Women health tip
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

૪૦ વર્ષ ની ઉમર પછી મોટા ભાગના લોકોને પગની સમસ્યા થવા લાગે છે. પરંતુ મોટા ભાગે સ્ત્રીઓને ઉંમર ૪૦ વર્ષ વટાવ્યા સૌથી વધુ તકલીફ થવા લાગે છે. ૪૦ વર્ષ વટાવ્યા બાદ તેમને હાડકા નો ઘસારો, પગની પાનીનો દુખાવો, પગમાં નસ ફૂલી જવી સાથે સાથે કમરનો દુખાવો આવી મોટી તકલીફ વધારે થાય છે.

સ્ત્રીઓને આ સમસ્યા થવા પાછળના મોટા બે થી ત્રણ કારણ છે. અહીંયા તમને એ કારણો બતાવીશું અને જો તમે બતાવેલા ઉપાયો કરશો તો તમારી તકલીફમાંથી તમને છુટકારો મળી જશે.

સૌથી પહેલી અને મોટી વસ્તુ છે કે સ્ત્રીઓ વધારે પડતા ઊભા રહીને કામ કરવાની આદત ધરાવે છે અને તેમને કરવું પણ પડે છે. હવે જયારે વધારે પડતું ઊભા રહીને કામ કરવાથી શરીરનું લોહી પગ તરફ વધારે જમા થવા લાગે છે અને તેનો ફલૉ પણ વધુ હોય છે.

તો અહીંયા તકલીફ એ થાય છે કે તમે ઉભા ઉભા કામ કરો છો, વજન તમારા પગ પર આવે છે, પગને વધુ તાકાત કરવી પડે છે. જેના કારણે ઘૂંટણમાં ઘરાસો થાય છે અને ઘૂંટણ માં દુખાવો થાય છે, પગની પાનીનો દુખાવો થાય, પગમાં નાની-મોટી તકલીફો થાય, રાત્રે સૂતા સમયે પગ માં વધારે પડતો દુખાવો, કળતર થાય, પગમાં બળતરા થાય આવી ઘણી બધી તકલીફ થાય એનું કારણ કે ઉભા ઉભા કામ કરો છો.

આનાથી તમે છુટકારો મેળવી શકો છો, જો તમે યોગ્ય પ્રમાણમાં સવારે કસરત, યોગ, વ્યાયામ, ચાલવા જવું વગેરે જે તમે આસાનીથી કરી શકો છો. આ બધી વસ્તુ તમે ઉભા ઉભા કામ કરો છો એનાથી છૂટકારો મેળવવા માટે ખૂબ જ મહત્વની છે. આ સિવાય તમે શીર્ષાસન અથવા સર્વાંગાસન કરીને પણ આ સમસ્યામાંથી છુટકારો મેળવી શકો છો.

આ સિવાય બીજું એક મોટું કારણ છે કે 40 વર્ષ પછી સ્ત્રીઓના શરીરમાં પીરિયડ્સ બંધ થાય છે. માટે આ સમયગાળામાં હાર્મોન્સ ઈન બેલેન્સ થાય છે, હાર્મોન્સ નું પરિવર્તન થાય છે, તેમાં મોટા ફેરફાર થાય છે આના કારણે તમારા શરીરમાં જે પણ કેલ્શિયમ રહેલું છે એ બહાર નીકળી જાય છે.

માટે સો ટકા કેલ્શિયમ માંથી તમે માત્ર 20-25 ટકા કેલ્શિયમ આવી જાવ છે. આના કારણે દાંતને લગતી તકલીફ, હાડકાંને લગતી તકલીફ, સાંધાના દુખાવા, પગમાં કમજોરી સાથે સાથે નાની મોટી ઘણી બધી કમરના દુખાવાની તકલીફ થાય છે.

આ તમામ પ્રકારની તકલીફ હાર્મોન્સ ની અંદર ચેન્જ થવાના કારણે થાય છે. આ વસ્તુ છે એ કુદરતી છે, એમાં તમે કશું ન કરી શકો. પરંતુ તમે જે કરી શકો એ વસ્તુ તમારે કરવાની છે.

સવારમાં યોગ, પ્રાણાયામ, કસરત ,અલગ અલગ પ્રકારની એક્સરસાઈઝ, કપાલભાતિ પ્રાણાયામ સાથે સાથે બીજી કરાતો, યોગ, પ્રાણાયામ કરીને તમે તમારા હાર્મોન્સ ને છે કન્ટ્રોલમાં લાવી શકો, બેલેન્સમાં લાવી શકો. અને આજ રીતે તમે તમારી આ તકલીફોમાંથી છુટકારો મેળવી શકો છો.

આ સિવાય કોઈ પણ પ્રકારની દવાઓ કામ નહી કરે. તમે આયુર્વેદિક વસ્તુઓ નો ઉપયપગ કરી શકો છો જેમ કે મેથીના દાણા, ચણા,ગળોનો ઉકાળો. આ તમામ પ્રકારની વસ્તુઓ ત્યા તમને આ તમામ પ્રકારની તકલીફોમાંથી છુટકારો અપાવી શકે છે.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા