ચિકનગુનિયાના લક્ષણો અને તેના ઘરેલુ ઉપાય | ચિકનગુનિયા ની દવા

chikungunya upchar
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

ચિકનગુનિયા ની દવા: પાછળના કેટલાક વર્ષોથી ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના કેસો ઘણા વધી ગયા છે. બંને રોગોના એક સરખા લક્ષણોના કારણે, રોગને ઓળખવો ઘણીવાર મુશ્કેલ હોય છે. તાવ અને નબળાઈ આવવી એ સૌથી સામાન્ય લક્ષણો હોવા છતાં, મોટાભાગના લોકો તાવને નાની શરદીના લક્ષણ સમજીને અવગણે છે. આપણી આ ભૂલના કારણે, આ રોગ ઘણીવાર મોટું અને ગંભીર સ્વરૂપ ધારણ કરે છે.

વરસાદની ઋતુમાં માત્ર ડેન્ગ્યુ જ નહિ, પણ ચિકનગુનિયાની બીમારી પણ જોવા મળે છે. દર વર્ષે ચિકનગુનિયાથી પીડાતા લોકોની સંખ્યામાં વધારો થાય છે. આ એક ખૂબ જ ચિંતાનો વિષય છે અને યોગ્ય નિવારણ માટે સાવચેતી રાખવી એ જરૂરિયાત બની ગઈ છે. ચિકનગુનિયાના નિવારણ માટે, આ રોગ વિશે યોગ્ય માહિતી રાખવી પણ ખૂબ જ જરૂરી છે. સાચી માહિતી આપણને યોગ્ય સાવચેતી અને રોગને રોકવામાં મદદ કરશે.

હવે જાણો ચિકનગુનિયા શું છે? : ચિકનગુનિયા એક વાયરલ બીમારી છે, જે મચ્છરના કરડવાથી ફેલાતી હોય છે. એડીસ મચ્છરના કરડવાથી ચિકનગુનિયા વાયરસ મનુષ્યોને બીમાર કરે છે. ચિકનગુનિયાના લક્ષણો ડેન્ગ્યુ જેવા જ હોય છે. તેથી, આ બે રોગોને ઓળખવું ઘણીવાર મુશ્કેલ બની જાય છે.

છેલ્લા કેટલાક વર્ષોમાં ચિકનગુનિયાના કેસમાં ઘણો વધારો જોવા મળ્યો છે. અત્યારે ચિકનગુનિયાની રસી અને સારવાર પણ છે, પણ યોગ્ય સાવચેતી રાખવી જરૂરી છે. જો કે ચિકનગુનિયા જીવલેણ નથી, પરંતુ તેનાથી પીડિત વ્યક્તિ તીવ્ર ભૂખ, ઘણી પીડા અને નબળાઇમાંથી પસાર થતો હોય છે.

આ પણ વાંચો: જો તમે ડેન્ગ્યુ જેવા ખતરનાક તાવથી બચવા માંગતા હોય તો આ 5 આયુર્વેદિક ટિપ્સ અપનાવો

હવે જાણો ચિકનગુનિયાના લક્ષણો : ચિકનગુનિયાના લક્ષણો સિન્ક્રમિત મચ્છર કરડ્યા પછી સામાન્ય રીતે 2 થી 12 દિવસની અંદર દેખાય છે. ચિકનગુનિયા મચ્છર મોટે ભાગે દિવસમાં જ કરડે છે. આ મચ્છરો સ્થિર સ્વચ્છ પાણીમાં ઉછરે છે અને ચિકનગુનિયાના વાયરસને ફેલાવવાનું કામ કરે છે. ચિકનગુનિયાના લક્ષણો નીચે પ્રમાણે છે.

તીવ્ર તાવ, ગંભીર પીઠનો દુખાવો, માથાનો દુખાવો, થાકની સાથે સ્નાયુમાં દુખાવો, લાલ ત્વચા અને ફોલ્લીઓ, ગળામાં દુખાવો, આંખનો દુખાવો, ઘણા મહિનાઓ અને વર્ષો સુધી શરીરમાં દુખાવો રહેવો.

