દૂધી આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તેને ખાવાના ઘણા બધા ફાયદા છે, કારણ કે તેમાં વિટામિન A, વિટામિન B, વિટામિન C, વિટામિન E અને આયર્ન હોય છે. દૂધીની ઘણી બધી વાનગીઓ બનાવી શકાય છે જેમ કે કોફતા, શાક, રાયતા વગેરે.
દૂધી નો રસ પણ ખુબ જ ફાયદાકારક છે. તો આજે હું તમને દૂધી અને ચણાનું શાક બનાવવાની રીત જણાવીશ. ચણાની દાળનો થોડો ઉપયોગ કરવાથી શાકનો સ્વાદ વધુ આવે છે. તમે આ શાકને દાળ, ભાત, રોટલી, પરાઠા સાથે ખાઈ શકો છો.
સામગ્રી
- દૂધી ઝીણી સમારેલી – 200 ગ્રામ
- સમારેલી ડુંગળી – 2
- ટામેટા – 2
- લીલા મરચા – 2
- ચણા દાળ – 50 ગ્રામ
- તેલ – 50 ગ્રામ
- જીરું – 1 ચમચી
- ગરમ મસાલો – 1/2 ચમચી
- હળદર – 1/2 ચમચી
- લાલ મરચું પાવડર 1 ચમચી
- મીઠું સ્વાદ અનુસાર
- હીંગ – 1 ચપટી
- કોથમીર
દૂધી ચણાની દાળનું શાક બનાવવાની રીત
સૌ પ્રથમ ગેસ પર એક પેન મૂકીને તેમાં તેલ અને જીરું નાખી થોડીવાર સાંતળો. પછી તેમાં સમારેલી ડુંગળી, લીલું મરચું નાખીને થોડીવાર સાંતળો. થોડી વાર પછી તેમાં ટામેટા નાખો.
પછી તેમાં લસણની પેસ્ટ, હળદર, લાલ મરચું પાઉડર અને મીઠું નાખીને 1 મિનિટ સાંતળો. હવે તેમાં ગરમ મસાલો અને હિંગ નાખીને મિક્સ કરીને તેમાં સમારેલી દૂધી નાખીને મિક્સ કરો. દૂધીને એક મિનિટ સુધી હલાવતા રહીને પકાવો.
1 મિનિટ પછી તેમાં ચણાની દાળ નાખો અને થોડું પાણી નાખીને, પેનને ઢાંકીને 10-12 મિનિટ સુધી પકાવો. તમારું દૂધી ચણાનું શાક બનીને તૈયાર થઇ જશે. પછી તેમાં ઉપરથી કોથમીર નાખીને ગાર્નિશ કરી લો. હવે તેને ગરમાગરમ રોટલી, ભાત સાથે ખાઈ આનંદ માણો.
આ પણ વાંચો: કોઈપણ શાકમાં ઉમેરો આ વસ્તુઓ, ડુંગળી અને લસણ વગર પણ શાક સ્વાદિષ્ટ બનશે
સૂચના
જો તમારે ઓછા સમયમાં શાક બનાવવું હોય તો પહેલેથી કુકરમાં 2 સીટી વગાડીને શાકને પકાવી લો. જો તમે ઈચ્છો તો ચણાની દાળને પણ બાફીને શાકમાં ઉમેરી શકો છો. તો પણ તમારું શાક જલ્દીથી બની જશે.
જો તમે ઇચ્છો તો ચણાની દાળ વગર પણ તમે દૂધીનું શાક બનાવી શકો છો. જો શાકમાં પાણી વધારે હોય તો શાકને હલાવતા જાઓ અને પકાવો, જેથી શાક ઝડપથી સુકાઈ જશે. અમને ખાતરી છે કે તમને આ રેસીપી ખૂબ જ ગમશે.