેવો આવે છે. સામાન્ય રીતે, શરીરનું તાપમાન જાળવવા માટે શરીરમાં પરસેવો થાય છે. વાસ્તવમાં, જ્યારે પણ શરીરનું તાપમાન વધી જાય છે ત્યારે શરીરના તાપમાનને નિયંત્રિત કરવા માટે પરસેવાની ગ્રંથીઓ સક્રિય થઈ જાય છે.
જયારે શરીર પર પરસેવો આવે ત્યારે શરીરનું તાપમાન પણ સામાન્ય થઈ જાય છે. પરંતુ જ્યારે પરસેવામાંથી વિચિત્ર દુર્ગંધ આવવા લાગે છે તો તેની પાછળ માત્ર બેક્ટેરિયા જ નહીં, પરંતુ અનેક કારણો જવાબદાર હોઈ શકે છે.
ઘણા લોકો માને છે કે પરસેવાની દુર્ગંધનું કારણ બેક્ટેરિયા છે. ચોક્કસ આ પણ દુર્ગંધનું કારણ છે. પરંતુ આ સિવાય પણ ઘણા પરિબળો છે, જે પરસેવામાંથી આવતી દુર્ગંધનું કારણ છે. તો આજે આ લેખમાં અમે તમને તે કારણો વિશે જણાવીશું.
તણાવને કારણે ગંધ આવી શકે છે : તણાવ પણ એક કારણ છે, તેના કારણે પણ પરસેવામાં દુર્ગંધ આવી શકે છે. વાસ્તવમાં, સ્ટ્રેસ અને ચિંતાને કારણે વ્યક્તિને જરૂરિયાત કરતાં વધુ પરસેવો આવે છે. આ પરસેવાથી શરીરમાંથી તીવ્ર ગંધ આવે છે. આવી સ્થિતિમાં પરસેવો અને તેની દુર્ગંધ ઘટાડવા માટે સ્ટ્રેસને નિયંત્રિતમાં રાખવાની જરૂર છે.
ડાયાબિટીસ : જે લોકોને ડાયાબિટીસની બીમારી છે તેમના પેશાબ અને પરસેવામાંથી વિચિત્ર ગંધ આવવી સામાન્ય બાબત છે. વાસ્તવમાં, જ્યારે વ્યક્તિનું શરીર પૂરતું ઇન્સ્યુલિન બનાવતું નથી અથવા તેનો અસરકારક રીતે ઉપયોગ કરી શકતું નથી ત્યારે ડાયાબિટીસની સમસ્યા થાય છે.
જેના કારણે હાઈ બ્લડ શુગરની સમસ્યા થઈ શકે છે. જેના કારણે શરીરમાં પણ કેટલાક ફેરફારો જોવા મળી શકે છે અને તમારા શરીરમાંથી વિચિત્ર દુર્ગંધ પણ આવી શકે છે. જો આવું થાય, તો આ સ્થિતિને અવગણવી જોઈએ નહીં, તરત જ ડૉક્ટરની સલાહ લો.
આહારમાં ફેરફાર : જ્યારે તમે તમારી ખાવાની આદતો બદલો છો ત્યારે તેની અસર તમારા એકંદર સ્વાસ્થ્ય પર પડે છે. બની શકે છે કે જ્યારે તમે ખૂબ મસાલેદાર ખોરાક ખાઓ અથવા કોઈ એવી વાનગી ખાઓ છો, તો એવામાં તમારા પરસેવામાંથી દુર્ગંધ આવવા લાગે છે. આ સ્થિતિમાં, તમારે એકવાર ડાયટિશિયનને મળીને આ વિશે જાણકરી મેળવવી જોઈએ.
ઓવર એક્ટિવ થાઇરોઇડ હોવું : વાસ્તવમાં, જ્યારે તમારી થાઇરોઇડ ગ્રંથિ વધુ પડતી સક્રિય હોય છે ત્યારે તે વ્યક્તિને વધારે પરસેવો આવી શકે છે, આ સાથે પરસેવાથી દુર્ગંધ પણ આવે છે. તેથી, થાઇરોઇડને નિયંત્રિત કરવા માટે, હેલ્દી લાઇફસ્ટાઇલ અપનાવો અને નિયમિતપણે દવાઓ લો.
કેટલીક દવાઓનું સેવન કરવું : ઘણીવાર લોકો તેમની સ્વાસ્થ્ય સમસ્યાઓને નિયંત્રિત કરવા માટે કેટલીક દવાઓ લેતા હોય છે. પરંતુ કેટલીક દવાઓ અથવા સપ્લીમેન્ટ્સ તમારા શરીરમાંથી ખૂબ જ દુર્ગંધનું કારણ બની શકે છે. હકીકતમાં, દવાઓમાં કેટલાક કેમિકલ્સ હોય છે, જે તમારી બીમારીને દૂર તો કરે છે પરંતુ આ તમારા શરીરની ગંધ પર વિપરીત અસર કરી શકે છે.
તો હવે તમે પણ પરસેવામાંથી આવતી દુર્ગંધને અવગણવાને બદલે તેના કારણો વિશે જાણો અને તેની સમયસર સારવાર કરવો. ઉપરાંત, તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.