Saturday, November 5, 2022
Homeબ્યુટીદરરોજ ચહેરા પર આ રીતે કરો કાચા દૂધનો ઉપયોગ, વધતી ઉંમરમાં ચહેરા...

દરરોજ ચહેરા પર આ રીતે કરો કાચા દૂધનો ઉપયોગ, વધતી ઉંમરમાં ચહેરા પર દેખાતી કરચલીઓ સાવ ઓછી થઇ જશે

ઉંમર જેમ જેમ વધતી જાય છે તેમ ત્વચા પર ઘણો બદલાવ જોવા મળે છે. આ બદલાવ તમને સૌથી પહેલા ચહેરા પર જોવા મળે છે. ચહેરા પર કરચલી આમાંની એક અસર છે. ચહેરા પર કરચલી આવતા જ તેની તમામ સુંદરતા ઘટી જાય છે.

આ સિવાય, તમે તમારી ઉંમર કરતા થોડા મોટા દેખાવા લાગો છો. દેખીતી રીતે, તમે કરચલીને પડતા તમે અટકાવી શકતા નથી, પરંતુ તમે તેમની અસરોને અમુક અંશે જરૂર ઘટાડી શકો છો. આજે અમે તમને જણાવીશું કે કાચા દૂધનો ઉપયોગ કરીને તમે કરચલીઓને અને ઝુરિયાની કાળાશને કેવી રીતે ઘટાડી શકો છો.

તમને જણાવી દઈએ કે દૂધમાં લૈક્ટિક એસિડ હોય છે, જે ત્વચાને ચમકદાર બનાવે છે અને ડાઘ ઓછા કરે છે. તો ચાલો અમે તમને જણાવીએ કે ચહેરા પર દૂધનો ઉપયોગ કેવી રીતે કરવો.

સ્ટેપ 1 : સૌપ્રથમ તમે પાણીથી ચહેરો ધોઈને સાફ કરો અને પછી કોટનને કાચા દૂધમાં ડુબાડો અને ચહેરો સાફ કરો. જો તમે નિયમિતપણે આ રીતે ચહેરો સાફ કરો છો, તો તમને 1 મહિનામાં જ સારું પરિણામ જોવા મળશે.

સ્ટેપ 2 : હવે એક ચમચી ચણાના લોટમાં 1 ચમચી કાચું દૂધ નાખીને મિક્સ કરો અને ચહેરા પર લગાવો. 10 થી 15 મિનિટ પછી ચહેરો ધોઈ લો. તમે ઈચ્છો તો આ મિશ્રણમાં 1 ચપટી હળદર પણ મિક્સ કરી શકો છો. આમ કરવાથી ચહેરાની ડેડ સ્કિન સાફ થઈ જાય છે અને ચહેરો જુવાન દેખાય છે.

સ્ટેપ 3 : હવે સાદા પાણીમાં વિટામીન-ઈની એક કેપ્સ્યુલ પંચર કરીને નાંખો અને 5 મિનિટ સ્ટીમ લો. જો તમે અઠવાડિયામાં એકવાર આ કરો છો તો ત્વચાના ભરાયેલા છિદ્રો સાફ થઈ જશે અને ત્વચા સાફ થઈને ચમકવા લાગશે.

સ્ટેપ 4 : હવે છેલ્લે, તમારે ચહેરા પર ત્વચા અનુસાર મોઇશ્ચરાઇઝર લગાવવું જોઈએ અને ચહેરાની હળવી મસાજ કરવી જોઈએ. આમ કરવાથી ત્વચામાં રક્ત પરિભ્રમણ સુધરે છે અને ત્વચામાં કુદરતી ચમક આવે છે.

ત્વચા માટે ફાયદા : કાચા દૂધને ચહેરા પર લગાવવાથી ત્વચામાં ચમક આવે છે અને કુદરતી રંગ પણ પાછો આવે છે. જો તમે કાચા દૂધથી ત્વચાને ઘરે ટ્રીટમેન્ટ આપો છો તો ત્વચા પરના કાળા ડાઘા પણ ઓછા થાય છે.

જો ત્વચા ખૂબ જ ઓઈલી છે તો તમારે કાચા દૂધની જગ્યાએ ગરમ દૂધ કરીને તેને ઠંડુ કરીને તેનો ઉપયોગ કરવો જોઈએ. કાચા દૂધનો નિયમિત ઉપયોગ કરવાથી ત્વચાના કોષો મજબૂત બને છે અને ડેમેજ ત્વચાને પણ સુધારે છે.

ત્વચાને ઊંડાઈથી મોઇશ્ચરાઇઝ કરવા માટે તમે કાચા દૂધનો ઉપયોગ કરી શકો છો. જો તમારી ત્વચા સેન્સિટિવ હોય તો આ ઉપાય અપનાવવાના 24 કલાક પહેલાં તમારે સ્કિન નાનો ટેસ્ટ કરવો જોઈએ.

આશા છે કે તમને આ લેખ ખૂબ જ ગમ્યો હશે અને જો તમે પાના આવા બ્યુટી સબંધિત વધુ લેખો વાંચવા માંગતા હોય તો રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા
રસોઇ ની દુનિયા
ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

x