aloe vera facial at home
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

એલોવેરાને ત્વચા માટે અમૃત માનવામાં આવે છે, કારણ કે તે કુદરતી એન્ટીઑકિસડન્ટોથી ભરપૂર હોય છે, તે ત્વચાની તમામ સમસ્યાઓને પળવારમાં દૂર કરે છે. એલોવેરા ત્વચાને હાઇડ્રેટ કરવામાં, બળતરા, કરચલીઓ, ડાઘ અને ફાઇન લાઇન ઘટાડવામાં મદદ કરે છે.

એલોવેરા તમારી ત્વચા માટે કુદરતી મોઈશ્ચરાઈઝર તરીકે કામ કરે છે. તેને ત્વચા પર લગાવવાથી ત્વચામાં નમી આવે છે સાથે જ ત્વચાને પોષણ મળે છે. આ સાથે, એલોવેરા, જે એન્ટીઑકિસડન્ટ ગુણોથી ભરપૂર છે, તેમાં એન્ટિ-એજિંગ ગુણધર્મો પણ છે, જે તમારા ચહેરા પરથી કરચલીઓ દૂર કરવામાં ખૂબ મદદરૂપ છે.

એલોવેરા જેલનો દૈનિક ઉપયોગ તમને લાંબા સમય સુધી યુવાન અને સુંદર દેખાડી શકે છે. પરંતુ આજે અમે તમને એલોવેરા ફેશિયલ વિશે જણાવીશું, જે તમે ઘરે સરળતાથી કરી શકો છો અને તમારે દર મહિને ફેશિયલ કરાવવા માટે પાર્લરમાં જવાની જરૂર નહીં પડે.

જેના કારણે તમારા પાર્લરના પૈસા પણ બચી જશે. એલોવેરામાં વિટામીન A , C, E, B-12, ફોલિક એસિડ, કોલિન વગેરેની હાજરી ત્વચાને હાઈડ્રેટ કરે છે. આ આ તમામ વિટામીન એન્ટી ઓક્સિડેન્ટથી ભરપૂર હોય છે. ચાલો જાણીએ ઘરે એલોવેરા ફેશિયલ કરવાના સરળ સ્ટેપ્સ.

સફાઇ : ફેશિયલ માટેનું પહેલું સ્ટેપ ક્લીનિંગ હોય છે. આ માટે તમારે 1 ચમચી એલોવેરા જેલ અને 1 ચમચી લીંબુનો રસ લેવાનો છે. બંનેને સારી રીતે મિક્સ કરો અને તમારા આખા ચહેરા પર લગાવીને સારી રીતે મસાજ કરો. તમારે 5 મિનિટ માટે કરવાનું છે. પછી તમારા ચહેરાને કોટનથી સાફ કરો.

સ્ક્રબિંગ : ફેશિયલનું બીજું પગલું સ્ક્રબિંગ હોય છે. જો તમે તમારી સુંદરતા જાળવી રાખવા માંગતા હોવ તો સ્ક્રબિંગ પર પણ એટલું જ ધ્યાન આપો. સ્ક્રબિંગ દ્વારા માત્ર ત્વચાના મૃત કોષો જ બહાર નથી આવતા, પરંતુ ચહેરા પર જમા થયેલી બધી ગંદકી પણ બહાર આવે છે. 1 ચમચી ચોખાના લોટમાં 2 ચમચી એલોવેરા જેલ, 1 ચમચી લીંબુનો રસ લો અને આ ત્રણેયને સારી રીતે મિક્સ કરો.

હવે તમારા ચહેરા પર આ સ્ક્રબ લગાવો અને તમારા ચહેરાને ગોળાકાર ગતિમાં ઘસો, તમારે આ 2 મિનિટ માટે કરવું પડશે અને પછી 2 મિનિટ માટે છોડી દો અને તમારા ચહેરાને સ્વચ્છ પાણીથી ધોઈ લો. ચોખાનો લોટ પિમ્પલ્સના નિશાન અને સૂર્યપ્રકાશને કારણે ચહેરાની કાળાશ દૂર કરે છે અને આપણો ચહેરો પણ સ્વચ્છ રહે છે.

ફેસિયલ મસાજ : ત્રીજું પગલું મસાજ છે. આ માટે તમારે 1 ચમચી એલોવેરા જેલ અને 1 ચમચી મધ લો અને બંને વસ્તુઓને મિક્સ કરો. હવે તેને તમારા ચહેરા પર રાખીને 10 મિનિટ સુધી મસાજ કરો અને પછી તેને સ્વચ્છ ઠંડા પાણીથી ધોઈ લો, તમારો ચહેરો ચમકશે. હંમેશા અંદરથી બહાર અને નીચેથી ઉપર જ માલિશ કરો. મસાજ રક્ત પરિભ્રમણને વેગ આપે છે, જે તમારી ત્વચાને વધુ સ્વસ્થ અને ચમકદાર બનાવે છે.

ફેસ પેક : ફેશિયલનું ચોથું સ્ટેપ ફેસ પેક છે. આ માટે તમારે ચંદન પાવડર, એલોવેરા, ગુલાબજળ આ ત્રણેય વસ્તુઓની જરૂર પડશે. 1 ચમચી ચંદન પાવડર, 2 ચમચી એલોવેરા જેલ અને 1 ચમચી ગુલાબજળ લો અને આ ત્રણેયને સારી રીતે મિક્સ કરો અને તમારા ચહેરા પર લગાવો અને 15 મિનિટ સુધી રાખો અને પછી ઠંડા પાણીથી ચહેરો ધોઈ લો.

તો હવે તમે પણ પાર્લરમાં જઈને વધારે પૈસાનો બગાડ કર્યા વગર આ રીતે સસ્તામાં ઘરે ફેસિયલ કરી શકો છો. જો તમને આ ફેસિયલ ની રીત પસંદ આવી હોય તો રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા

One reply on “ફેશિયલ ટિપ્સ: ઘરે જ ફ્રીમાં ‘એલોવેરા ફેશિયલ’ કરો અને ચહેરા પરના બધા દાગ દૂર થઇ જશે”

  1. Pingback: » Rasoiniduniya

Comments are closed.