શિયાળાની શરૂઆત થઈ ગઈ છે. શિયાળાની ઋતુ સૌને પસંદ હોય છે, પરંતુ આ એવો સમય છે જ્યારે હવામાનમાં અચાનક આવેલા બદલાવની અસર સ્વાસ્થ્યની સાથે સુંદરતા પર પણ પડે છે. એટલા માટે શિયાળાની શરૂઆતમાં જ તમે તમારા સ્વાસ્થ્ય અને સુંદરતા પ્રત્યે સાવચેત રહો તે ખૂબ જરૂરી છે.
ખાસ કરીને શિયાળામાં ફૂંકાતા ઠંડા પવનો તમારી ચામડીને ઘણી અસર કરે છે. સામાન્ય રીતે ઋતુમાં ત્વચા ફાટી જવી, ત્વચા પર ફોલ્લીઓ પડવાની અને ત્વચા સૂકી પડી જવી વગેરે સમસ્યા ખુબ જ વધી જાય છે.
એટલા માટે આ ઋતુમાં ત્વચાની વિશેષ કાળજી લેવી જોઈએ. આપણે ભાગ્યશાળી છીએ કે કુદરતે આપણને અનેક વસ્તુઓ આપી છે, જે ત્વચા માટે કોઈ વરદાનથી ઓછી નથી. ખાસ કરીને શિયાળાની ઋતુમાં તમને તમારા જ ઘરમાં ઘણી એવી કુદરતી વસ્તુઓ મળશે, જે ખૂબ જ ફાયદાકારક છે.
તો આવો અમે તમને એવી જ કેટલીક કુદરતી વસ્તુઓ વિશે જણાવીએ, જેને તમે તમારી શિયાળાની ઠંડીની ઋતુમાં ત્વચાની કાળજી લેવા માટે સમાવેશ કરી શકો છો.
એલોવેરા જેલ : શિયાળાની ઋતુમાં ત્વચા ડ્રાય થઇ જાય છે. આ સ્થિતિમાં, એલોવેરા જેલ તમારી ત્વચાને હાઇડ્રેટ રાખે છે. તેને સીધું લગાવવાને બદલે તમે તેમાં ગ્લિસરીન પણ ઉમેરી શકો છો અથવા તમે એલોવેરા જેલમાં બદામના તેલના 2 ટીપાં નાખી શકો છો અને પછી તેને ચહેરા પર લગાવી શકો છો. તેનાથી તમને ઘણો ફાયદો થશે.
નાળિયેર તેલ : નારિયેળ તેલ તમારી ત્વચા પર કુદરતી મોઇશ્ચરાઇઝર તરીકે કામ કરે છે. તે તમારી ત્વચાને શુષ્કતાથી બચાવે છે તેમજ ત્વચાને કડક બનાવે છે. તમે નારિયેળનું તેલ સીધું ત્વચા પર પણ લગાવી શકો છો અથવા તમે તેમાં ગુલાબજળ અથવા મધ પણ મિક્સ કરીને ચહેરા પર લગાવી શકો છો.
ઘી : ઘીમાં ન માત્ર ત્વચાને શુષ્કતાથી બચાવવાનો ગુણ છે પણ તે ત્વચાને કોમળ પણ બનાવવામાં મદદ કરે છે. તમે રસોડામાં રાખેલા ઘીનો ઉપયોગ રસોઈની સાથે-સાથે ત્વચા પર લગાવવા માટે પણ કરી શકો છો. તમારા હાથમાં થોડું ઘી લો અને તેનાથી આખા ચહેરા પર હળવા હાથે મસાજ કરો. તેનાથી તમારા ચહેરાની ત્વચાનું રક્ત પરિભ્રમણ સુધરે છે.
ગુલાબ જળ : ગુલાબ જળ પણ નેચરલ મોઈશ્ચરાઈઝરનું કામ કરે છે. શુષ્ક અને નિર્જીવ ત્વચાવાળા લોકો માટે તે વધુ ફાયદાકારક છે. આનાથી તમે ચહેરાને સાફ કરવાની સાથે ફેશિયલ ટોનિંગ પણ કરી શકાય છે. ગુલાબજળનો ઉપયોગ તમારી ત્વચા સાફ કરે છે અને ડેડ સ્કિનને પણ દૂર કરે છે.
કાચું દૂધ : કાચા દૂધમાં ફૈટ અને પ્રોટીન ભરપૂર હોય છે. શુષ્ક ત્વચાવાળા લોકો માટે તે વરદાન સમાન છે. તમે ફક્ત એક કોટન બોલને કાચા દૂધમાં ડુબાડો અને તેનાથી ચહેરો સાફ કરો. તમે કાચા દૂધથી ચહેરાની માલિશ પણ કરી શકો છો. તેમાં લૈક્ટિક એસિડ હોય છે, જે ત્વચાના ડાઘને હળવા કરે છે.
ઉપર જણાવેલ દરેક નુસખાને અપનાવતા પહેલા એકવાર નાનો ટેસ્ટ જરૂર કરો કારણ કે ઘણા લકોને અમુક વસ્તુની એલર્જી હોઈ શકે છે. આશા છે કે તમને અમારી આ માહિતી ઉપયોગી સાબિત થશે. આવા વધુ લેખો વાંચવા રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.