હવે જાણો ચિકનગુનિયાની સારવાર (ચિકનગુનિયા ની દવા) : દર્દીને ડિહાઇડ્રેશનથી બચાવો અને દિવસભર પાણી અને જ્યુસ પીવાનું રાખવું જરૂરી છે. સમયસર દવાઓ લેવી જોઈએ. ચિકનગુનિયામાં ઘણી નબળાઈ આવે છે, તેથી જરૂરી પોષણ તત્વોથી ભરપૂર ખોરાક ખાઓ. તાવની અવગણના ન કરો અને સમયસર ડોક્ટરને મળો. સારો આરામ કરવાથી શરીરને સ્વસ્થ રાખવામાં મદદ મળે છે. જો રોગ ગંભીર સ્વરૂપ ધારણ કરે છે, તો ડોક્ટરની સલાહ પર હોસ્પિટલમાં જાઓ.

જાણો ચિકનગુનિયા સામે લડવા માટે ઘરેલું ઉપાય : દાદી પાસે દરેક વસ્તુ માટે નુસખા હોય છે અને ચિકનગુનિયા માટે ફાયદાકારક ઘરેલું ઉપચાર છે. આ નુસ્ખાની મદદ થી તમે ઘરે જ ચિકનગુનિયા સામે લડી શકો છો. આ ઘરેલુ ઉપચાર ચિકનગુનિયાના લક્ષણોમાં રાહત આપવા માટે અસરકારક છે.

આદુ ચા અને ગ્રીન ટી ખૂબ ફાયદાકારક છે. આઇસ પેક સોજો અને દુખાવાને દૂર કરવામાં મદદ કરે છે. ગિલોયનો રસ પીવાથી તાવ સામે લડવામાં મદદ કરે છે. પપૈયાનો જ્યુસ બ્લડ પ્લેટલેટ ને વધારવામાં મદદ કરે છે. તુલસીના પાનને ચા અથવા પાણીમાં ઉકાળીને પીવાથી રોગપ્રતિકારક શક્તિ વધારવામાં અને ભૂખ દૂર કરવામાં મદદ કરે છે. નાળિયેર પાણી ડિટોક્સિફાય અને હાઇડ્રેટેડ રહેવા માટેની એક સરસ રીત છે.

ચિકનગુનિયાથી કેવી રીતે બચી શકાય : રોગથી બચવું એ સમજદારી છે અને ચિકનગુનિયા મચ્છરના કરડવાથી થાય છે. આથી આવા કેટલાક ઉપાયો અપનાવવા જરૂરી છે જે આ રોગને ફેલાતો અટકાવે અને શું પગલાં લેવા તે નીચે આપેલ છે. ચિકનગુનિયા મચ્છર જમા થયેલું પાણીમાં ઉછરે છે. તેથી કોઈ પણ પાણીને એક જગ્યાએ સ્થિર ન થવા દેવું જોઈએ.

કુલરના પાણીને અઠવાડિયામાં ઓછામાં ઓછું એક વખત બદલો. માટલું, વાસણો અને ઘરની આસપાસ પાણીને જમા ન થવા દો. મચ્છર મારવાનો સ્પ્રેનો ઉપયોગ કરો. મચ્છરોને દૂર ભગાડવા માટે નીલગિરી તેલનો ઉપયોગ કરો. બહાર જતી વખતે તમે અને તમારા બાળકો માટે સંપૂર્ણ શરીર ઢંકાયેલા કપડાં પહેરો.

બારીઓ અથવા દરવાજાઓ પર જાળી લગાવો. ચોક્કસ સફાઈ રાખો. જો તમને તાવ હોય તો ડોક્ટરને મળીને યોગ્ય પરીક્ષણ કરાવો. યોગ્ય માહિતી સાથે, આપણે ચિકનગુનિયા જેવા ખતરનાક રોગો સામે લડી શકીએ છીએ અને તેના યોગ્ય નિવારણ માટે કામ કરી શકીએ છીએ.

તમને અમારી આ પોસ્ટ પસંદ આવી હોય તો આગળ જરૂરથી મોકલજો, જેથી બીજા સુધી આ માહિતી પહોંચે. ગુજરાતી ભાષામાં આવી અવનવી રસોઈ ટિપ્સ, સ્વાસ્થ્ય, ટિપ્સ અને ટ્રીક, રેસિપી જોવા અને નવી- નવી રેસિપી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો રસોઈ ની દુનિયા.

Comments are closed.