amla powder benefits in gujarati
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

આમળા બહુ ખાટા હોય છે એટલે જ તેને ખાવાનું મન થતું નથી. અરે ખાટા હોય તો શું થયું તેને બીજા કોઈ પણ સ્વરૂપે પણ ખાઈ શકાય છે. તમે તેને ચૂર્ણ સ્વરૂપમાં પણ ખાઈ છો. લગભગ દરેક જણ જાણે છે કે કોઈપણ ઉંમરના વ્યક્તિ માટે આમળા ફાયદાકારક છે.

પરંતુ, તે ખાટા હોવાને કારણે ઘણા લોકો તેને ખાતા નથી. જો તમે આમળા ખાવા નથી ગમતા તો તમે તેનો પાવડર બાનવીને શકો છો. તમને આમળા પાવડરથી પણ અગણિત ફાયદા મળે છે. જો તમે તેના ફાયદાઓ વિશે હજુ સુધી અજાણ છો તો આજે આ લેખમાં અમે તમને આમળા પાવડરના ફાયદા વિશે વાત કરી રહ્યા છીએ.

આંખો માટે શ્રેષ્ઠ : આમળામાં વિટામિન સી ભરપૂર પ્રમાણમાં હોય છે. કહેવાય છે કે વિટામિન સી નું સેવન કરવાથી તામરી આંખો સ્વસ્થ અને ચમકદાર રહી શકે છે. આનાથી આંખોને લગતી અનેક બીમારીઓને દૂર કરી શકાય છે.

જો તમને આમળા સીધા ખાવા ગમતા નથી તો તમે તેનો પાવડર લઈ શકો છો. આયર્ન માટે પણ આમળા શ્રેષ્ઠ આહાર માનવામાં આવે છે, જે આંખની સમસ્યાઓને દૂર રાખે છે. તમને આ ચૂર્ણ કોઈપણ આયુર્વેદિક સ્ટોર પરથી સરળતાથી મળી જશે.

પાચનક્રિયા બરાબર રહે છે : કોઈપણ વ્યક્તિની પાચનક્રિયા ખરાબ છે તો પાચન પ્રક્રિયાને યોગ્ય રાખવા માટે સલાહ આપવામાં આવે છે કે તમે ફક્ત ફાઈબરયુક્ત આહારનું સેવન કરો. તમારી માહિતી માટે, અમે તમને જણાવી દઈએ કે આમળા એ શ્રેષ્ઠ ફાઈબરયુક્ત આહાર છે.

આમળાને તમે કોઈપણ સ્વરૂપમાં લો છો તેના ગુણો નાશ પામતા નથી. ખરાબ પાચનક્રિયાને તેના નિયમિત સેવનથી સરળતાથી સુધારી શકાય છે. જો તેનું નિયમિત અને યોગ્ય માત્રામાં સેવન કરવામાં આવે તો પેટ સંબંધિત સમસ્યાઓ પણ દૂર થાય છે અને પાચનતંત્ર મજબૂત બને છે.

વજન ઘટાડવા : એવું કહેવાય છે કે આમળા પાવડરની અંદર ઇથેનોલિક પદાર્થ જોવા મળે છે, જે વજન ઘટાડવામાં ખુબ મદદ કરે છે અને ચરબીને વધવા દેતું નથી. તમે વજન ઘટાડવા માટે આમળા ખાટા લાગે તો તેના બદલે તેનો પાવડર લઈ શકો છો. આ માટે તમે ગરમ પાણીમાં એકથી બે ચમચી પાવડર મિક્સ કરીને તેનું સેવન કરી શકો છો.

હાડકા રાખે છે મજબૂત : આમળાની સાથે તેનો પાવડર પણ કેલ્શિયમનો સારો સ્ત્રોત છે. લગભગ દરેક જણ જાણે છે કે મજબૂત હાડકાં માટે કેલ્શિયમ હોવું કેટલું જરૂરી છે. આજે પણ મોટી ઉંમરના લોકો હાડકાંને મજબૂત રાખવા માટે આમળા જામ કે તેની ચટણી વગેરેનું સેવન કરે છે.

તમે તેની જગ્યાએ તેના પાવડરનું સેવન પણ કરી શકો છો. આમળા પાવડરને વિટામિન-ડીનો પણ શ્રેષ્ઠ સ્ત્રોત પણ માનવામાં આવે છે. આ સિવાય ઘણા લોકો તેના પાવડરનો ઉપયોગ ડાયાબિટીસ માટે, રોગપ્રતિકારક શક્તિ વધારવા અને ત્વચા માટે પણ કરે છે.

આ સિવાય વાળને અકાળે સફેદ થતા રોકવા માટે પણ તેનો ઉપયોગ કરે છે. જો કે આનાથી વધુ માહિતી માટે તમારે એકવાર ડૉક્ટરની સલાહ જરૂર લેવી જોઈએ. જો તમને આ જાણકરી પસંદ આવી હોય તો રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા