મિત્રો, આજે અમે તમારી સાથે કાળા મરીના છોલે બનાવવાની રેસિપી શેર કરી રહયા છીએ. આ છોલેને લાહોરી છોલે પણ કહેવામાં આવે છે. કારણ કે આ લાહોરી વાનગી છે. આ ખૂબ જ સ્વાદિષ્ટ છોલે રેસીપી છે અને તેનો સ્વાદ પણ સામાન્ય છોલે કરતા ખૂબ જ અલગ છે.
ભરપૂર ગ્રેવી અને ઓછા મસાલાથી બનેલા આ છોલે ખાવામાં તમને પણ ખુબ જ મજા આવશે. આ છોલે બનાવતી વખતે, બાફેલા ચણાની સાથે થોડા છોલેની અલગ પેસ્ટ ઉમેરવામાં આવે છે. જેના કારણે તે ગ્રેવીમાં ઘટ્ટતા લાવે છે અને સ્વાદમાં વધારો કરે છે.
સામગ્રી : છોલે – 1.5 કપ, ખાવાનો સોડા 1/4 ચમચી, લવિંગ – 4 થી 5, જીરું 1.5 ચમચી, તજનો ટુકડો 1 ઇંચ, તેજપત્તા – 2, ડુંગળી 2 મધ્યમ કદની ( ડુંગળીને મિક્સરમાં નાખીને પેસ્ટ બનાવો), આદુ-લસણની પેસ્ટ – 1 ચમચી, લીલા મરચા – 3 થી 4 બારીક સમારેલા,
તાજુ દહીં – 1 કપ (દહીંને ફેંટીને રાખો), ગરમ મસાલા પાવડર – 1 ચમચી, લીલા મરચા – 2 થી 3 ટુકડા, કોથમીર – 1 ચમચી સમારેલી, મીઠું સ્વાદ પ્રમાણે અને તેલ – 4 ચમચી. પાવડર મસાલો બનાવવા માટે – જીરું – 1.5 ચમચી, આખા ધાણા – 2 ચમચી, કાળા મરી -1.5 ચમચી અને કસુરી મેથી – 1 ચમચી
છોલે બનાવવાની રીત : કાળા મરીના છોલે બનાવવા માટે સૌથી પહેલા ચણાને આખી રાત માટે પલાળી રાખવાના છે. આ માટે એક બાઉલમાં પાણી અને ખાવાનો સોડા મિક્સ કરો અને ચણાને આખી રાત પલાળી રાખો. (ચણામાં એટલું પાણી નાખો જેમાં ચણા સરળતાથી પલળી જાય).
જ્યારે ચણાને આખી રાત પલાળ્યા પછી, બીજા દિવસે તે ચણાનું પાણી નાખી દો અને હવે આ ચણાને પ્રેશર કૂકરમાં નાંખો, તેમાં ચાર કપ પાણી ઉમેરો અને પછી થોડું મીઠું નાંખો અને કૂકરનું ઢાંકણું બંધ કરીને ત્રણ સીટી વગાડો.
ત્રણ સીટી વાગી ગયા પછી ગેસ બંધ કરી દો અને જ્યાં સુધી કૂકરનું પ્રેશર પૂરું ન થઈ જાય ત્યાં સુધી કૂકરને ખોલશો નહીં. જ્યાં સુધી પ્રેશર નીકળી ન જાય. ત્યાં સુધી મસાલા પાવડરને બનાવી લો. એક પેનમાં કાળા મરી, જીરું અને આખા ધાણા નાંખો અને સ્પેટુલાથી હલાવતા મસાલાને શેકી લો.
જ્યારે મસાલામાંથી સુગંધ આવવા લાગે ત્યારે ગેસ બંધ કરી દો અને મસાલાને પ્લેટમાં કાઢીને ઠંડા થવા માટે રાખો. મસાલો ઠંડો થાય એટલે તેમાંથી પાવડર બનાવી લો. હવે બાફેલા છોલે કૂકરનું પ્રેશર પૂરું થઈ જાય પછી કૂકર ખોલો અને કૂકરમાંથી ચણા કાઢીને તેનું પાણી અલગ વાસણમાં રાખો.પાણી ફેંકશો નહીં કારણ કે તેનું પાણી છે ગ્રેવીમાં કામ આવશે.
હવે આ બાફેલા ચણામાંથી ચોથા ભાગના ચણાને કાઢી લો અને પછી તેને મિક્સર જારમાં મૂકો, ચણામાં થોડું પાણી ઉમેરો, ચણાને પીસી લો અને એક સ્મૂધ પેસ્ટ બનાવીને બાજુમાં રાખો.
હવે છોલે બનાવવા માટે, એક પેનમાં તેલ મૂકી ગરમ કરવા માટે રાખો. તેલ ગરમ થાય પછી તેમાં જીરું, તજ, લવિંગ, તમાલપત્ર અને લીલી ઈલાયચી નાખીને થોડો તડકો થવા દો. પછી તેલમાં તૈયાર કરેલી ડુંગળીની પેસ્ટ ઉમેરો અને તેને સાંતળો.
જ્યારે ડુંગળીની પેસ્ટનો રંગ થોડો બદલાય ત્યાર બાદ તેમાં જીણા સમારેલા લીલા મરચા અને આદુ-લસણની પેસ્ટ નાખીને સાંતળો. હવે આંચ ધીમી કરો અને હવે તેમાં મસાલાનો પાવડર ઉમેરો જે સૂકા મસાલાને શેકીને પાવડર બનાવવામાં આવ્યો છે, અને તેને સારી રીતે મિક્સ કરો. પછી તેમાં કસૂરી મેથી નાખીને પણ મિક્સ કરો.
પછી તેમાં દહીં ઉમેરીને બરાબર સારી રીતે મિક્સ કરી લો. હવે દહીંને ધીમી આંચ પર ઢાંકીનેપાંચ મિનિટ પકાવો જેથી તેલ અલગ થવા લાગે (વચ્ચે વચ્ચે હલાવતા રહો), જ્યારે તમે દહીંની ઉપર તેલ જુઓ ત્યારે તમે જે છોલે ચણાની પેસ્ટ બનાવી છે તે પેસ્ટ ઉમેરો અને મિક્સ કરો.
પછી તેમાં છોલે ચણા અને તેમાં ચણાનું પાણી ઉમેરીને મિક્સ કરો. હવે તેમાં મીઠું નાખો. જો મીઠું તમારા સ્વાદ અનુસાર મિક્સ કરો. તે પછી આંચને મધ્યમ કરો અને તેમાં કાપેલા લીલા મરચા ઉમેરીને ચણાને ઢાંકીને 10 થી 12 મિનિટ સુધી પકાવો. જેથી તે ઘટ્ટ થઈ જાય, વચ્ચે વચ્ચે એક કે બે વાર ચણાને હલાવતા રહો.
નિર્ધારિત સમય પછી ચણામાં ગરમ મસાલાનો પાઉડર ઉમેરીને મિક્સ કરી લો અને લીલી કોથમીર નાખ્યા પછી ફરીથી ઢાંકી દો અને દોઢથી બે મિનિટ પકાવો. ત્યાર બાદ ગેસ બંધ કરો. તૈયાર છે તમારા ટેસ્ટી કાળા મરીના છોલે. પછી તમે તેને સર્વિંગ બાઉલમાં કાઢીને પૂરી, પરાઠા, જીરા રાઈસ અથવા રોટલી સાથે સર્વ કરો.