Masala maggi recipe in gujarati : મેગી મસાલો ફક્ત મેગીનો સ્વાદ જ નથી વધારતો પણ તે ખાવાનો સ્વાદ પણ વધારી દે છે. તેથી જ માર્કેટમાં મેગી મસાલા અલગથી ખુબ વેચાય છે. પરંતુ કેટલીકવાર તે તામ્ર ઘરની આગળ કે નીચેની દુકાનમાં હોતા નથી.
અને આમ પણ તેને બજારમાંથી ખરીદવું ખૂબ મોંઘું પડે છે. જો તમે પણ હંમેશા બજારમાંથી મેગી મસાલો ખરીદો છો તો તેને ઘરે બનાવતા શીખી જાઓ. કારણ કે ઘરે બનાવેલો મસાલો હેલ્ધી હોય છે.
મેગી મસાલા બનાવવા માટે જરૂરી સામગ્રી : 1.5 ચમચી ડુંગળી પાવડર, 1.5 ચમચી લસણ પાવડર, 1.5 ધાણાજીરું પાવડર, 1 ચમચી લાલ મરચું પાવડર, 1/2 ચમચી હળદર પાવડર, 1 ચમચી જીરું પાવડર, 1 ચમચી કાળા મરી પાવડર, 1/4 ચમચી મેથી પાવડર, 1/2 ચમચી આદુ પાવડર, 1/2 ચમચી ગરમ મસાલો, 4 ચમચી ખાંડ, 2 ચમચી ચિલી ફ્લેક્સ, 1 ચમચી મકાઈનો લોટ, 1/2 ચમચી આમચૂર પાવડર, 1.5 ચમચી મીઠું
મેગી મસાલો બનાવવાની રીત : ઉપર જણાવાયેલી બધી વસ્તુઓને એકસાથે મિક્સરમાં નાખીને બરાબર પીસી લો. તો તૈયાર છે મેગી મસાલો. હવે જ્યારે પણ તમે નૂડલ્સ કે શાક બનાવો ત્યારે આ મસાલોને ઉમેરી શકો છો. જો તમને વધારે મસાલેદાર ખોરાક ગમે છે તો મસાલાની માત્રા વધારી શકો છો.
જો તમને આ (Masala maggi recipe in gujarati) માહિતી ગમી હોય, તો ચોક્કસપણે આ વિષે તમારા મિત્રોને જણાવજો અને તમારા પોતાના ફેસબુક પેજ પર રસોઈ ની દુનિયા સાથે બીજી આવી માહિતી વાંચવા માટે જોડાયેલા રહો.