આપણે ઘરને મંદિર કહીએ છીએ. આ મંદિરની સાફ સફાઈ કરાવી જોઈએ. ઘરની સફાઈ એ આપણા દિવસનો એક મહત્વપૂર્ણ ભાગ છે. સફાઈ દરમિયાન આપણે ઘણી બધી વસ્તુઓને સાફ કરીએ છીએ અને એમાં એક છે બારી. બારીઓ પર ધૂળ માત્ર ઘરની અંદર જ નહીં પરંતુ બહારથી પણ ધૂળ અને ગંદકી બારીઓ પર એકઠી થાય છે.
જેના કારણે તેને દર બીજા દિવસે તેને સાફ કરવું જોઈએ. બજારમાં કાચ અને બાળીને સાફ કરવા માટેના ક્લીનર મળે છે પરંતુ જો તમે બારી સાફ કરવા માટે પૈસા ખર્ચવા નાથ માંગતા તો તમે ઘરે જ વિન્ડો ક્લીનર્સ તૈયાર કરી શકો છો. બાળી સાફ કરવા માટે ક્લીનર બનાવવું ખુબ જ સરળ છે.
તે માત્ર થોડી સામગ્રીની મદદથી તૈયાર કરી શકાય છે અને તમારે તેને બનાવવા માટે વધારે સમય બગાડવાની જરૂર નથી. તો હવે શા માટે બજારમાંથી મોંઘા વિન્ડો ક્લીનર્સ ખરીદવા માટે પૈસા ખર્ચો છો, જ્યારે અમે તમને ઘરે જ વિન્ડો ક્લીનર કેવી રીતે બનાવવી તે વિશે જણાવી રહ્યા છીએ તો.
ડીશ ડીટરજન્ટ વિન્ડો ક્લીનર : જો તમે ઘરમાં રહેલી વસ્તુઓનો ઉપયોગ કરીને વિન્ડો ક્લીનર બનાવવા માંગો છો તો ડિશ ડિટર્જન્ટથી પણ વિન્ડો ક્લીનર તૈયાર કરી શકાય છે.
જરૂરી સામગ્રી : ગરમ પાણી, ડીશવોશિંગ લિક્વિડના થોડા ટીપાં, કાચની સ્પ્રે બોટલ, માઇક્રોફાઇબર કાપડ
કેવી રીતે બનાવી શકાય : સૌથી પહેલા સ્પ્રે બોટલમાં પાણી અને ડીશવોશિંગ પ્રવાહી મિક્સ કરો. હવે આ મિશ્રણને હલાવો અને બરાબર મિક્સ કરો. હવે તમે તમારી બારીઓ પર ક્લીનર સ્પ્રે કરો અને તેને થોડીવાર માટે આમ જ રહેવા દો. હવે એક દિશામાં માઇક્રોફાઇબર કાપડનો ઉપયોગ કરીને તેને સાફ કરો.
વિનેગરના ઉપયોગ થી બનાવો વિન્ડો ક્લીનર : વિનેગર ફક્ત તમારા રસોડામાં માટે તો ઉપયોગી છે જ પણ તેની સાથે તે તમારા ઘરને સાફ કરવામાં પણ મદદ કરે છે. તમે આ વિન્ડો ક્લીનરનો ઉપયોગ કાચનું ટેબલ અને બારી માટે કરી શકો છો પરંતુ તેનો માર્બલ કે ગ્રેનાઈટ વગેરે પર ઉપયોગ ના કરવો જોઈએ.
જરૂરી સામગ્રી : 1 કપ સફેદ વિનેગર, એક કપ પાણી, કાચની સ્પ્રે બોટલ, માઇક્રોફાઇબર કાપડ અને એસેન્સિયલ ઓઈલના થોડા ટીપાં.
કેવી રીતે બનાવી શકાય : એક સ્પ્રે બોટલ લો અને તેમાં સફેદ વિનેગર અને પાણી સમાન માત્રામાં નાખો. હવે તેમાં એસેન્સિયલ ઓઈલના થોડા ટીપા ઉમેરો અને બરાબર હલાવીને મિક્સ કરો. તો વિન્ડો ક્લીનર તૈયાર છે. હવે તેને બારી પર સ્પ્રે કરો અને પછી માઇક્રોફાઇબર કાપડથી બારી સાફ કરો.
ખાવાના સોડાથી વિન્ડો ક્લીનર બનાવો : જો તમે વધારે અસરકારક વિન્ડો ક્લીનર બનાવવા માંગતા હોય તો તો તમે બેકિંગ સોડા અને સફેદ વિનેગરને મિક્સ કરીને પણ વિન્ડો ક્લીનર ઘરે બનાવી શકો છો.
જરૂરી સામગ્રી : એક કપ સફેદ વિનેગર, એક કપ પાણી, અડધો કપ ખાવાનો સોડા, સ્પ્રે બોટલ, માઇક્રોફાઇબર કાપડ અને પેપર ટુવાલ
વિન્ડો ક્લીનર બનાવવાની રીત : સૌથી પહેલા ભીના કપડા અથવા કાગળના ટુવાલ પર ખાવાનો સોડા છાંટો અને કાપડને ધીમે ધીમે બારીઓ પર ધીમે ધીમે ફેરવો. પછી પ્રવાહી સામગ્રી એટલે કે વિનેગર અને પાણી સ્પ્રે બોટલમાં ભરો અને બોટલને બરાબર હલાવો અને બારીઓ પર આ મિશ્રણ સ્પ્રે કરો.
તમારી બારીઓને માઇક્રોફાઇબર કાપડથી સાફ કરો. જો તમને આ માહિતી ગમી હોય તો આવી જ બીજી જીવન ઉપયોગી માહિતી, હોમ ટિપ્સ અને કિચન ટિપ્સ વગેરે જાણવા માટે રસોઈનીદુનિયા જોડાયેલા રહો.