dhana jeera powder recipe in gujarati
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

આજે બનાવીશું એક થી દોઢ વર્ષ સુધી સ્ટોર કરી શકાય એવું ધાણાજીરૂ મસાલો. આ ધાણાજીરું મસાલામા અમુક સિક્રેટ સામગ્રી ઉમેરીને બનાવીશું જેથી તે એક થી દોઢ વર્ષ સુધી ખરાબ થશે નહિ કે તેનો કલર કે સ્વાદ બદલાશે નહિ.  કોઈપણ ભેળસેળ વગર તમે બજાર કરતા પણ સસ્તું આ ધાણાજીરૂ બનાવીને કોઈ પણ રેસિપી કે દાળ શાક માં નાખી શકો છો. પરફેકટ માપ અને ટીપ્સ સાથે જોઈલો ઘરે ઘણાજીરૂ બનાવવાની રીત.

સામગ્રી

  • એક કિલો સુકા ધાણા
  • ૫૦૦ ગ્રામ જીરૂ
  • ૧૫ ગ્રામ કાળા મરી
  • ૧૦ ગ્રામ લવિંગ
  • ૧૦ ગ્રામ તજ
  • ૨૦૦ ગ્રામ હળદળ

ધાણાજીરૂ બનાવવાની રીત

એક ગેસ પર મોટું વાસણ લઈ તેમાં બધા ધાણા નાખી ૫-૭ મીનીટ સુધી ધાણા ને થોડાં શેકી લો. ધાણા શેકાઈ જસે એટલે ધાણા ની સુગંધ આવવા લાગશે. ધાણા શેકાઈ ગયા પછી તેને નીચે લઈ થોડી વાર ઠંડા થવા દો. ધાણા ઠંડા થાય ત્યાં સુધી એક પેન માં જીરૂ લઈ શેકી લો. જીરા નો કલર બદલાય અને તેની સુગંધ આવે ત્યાં સુધી તેને શેકી લો.

જીરૂ શેકાઈ જાય પછી તેને નીચે ઉતારી ઠંડું થવા દો. જીરૂ ઠંડું થાય ત્યાં સુધી એક નાની પેન મા કાળા મરી, લવિંગ, તજ નાખી ૨-૩ મીનીટ માટે શેકી લો. આ મસાલા નાંખવાથી ધાણાજીરૂ પાઉડર માં કોઈ દિવસ જીવાત પડશે નહિ અને એક થી દોઢ વર્ષ સુધી આપનો મસાલો સારો રહે છે.

મસાલા શેકાઈ જાય એટલે તેને ઠંડા થવા દો. હવે એક મિક્સર જાર માં ઠંડા થયેલા ધાણા ને સારી રીતે પીસી લો. એકદમ લોટ થાય તે રીતે ધાણા ને પીસી લો જેથી તમારે પાછળથી ધાણા ને ચાળવા ની જરૂર નાં પડે.

આજ રીતે જીરૂ અને બાકીના મસાલા ને મિક્સર જાર માં લઇ સારી રીતે પીસી લો. હવે બધું પીસાઈ ગયા પછી એક વાસણ મા બધું મિક્ષ કરી તેમાં હળદળ ને એડ કરી બધા મસાલા હાથ ની મદદ થી મિક્સ કરી લો. અહિયાં હળદળ ઉમેરવાથી ધાણાજીરૂ નો કલર બજાર માં મળે તેવા ધાણાજીરા જેવો જ કલર આવશે.

તો અહિયાં તમારું ધાણાજીરૂ પાઉડર બનીને તૈયાર થઈ ગયું છે. હવે એક કાચની બરણીમાં આ ધાણાજીરૂ ભરી ને મુકો દો. આ ધાણાજીરૂ તમે એક વાર ઘરે બનાવશો તો તમે બજારમાથી ધાણાજીરૂ લાવવાનુ ભૂલી જશો. તો તમે પણ ઘરે આ રીતે ધાણાજીરૂ બનાવવાનો ટ્રાય જરૂર કરજો.

તમને અમારી આ રેસિપી પસંદ આવી હોય તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો અને તમારા અભિપ્રાય અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ગુજરાતી ભાષામાં આવી અવનવી રેસિપી જોવા અને નવી- નવી રેસિપી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા