આ સાત બીમારી જરૂર કરતા વધારે ઊંઘ લેવાથી થાય છે. સૂવું બધાને પસંદ હોય છે અને રોજ 7 થી 8 કલાકની ઊંઘ લેવાથી, આપણું બોડી એકદમ પરફેક્ટ રહે છે. આજીવન હેલ્ધી રહેવા માટે દરેક મનુષ્યએ 7 થી 8 કલાકની ઊંઘ લેવી જ જોઈએ એવું આપણા આયુર્વેદમાં પુસ્તકોમાં પણ લખેલું છે.
પરંતુ આપણામાં ઘણા એવા લોકો છે, જે હંમેશા વધારે સૂવાનું પસંદ કરે છે. દરરોજ ૯ કલાકથી પણ વધુ ઊંઘવાળા માટે આ આર્ટિકલ છે. કારણ કે જો તમે ૯ કલાકથી વધુ ઊંઘ લો છો તો તમને સાત ગંભીર બીમારી થઈ શકે છે. ચાલો જોઈએ કે વધુ સૂવાથી ક્યાં – ક્યાં નુકસાન થઈ શકે છે.
વધારે સૂવાથી સુગર લેવલ અનિયંત્રિત થઈ જાય છે. જે ધીરે-ધીરે આપણી અંદર ડાયાબીટિઝને જન્મ આપે છે અને આ ડાયાબીટીસ એક ગંભીર સમસ્યા બની જાય છે. વધારે સુતા લોકોના વજન ધીરે ધીરે વધવા માંડે છે. પેટ ની સાઇડ ના ભાગે ચરબીના થર જામવા માંડે છે. જે ખૂબ જ નુકસાનકારક હોય છે.
વધારે સૂવાથી હાર્ટને લગતી સમસ્યાઓ ઉદભવે છે. હૃદય ની ધબકવા ની ગતી અનિયંત્રિત બની જાય છે અને ક્યારેક ખોટી સ્થિતિમાં સૂવાથી હાર્ટ પર દબાણ આવે છે, જે હાર્ટ એટેકનું કારણ બને છે.
વધારે ઊંઘ લેતા વ્યક્તિઓનું મૃત્યુ અણધાર્યું હોય છે. ગમે ત્યારે હાર્ટ એટેક કે બ્રેઈન હેમરેજ કે બીજી કોઈ રીતે મૃત્યુ સંભાવના વધી જાય છે. સામાન્ય ઊંઘ લેતા વ્યક્તિની તુલનામાં વધુ ઊંઘ લેતા વ્યક્તિનું મૃત્યુ વહેલું થાય છે.
વધારે પડતું સૂવાથી ગળાના પાછળના ભાગે દુખાવો થાય છે. કમર દર્દ, પીઠ દર્દ અને સાંધાના દુખાવા થવા લાગે છે. જે એક ઉંમર પછી ક્યારેય પણ ન મટે તેવા બની જાય છે.
વધારે પડતી ઉંઘ લેનાર વ્યક્તિ ડિપ્રેશનનો શિકાર બની શકે છે. આવી વ્યક્તિને પોતાને ખબર નથી પડતી કે પોતે જ ડિપ્રેશનનો શિકાર બની ગયો છે. પરંતુ તે વ્યક્તિ વધારે પડતું ગુસ્સો અને વધારે પડતો ચીડિયો બની જતા આ વાત આપણને ખબર પડે છે.
વધારે પડતી ઉંઘ લેનાર વ્યક્તિને કબજિયાતની સમસ્યા ઉદભવે છે. એક રિપોર્ટ અનુસાર વધારે પડતી ઊંઘ લેવાથી કબજિયાત પેદા થાય છે. તમે 7 થી 8 કલાક કરતાં વધુ ઊંઘ લો છો તો, હવે ધીરે ધીરે ઓછી કરી દો. કારણકે વધુ ઊંઘ લેવાથી આ પ્રકાર ના નુકસાન થાય છે.