આજે તમને આ આર્ટિકલમાં જણાવીશું એવી વસ્તુ વિષે જે વસ્તુનું બપોરે ભોજન સાથે સેવન કરવાથી પેટના બધા રોગો ખતમ થઇ જાય છે. ઘણા લોકોને જમ્યા પછી ઘણી બધી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. પરંતુ તમે આ વસ્તુનું સેવન કરશો તો તમે આ સમસ્યામાંથી રાહત મેળવી શકો છો.
તો આ વસ્તુ જે બપોરે ભોજન સાથે લેવાની છે તેનું નામ છે છાશ. બધા લોકો છાશ પીતા હશે પરંતુ તેના ફાયદા વિષે જાણતા નહીં હોય પરંતુ જો તમે આજે દરરોજ બપોરે છાશ પીવાના આ ફાયદા જાણી લેશો તો તમે એક પણ દિવસ છાશ પીવાનું ભૂલશો નહિ.
આમતો કોઈ પણ ગુજરાતી ના ઘરે જાઓ તો તમને છાશ તો મળી જ રહે છે. ઘણા એવા લોકો હોય છે જે છાશ પીવાનું ટાળે છે અથવા તો તેમને છાશ પીવાનું પસંદ નથી. પરંતુ તે લોકો છાશ પીવાના ફાયદા વિષે અજાણ હોય છે. એક ગ્લાસ છાસ પીવાથી શરીરમાં રહેલા ઝેરી તત્વો બહાર નીકળે જાય છે એટલા માટે છાશ ને અમૃત સમાન ગણાવી છે.
છાશ એક એવું પીણું છે જે શરીરને શક્તિ પ્રદાન કરે છે અને જે લોકોની રોગપ્રતિકારક શક્તિ નબળી છે તે લોકોની રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવાનું કામ કરે છે. છાશ ને અમૃત સમાન ગણવામાં આવે છે કારણકે તે પેટના તમામ રોગોને ખતમ કરે છે.
તમને જણાવીએ કે છાશ એક એવી વસ્તુ છે જે વાત પિત્ત અને કફને બેલેન્સ કરવામાં કારગર સાબિત થાય છે. છાશ એક પ્રકારની હોતી નથી. છાશ ના પણ ઘણા પ્રકાર જોવા મળે છે. તો તમારા મનમાં પ્રશ્ન થાય કે કેવી છાશ પીવી જોઈએ? ઘણા લોકો એવું માનતા હોય છે કે હંમેશા મોળી છાશ પીવી જોઈએ, પરંતુ તે સાચું નથી.
તમને જણાવીએ કે સાવ મોળા દહીંમાંથી બનેલી છાશ કાચી હોય છે જે પીવાથી તમને કફ પણ થઇ શકે છે. આ સાથે વધુ પડતી ખાટી થઈ ગયેલી છાશ પિત્ત કરનારી થઈ જાય છે. સામાન્ય રીતે થોડીક ખટાશ વારી હોય એવી ખટમીઠી છાશ ત્રિદોષશામક કહેવાય છે. આ સાથે તમને જણાવીએ કે છાશ હંમેશા બપોરે જ પીવી જોઈએ.
હવે જાણીએ બપોરે ભોજન સાથે છાશ પીવાના ફાયદા: બપોરે ભોજન સાથે છાશ પીવાથી જે લોકોનું ભોજન પચતું નથી તેવા લોકોનું ભોજન સરળતાથી પચી જાય છે અને શરીરને વધુ પોષણ મળે છે. આ સાથે જો એકલી છાશ પીધા કરતા શક્ય હોય તો છાશ માં ચપટી મરી, જીરું અને સિંધાલું મીઠું નાખીને પીવી.
મસાલા વાળી છાશ પીવાથી શરીરમાં તે ગજબનું કામ કરે છે. છાશમાં પ્રોબાયોટિક બેક્ટેરિયા રહેલા હોય છે જે તમારા શરીર માટે ખુબજ લાભદાયક હોય છે. છાશ મોટા ભાગે ભેસ અને ગાયના દૂધમાંથી બનાવવામાં આવે છે. પરંતુ જો ભેંસ કરતા ગાયના દૂધમાંથી બનાવેલી છાશ પીવામાં આવે તો તે સૌથી વધુ ગુણકારી માનવામાં આવે છે.
છાશ ત્રિદોષનાશક છે તે આંતરડાને હેલ્ધી રાખે છે. છાશ કબજીયાતને દૂર કરનારી છે આ સાથે સાથે છાશ સોજો, હરસ, ,મૂત્રાવરોધ, મરડો, પાંડુ રોગ, મંદાગ્નિ, જાડા અને આંતરડાની નબળાઈ દૂર કરનાર છે.
વાત માટે સારી: છાશ માં રહેલો ખાટો રસ વાયુને દૂર કરનાર છે. છાશમાં રહેલી ખટાશથી પહેલા કરતા વધુ ભૂખ લાગે છે. છાશ ખાધેલા ખોરાકનું સારી રીતે પાચન કરીને શરીરને બળ આપે છે. ખાટી છાશ અને સિંધવ વાત પ્રકૃતિવાળી વ્યક્તિઓ માટે ફાયદાકારક છે. છાશ કફ, દોષને દૂર કરીને શરીરને સ્ફૂર્તિ આપે આપવાનું કામ કરે છે. કફ પ્રકૃતિમાં તેમ જ કફના વિકારોમાં માખણ કાઢેલી છાશ પીવી જોઈએ તેનાથી ફાયદો થાય છે.
વાળ માટે બેસ્ટ: દરરોજ બપોરના ભોજન પછી છાશ પીવાથી શરીરમા શક્તિ સાથે સ્ફૂર્તિ માં વધારો થાય છે. આ સાથે જે લોકો સફેદ વાળ સંબંધી રોગો થી પીડાઈ રહ્યા છે તે લોકોની વાળ સફેદ થવાની સમસ્યા પણ દૂર થઇ શકે છે.
પેટના રોગો દુર કરે : જે લોકોને વારંવાર અપચો, ગેસ અને કબજીયાતની તકલીફ રહેતી હોય તેવા લોકો માટે છાશ આશીર્વાદ સમાન છે. દિવસમાં 3 થી 4 વાર છાશ પીવાથી આવી સમયાઓમાંથી છુટકારો મેળવી શકાય છે. છાશ શરીરને ઠંડક આપવાની સાથે સાથે આપણા વાળ અને આંખો માટે પણ ખુબજ લાભકારી સાબિત થાય છે.
ખોરાક પચાવવામાં મદદ કરે: જે લોકોને ભૂખ લાગતી નથી, જે લોકોના શરીરમાં વાયુને કારણે દુખાવો થતો હોય છે, જે લોકોનું ભોજન બરાબર પચતું નથી, જે લોકોને અવારનવાર છાતીમાં ભાર રહેતો હોય, ખાટા ઓડકાર આવતા હોય તેવા લોકોએ દરરોજ છાશનું સેવન કરવું જોઈએ.
જો તમને અમારો આ લેખ ગમ્યો હોય તો, આવા જ બીજા વધારે લેખો વાંચવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો. અહીંયા તમને કિચન ટિપ્સ, બ્યુટી ટિપ્સ અને અવનવી રેસિપી ટિપ્સ જેવી માહિતી મળતી રહેશે.
Comments are closed.