bhat khavathi ung kem aave chhe
વધુ માહિતી મેળવવા અમારી સાથે જોડાઓ
WhatsApp Group Join Now

ઘણીવાર તમે જોયું હશે કે જ્યારે પણ તમે ભાત ખાઈએ છીએ, તો ખાધા પછી તમને ઊંઘ આવવા લાગે છે. આપણે બધા પણ આ વાતને સમજવાનો પ્રયત્ન કરીએ છીએ પરંતુ તેનું કારણ શોધી શકતા નથી. લોકો સામાન્ય રીતે વિચારે છે કે ચોખામાં જોવા મળતા પરિબળો કદાચ ઊંઘ લાવે છે અને તેને ખાધા પછી ઊંઘ આવે એતો સ્વાભાવિક છે.

પરંતુ જો તમે તે વિશે સંપૂર્ણ રીતે જાણવા માંગતા હોય કે ભાત ખાધા પછી તમને ઊંઘ કેમ આવે છે અને તેનાથી કેવી રીતે છુટકારો મેળવવો એ પણ જાણીયે પણ તેના પહેલા ચાલો આના કારણો વિશે જાણીએ.

ભાત ખાવાથી ઊંઘ કેમ આવે છે?

કોઈપણ કાર્બ શરીરમાં એક સરખો અસર કરે છે કારણ કે શરીરમાં જઈને કાર્બ્સ એ ગ્લુકોઝમાં રૂપાંતરિત થાય છે. ગ્લુકોઝ એ એક તત્વ છે જેને ઇન્સ્યુલિનની જરૂર છે. જો એકવાર શરીરમાં ઇન્સ્યુલિનની માત્રા વધે છે, તો તે મગજને ટ્રિપ્ટોફન આવશ્યક ફેટી એસિડ માટે પ્રેરિત કરે છે, જે મેલાટોનિન અને સેરોટોનિન વધારે છે જે ઊંઘને પ્રોત્સાહન આપતા હોર્મોન્સ છે.

હકીકતમાં આ એક ખૂબ જ સામાન્ય તંત્રિકા પ્રતિક્રિયા છે અને તે શરીર જે પણ કામ કરે છે તેને ધીમું કરે છે. જેવા શરીરમાં ઊંઘના હોર્મોન્સ વધવાનું શરૂ થાય છે, શરીર ખોરાકને પચાવવાની પ્રક્રિયાને વધારી દે છે અને આ પ્રક્રિયા પછી, શરીર પાચન પર ધ્યાન કેન્દ્રિત કરે છે.

સામાન્ય રીતે, આપણે બપોરે થાક અથવા સુસ્તી અનુભવવા નથી માંગતા કારણ કે આ સમયે કામ વધુ મહત્વનું હોય છે. એટલા માટે લોકો ભાત ખાવાથી ઘણી વખત ડાયેટિંગ શરૂ કરે છે. ઊંઘને નિયંત્રિત કરવા માટે શું કરવું જોઈએ તો ઊંઘને બે રીતે નિયંત્રિત કરી શકાય છે એક તો ખોરાકનું સેવન ઓછું રાખો અને બીજું આહારમાં વધુ શાકભાજીનો સમાવેશ કરો.

આ પણ વાંચો: બપોરના ભોજન સાથે કરો આ વસ્તુનું સેવન પેટના તમામ રોગોને ખતમ થઇ જશે, આ વસ્તુ બપોરે જ લેવાની છે

ખોરાકનું સેવન ઓછું રાખો

જ્યારે પણ તમે ખોરાક લો છો, ત્યારે તમારે ધ્યાનમાં રાખવું જોઈએ કે એક સમયે મર્યાદિત માત્રામાં જ ખોરાક લો. જ્યારે તમે તમારી જરૂરિયાત કરતા વધારે ખોરાક ખાઓ છો, ત્યારે તે ઊંઘનું કારણ બને છે. જ્યારે તમે એક સમયે વધુ ખોરાક ખાઓ છો, ત્યારે શરીરને તેને પચાવવા માટે વધુ પ્રયત્નો કરવા પડે છે જેનાથી શરીર થાક અનુભવવા લાગે છે.

ખાવામાં વધુ શાકભાજીનો ઉપયોગ કરો

જ્યારે પણ તમે ખાવા બેસો છો ત્યારે ધ્યાનમાં રાખો કે ખોરાકમાં શાકભાજીનું પ્રમાણ વધારે હોવું જોઈએ, એટલે કે શાકભાજી 50% હોવી જોઈએ. પ્રોટીન 25% અને કાર્બોહાઈડ્રેટ 25% આમ કરવાથી તમારું શરીર પણ ફિટ રહેશે અને તમને વધારે થાક અને ઊંઘ પણ નહીં આવે.

જો તમને પણ લાગતું હોય કે ભાત ખાવાથી તમને ઊંઘ આવે છે અને થાક લાગે છે, તો અહીં બતાવ્યા પ્રમાણે બાબતોને ધ્યાનમાં રાખીને તેનું સેવન કરો. જો તમને આ લેખ ગમ્યો હોય, તો તેને શેર કરો.

તમને અમારી આ પોસ્ટ પસંદ આવી હોય તો આગળ જરૂરથી કરજો, જેથી બીજા સુધી આ માહિતી પહોંચે. ગુજરાતી ભાષામાં આવી અવનવી ,સ્વાસ્થ્ય, ટિપ્સ અને ટ્રીક, રેસિપી જોવા અને નવી- નવી રેસિપી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો રસોઈ ની દુનિયા.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા