જો ખાવાની સાથે અથાણું મળી જાય તો કોઈપણ સ્વાદ વગરનું શાક સારું લાગે છે. કેરી, કરોંડા, લીલા મરચાં, લીંબુ વગેરે અથાણું ખાવાથી ભોજનનો સ્વાદ વધી જાય છે.
પણ જો અથાણું ઘરના મસાલાથી તૈયાર કરવામાં આવે તો તમે શું કહેશો. તમે આ મસાલાનો ઉપયોગ અથાણાં તેમજ સૂકા અથવા ભરેલા શાક બનાવવા માટે પણ કરી શકો છો. તો ચાલો આજે આ લેખમાં તમને જણાવીએ કે અથાણાંનો મસાલો ઘરે કેવી રીતે સરળતાથી બનાવી શકાય છે.
સામગ્રી : લાલ મરચું પાવડર 2 ચમચી, હળદર પાવડર 2 ચમચી, વરિયાળી 2 ચમચી, જીરા 1 ચમચી, તેલ 1 ચમચી, રાઈ 2 ચમચી, સૂકી કોથમીર 2 ચમચી, મેથીના દાણા 1 ચમચી અને અજમો 1 ચમચી
અથાણાનો મસાલો બનાવવાની રીત : જે રીતે અપને સામાન્ય મસાલો બનાવીએ છીએ એવી જ રીતે , સૌથી પહેલા તમારે આ બધા મસાલાને શેકી લેવાના છે. હવે ઠંડુ થયા પછી તેમાં હળદર પાવડર અને લાલ મરચું પાવડર સાથે બધા મસાલા નાખીને મિક્સરમાં બરછટ પીસી લો.
અથાણાના મસાલાને ખૂબ બારીક પાવડર ના બનાવવો જોઈએ કારણ કે અથાણાંમાં બરછટ મસાલામાં જ વધારે સ્વાદ હોય છે. તો તમારો અથાણાનો મસાલો તૈયાર છે. હવે તમે તેને એર ટાઈટ કન્ટેનરમાં ભરીને સ્ટોર કરો. તમે આ ઘરે બનાવેલા મસાલાને 1 મહિના માટે સ્ટોર કરી શકો છો.
જો તમને આ મસાલા રેસિપી પસંદ આવી હોય અને આવી જ કિચન ટિપ્સ, બ્યુટી ટિપ્સ અને અવનવી વાનગીઓ માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.