આજના નવા યુગમાં લગભગ દરેક ઉજવણીમાં, જન્મદિવસની પાર્ટીમાં, લગ્નની વર્ષગાંઠમાં કેક વગર અધૂરી લાગે છે. જો તમને લાગે છે કે મને કેક બનાવતા આવડે છે એટલે હું એક પરફેક્ટ કેક બનાવી લઈશ, તો તે સાચું નથી કારણ કે પરફેક્ટ કેક બનાવવી એ પણ એક કળા છે જેમાં માત્ર થોડા જ લોકો માસ્ટર છે.
તમે ઘરે કેક બનાવતા વખતે એક જ વાતની ચિંતા કરો છો કે કેક બનાવતી વખતે કેક બરાબર ફુલતી નથી? અથવા તે થોડી વાર પછી સખ્ત થઇ જાય છે? તો હવે તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી કારણ કે આ લેખમાં અમે તમને કેટલીક સરળ ટિપ્સ અને સામગ્રી વિશે જણાવીશું. જેને તમે અજમાવશો તો તમારી હોમમેઇડ કેક પરફેક્ટ ફુલશે.
eno નો ઉપયોગ કરો : તમે કેક ફુલાવા અને સોફ્ટ બનાવવા માટે ઇનોનો ઉપયોગ કરો. આ માટે જ્યારે પણ તમે કેક બનાવવા માટે લોટ કે બેટર બનાવો તો તેમાં થોડો ઈનો ઉમેરો. આમ કરવાથી કેક વધારે સોફ્ટ બની શકે છે કારણ કે eno માં રહેલી ઘટકોને લીધે કેક સારી રીતે ફૂલે છે.
બેકિંગ સોડા અથવા બેકિંગ પાવડર : ખાવાનો સોડા સોડિયમ બાયકાર્બોનેટમાંથી બને છે, જે ભેજ અને ખાટા પદાર્થો સાથે રિએક્ટ કરીને કાર્બન-ડાયોક્સાઇડ ગેસ છોડે છે. જેના કારણે પરપોટા બને છે અને ખોરાક સોફ્ટ બને છે. બેકિંગ સોડાને રિએક્ટ કરવા માટે દહીં, છાશ વગેરે ખાટા પદાર્થોની જરૂર પડે છે. તેથી બેકિંગ સોડા અથવા બેકિંગ પાવડરનો યોગ્ય માત્રામાં ઉપયોગ કરવાથી કેક સ્પંજી બનશે.
ઇંડા : જો કે ઈંડાનો ઉપયોગ આપણે રસોઈ બનાવવા માટે અને આપણા બ્યુટી માટે પણ કરીએ છીએ. તે જ સમયે, કેકને વધારે સ્વાદિષ્ટ બનાવવા માટે ઇંડા ખૂબ જ મહત્વપૂર્ણ છે. એટલા માટે તમારે કેક બનાવતી વખતે ઈંડાનો ઉપયોગ કરવો જ જોઈએ .
તાજી સામગ્રીનો ઉપયોગ કરો : ઘણી વાર એવું થાય છે કે કેકમાં ખાવાનો સોડા નાખ્યા પછી પણ કેક ફુલતી નથી. આનું કારણ એ છે કે કેટલીકવાર આપણે જની વસ્તુઓનો ઉપયોગ કરીએ છીએ, જે કેકને યોગ્ય રીતે ફુલાવી શકતા નથી. તેથી કેક બનાવતી વખતે ફક્ત તાજી સામગ્રીનો ઉપયોગ કરો. ખાસ કરીને બેકિંગ પાવડર અને ખાવાનો સોડા.
વેનીલા એસેન્સ : જો તમે કેકમાં ઈંડાનો ઉપયોગ કરવા માંગતા નથી તો તમે વેનીલા એસેન્સનો ઉપયોગ કરી શકો છો કારણ કે આ એવી વસ્તુ છે જે કેકને ફુલાવાનું અને સોફ્ટ બનાવવાનું કામ કરે છે. જ્યારે પણ તમે કેક બનાવો ત્યારે તેમાં વેનીલા એસેન્સ જરૂર ઉમેરો. આ સિવાય તમે થોડી માત્રામાં દહીંનો ઉપયોગ પણ કરી શકો છો.
બીજી ટિપ્સ : કેક બનાવતી વખતે ઓવનને વારંવાર ખોલીને તપાસશો નહીં, કારણ કે આમ કરવાથી કેક સોફ્ટ બનશે નહીં. પરફેક્ટ કેક બનાવવા માટે તમે જે ટીન માં કેકનું મિશ્રણ રેડવાના છો તેની સાઈઝ પણ એકદમ પરફેક્ટ હોવી જોઈએ. ઉદાહરણ તરીકે જો તમે 1 કપ મૈદાથી કેક બનાવતા હોવ તો 7 ઇંચનું ટીન લો.
જો તમે કેક બનાવી રહ્યા છો તો તમારે કેકને ઓવનમાં મૂકતા પહેલા તેને પહેલાથી ગરમ કરી લેવું જોઈએ. આમ કરવાથી જ્યારે તમે કેકના મિશ્રણને ઓવનમાં મુકશો , ત્યારે તેના પર કોઈ અલગ બબલ્સ નહીં બને.
કેક બનાવતી વખતે, તમારે એક વાતનું ધ્યાન રાખવું જોઈએ કે તમે જે પણ સામગ્રીનો ઉપયોગ કરો છો તે રૂમ ટેમ્પરેચર ન હોવો જોઈએ. આનાથી કેક વધારે સ્વાદિષ્ટ અને નરમ બને છે. આ સિવાય, તમે કેકમાં ઈંડા, દૂધ અને માખણ અથવા જે પણ સામગ્રીનો ઉપયોગ કરી કરો છો તે સામાન્ય તાપમાને હોવું જોઈએ.
કેક બનાવવી ખરેખર સરળ પણ છે. આ દરમિયાન તમારે એક વાતનું ખાસ ધ્યાન રાખવું પડશે કે તમે દરેક વસ્તુનું માપ યોગ્ય રીતે લેવું જોઈએ.
તમે આ ટિપ્સ અપનાવશો તો તમે પણ ઘરે જ એક પરફેક્ટ કેક બનાવી શકો છો. જો તમને આ જાણકારી ગમી હોય તો, આવી જ બીજી રસોઈ સબંધિત માહિતી મેળવવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.