સામાન્ય રીતે આપણા ઘરમાં જેમ જેમ પંખો જૂનો થતો જાય છે તેમ તે અવાજ કરવા લાગે છે. ક્યારેક તેનો અવાજ આપણી ઊંઘ પણ બગાડે છે. આ પ્રકારના પંખાના અવાજના કારણે તો ક્યારેક બહારનો અવાજ પણ ઘરની અંદર નથી આવી શકતો.
મોટાભાગના લોકોનું એવું માનવું છે કે જ્યારે પંખો ખરાબ થઈ જાય છે તો તે અવાજ કરવા લાગે છે, વાસ્તવમાં એવું નથી હોતું. કેટલીકવાર જ્યારે પંખો જૂનો થઇ જાય છે ત્યારે તેને સર્વિસની પણ જરૂર પડે છે. ઘણી વખત લોકો ઘર તો સાફ કરે છે પણ પંખાની સફાઈ તહેવાર વખતે જ કરે છે.
એટલા માટે સમયસર પંખાને સાફ કરવું જરૂરી છે, તેના દ્વારા આપણે પંખાના નટ-વોલ્ટ યોગ્ય છે કે નહીં તે તપાસી શકીશું. કેટલીકવાર વર્ષો સુધી પંખાને સાફ કર્યા વગર વાપરતા રહીએ છીએ, તો આજે આ લેખમાં અમે તમારી જોડે કેટલીક યુક્તિઓ વિશે વાત જણાવીશું જેને તમે લાગુ કરી શકો છો.
પંખામાંથી અવાજ કેમ આવે છે તે જોવો : જો પંખો અવાજ કરે છે તો પહેલા તે શા અવાજ કરે છે તે શોધો. કેટલીકવાર પંખાની ઉપર એક કપ જેવી કેનોપી હોય છે જે નીચે આવવાથી પણ અવાજ આવવા લાગે છે. પંખાની મોટર ફેલ થવા પર પણ અવાજ આવવા લાગે છે તો સૌ પ્રથમ તે શોધો કે પંખામાં અવાજ ક્યાં અને કયા કારણથી આવી રહ્યો છે.
નેટ બોલ્ટ ઢીલો થવો : સીલિંગ ફેનમાં ઘણી વખત સતત ચાલુ રહેવાને કારણે નટ-વોલ્ટ પણ ઢીલા પડી જાય છે. તો સફાઈ કરતી વખતે પંખાના નટ-વોલ્ટને સારી રીતે તપાસો. તેમાં કાટની સમસ્યા છે જેના કારણે નટ-વોલ્ટ વારંવાર ઢીલા થવા લાગે છે તે પણ તપાસો.
આવી સ્થિતિમાં, તમે બજારમાં જાઓ અને એક જ પ્રકારના નટ-વોલ્ટ ખરીદીને ઘરે લાવો અને તેને ઇન્સ્ટોલ કરો. ધ્યાનમાં રાખો કે જો નટ-વોલ્ટમાં કાટ લાગી ગયો હોય તો, કાટ દૂર કરવાની જગ્યાએ નવો જ ખરીદીને લગાવો.
ગ્રીસનો કરો ઉપયોગ : પંખો પણ એક મશીન જ છે તેથી તેને સાફ કરવા સિવાય તેની સર્વિસિંગની પણ જરૂર હોય છે. તેથી તમારે દર 3 મહિને પંખામાં ગ્રીસનો ઉપયોગ કરવો જોઈએ. જો તમે ઈચ્છો તો તેમાં સિલાઈ મશીન ઓઈલનો ઉપયોગ કરી શકો છો. આજકાલ પંખા અલગ-અલગ ડિઝાઇનમાં આવે છે તો ગ્રીસ કે તેલનો ઉપયોગ ક્યાં અને કેવી રીતે કરવો તે ધ્યાનમાં રાખો. ગ્રીસ લગાવ્યા પછી થોડી વાર પંખો ના ચલાવો.
મહિનામાં એકવાર સફાઈ જરૂરી છે : ભલે દરરોજ પંખો સાફ ના કરી શકો પરંતુ મહિનામાં એકવાર સાફ જરૂર કરો. વાસ્તવમાં તેમાં ધૂળ અને માટી જમા થાય છે, જેના કારણે તે ધીમો પડી જાય છે. ઘણી વાર જમા થયેલી ધૂળ અને માટીના કારણે ક્યારેક પંખાનો અવાજ આવવા લાગે છે. તો સ્વિચ બંદ કરો પછી થોડું ભીનું કપડું લઈને પંખાને સારી રીતે સાફ કરો. સફાઈ વખતે પંખાની સ્થિતિ પણ ચકાસી શકો છો.
પંખાના બેરિંગ ખરાબ થવી : ઘરમાં પંખો હોય છે તેમાં 2 બેરિંગ્સ સાથે ફીટ કરવામાં આવી હોય છે, એક ટોચ પર અને બીજી નીચે હોય છે. જ્યારે પંખો જૂનો થઈ જાય છે ત્યારે આ બેરિંગ્સ પણ ઘસાઈ જાય છે. જ્યારે તેઓ પુરી ઘસાઈ જાય છે , ત્યારે પંખો તેનું સંતુલન ગુમાવે છે અને તે અવાજ કરવા લાગે છે.
તો તમે આવી સ્થિતિમાં મિકેનિકને બોલાવો અને તરત જ નવા બેરિંગ્સ ઇન્સ્ટોલ અથવા રિપેર કરાવો. તે જ સમયે જ્યારે પણ તમે પંખો રીપેર કરવા માટે મિકેનિકને આપો તો એકવાર તેને ચલાવીને ચોક્કસપણે તપાસો. ક્યારેક તે સારી રીતે રિપેર ના થવાને કારણે પણ અવાજ આવવા લાગે છે.
જો તમારા પંખામાંથી પણ અવાજ આવી રહ્યો છે તો આ ટિપ્સને ચોક્કસપણે અજમાવો. જો તમને પણ આ જાણકારી ગમી હોય તો, આવી જ બીજી જીવનઉપયોગી માહિતી મેળવવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો, તમને અહીંયા બ્યુટી ટિપ્સ, કિચન ટિપ્સ સબંધિત માહિતી મળતી રહેશે.