yoga poses for wrinkle free skin
વધુ માહિતી મેળવવા અમારી સાથે જોડાઓ
WhatsApp Group Join Now

આપણે આપણા ચહેરાની દરરોજ સારી સંભાળ રાખીએ છીએ પરંતુ આપણી ગરદનને નજરઅંદાજ કરીએ છીએ. જ્યારે ઉંમર ઔથી પહેલા ગરદનની ચામડી પર દેખાવા લાગે છે. તેથી જ આજે અમે તમારા માટે કેટલાક યોગાસનો લઈને આવ્યા છીએ જેની મદદથી તમે ગરદનની કરચલીઓ પર ઘણી હદ સુધી નિયંત્રણ મેળવી શકો છો અને 10 વર્ષ સુધી યુવાન દેખાઈ શકો છો.

જો તમે જુવાન અને ચમકદાર ત્વચા ઇચ્છતા હોવ તો સ્વ-સંભાળને તમારી જીવનશૈલીનો પ્રાથમિક ભાગ બનાવો. આમાં નિયમિત કસરત, પૂરતી ઊંઘ, સંતુલિત આહાર અને ઓછો તણાવનો સમાવેશ થાય છે.

તેના વગર તો આપણું સ્વાસ્થ્ય પ્રભાવિત થાય છે, જેના કારણે ત્વચા પર ખીલ, ફાઇન લાઇન્સ અને કરચલીઓ વગેરેનો વિકાસ થાય છે. ચરબીયુક્ત, તેલયુક્ત અને પ્રોસેસ્ડ ખોરાક ખાવાનું ટાળો, હાઇડ્રેટેડ રહેવા માટે પાણી પીવાનું વધારવું અને સૂર્યના સંપર્કમાં સુરક્ષિત રહેવા માટે સારી ગુણવત્તાવાળી સનસ્ક્રીન વાપરો.

યોગ અને સ્વસ્થ જીવનશૈલી : યોગ યુવાન દેખાવામાં મદદ કરી શકે છે કારણ કે તે આપણને શુદ્ધ કરે છે અને તણાવ અને બીજા ઝેરી તત્વોથી મુક્ત કરે છે. શરીરને પ્રોટીન, ચરબી, કાર્બોહાઈડ્રેટ્સ, વિટામિન્સ, મિનરલ્સ અને પાણીનું યોગ્ય સંતુલન રાખો.

આ પોષક તત્વોની આવશ્યકતા ઊર્જા ઉત્પાદન, વૃદ્ધિ અને સેલ રિપેર માટે જરૂરી છે. આપણે જે વાતાવરણમાં રહીએ છીએ અને આપણી શારીરિક પ્રવૃત્તિના સ્તરના આધારે આપણે દરરોજ ઓછામાં ઓછું 2 થી 3 લિટર પાણી પીવું જોઈએ. યોગાસન ત્વચાને શુદ્ધ અને ઉત્તેજિત કરી શકે છે.

1. હલાસન : આ યોગ કરવા માટે તમારી પીઠ પર સૂઈ જાઓ. તમારા પેટની મસલ્સનો ઉપયોગ કરીને તમારા પગને 90 ડિગ્રી ઉપર ઉઠાવો. હથેળીઓને ફ્લોર પર મજબૂતાઈથી દબાવો અને પગને માથાની પાછળ આવવા દો. મધ્ય અને નીચલા પીઠને ફ્લોર પરથી ઉઠવા દો જેથી કરીને પગની આંગળીઓ પાછળના ફ્લોરને સ્પર્શ કરે. હથેળીઓથી પીઠને ટેકો આપો. આ આસનમાં થોડીવાર રોકો અને પછી પાછા મૂળ સ્થિતિમાં આવી જાઓ.

ફાયદા : તે કબજિયાત અને પેટના રોગોને દૂર કરે છે અને શરીરની ચરબી ઘટાડવામાં મદદ કરે છે. થાઇરોઇડ, કિડની, બરોળ અને સ્વાદુપિંડ જેવા અંગો ઉત્તેજિત થાય છે. તે હાઈ બ્લડ પ્રેશરને સામાન્ય બનાવે છે.

2. સર્વાંગાસન : પીઠ પર સૂઈ જાઓ. હાથને શરીરની બાજુમાં રાખો. ધીમેધીમે ફ્લોરથી પગ ઉપાડો અને તેમને આકાશ તરફ લઇ જાઓ. ધીમે ધીમે ગળાથી નીચેનો ભાગને ઉપર ઉઠાવો અને હથેળીઓને ટેકો માટે પીઠ પર મૂકો. છાતી સાથે દાઢી સાથે સ્પર્શ કરવાનો પ્રયાસ કરો અને પગ તરફ ધ્યાન કેન્દ્રિત કરો.

સર્વાંગાસન

ફાયદા : આ આસન સ્ટેજ 1 અને સ્ટેજ 2 થાઈરોઈડની સમસ્યાથી પીડિત લોકો માટે સારું છે. તે કોર સ્ટ્રેન્થ બનાવવામાં મદદ કરે છે અને તે સંતુલનની ભાવનામાં સુધાર લાવવામાં મદદ કરે છે.

3. ચક્રાસન : આ માટે તમારી પીઠ પર સૂઈ જાઓ. પગને ઘૂંટણ પર વાળો અને ખાતરી કરો કે પગ ફ્લોર પર મજબૂતાઈથી રહે. હથેળીઓને આકાશ તરફ રાખીને, હાથને કોણીથી વાળીને હથેળીઓને માથાની બંને બાજુએ ફ્લોર પર મૂકો. શ્વાસમાં લેતા, હથેળીઓ અને પગ પર દબાણ કરો અને આખા શરીરને આર્ચ બનાવવા માટે ઉપર ઉઠાવો. ગરદનને આરામ આપો અને માથું ધીમે ધીમે પાછું પડવા દો.

ચક્રાસન

ફાયદા : છાતી પહોળી થાય છે અને ફેફસાંને વધુ ઓક્સિજન મળે છે. શરીરમાં તણાવ ઓછો કરે છે અને દ્રષ્ટિ તેજ બને છે. આ આસન પીઠને મજબૂત બનાવવામાં મદદ કરે છે અને કરોડરજ્જુની લોંચમાં વધારો કરે છે.

4. ફેસ યોગા : ગાલમાં હવા ફૂંકો, તેને થોડી સેકંડ માટે મોંમાં રાખો અને છોડો. આને થોડી વાર વારંવાર કરો. આંખોની કસરત કરો. આંખોની પુતળીઓને ફેરવીને, ઉપર નીચે જોવો. નિયમિત યોગાભ્યાસ કરવાથી ત્વચા ટાઈટ અને કરચલીઓ મુક્ત રહે છે, જેનાથી આપણે 10 વર્ષ નાના દેખાઈએ છીએ.

વધારે ફળો, સલાડ, કુદરતી રસ, કઠોળ અને પાંદડાવાળા શાકભાજીનો સમાવેશ કરીને સ્વચ્છ અને લીલોતળી આહાર અપનાવીને ડાઘરહિત ત્વચા મેળવી શકાય છે. યોગ સંબંધિત આવી વધુ માહિતી મેળવવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા