ચોખાનો લોટ આપણા રસોડાની એક મૂળભૂત સામગ્રી છે અને તેનો ઉપયોગ કરીને આપણે એક નહીં પરંતુ ઘણી વાનગીઓ બનાવવા માટે કરીએ છીએ. સામાન્ય રીતે ચોખાના લોટનો ઉપયોગ ઢોકળા, ખીચું, પાપડ વગેરે જેવી ઘણી વાનગીઓ બનાવવા માટે થાય છે.
પરંતુ જો અમે તમને એક પ્રશ્ન પૂછીએ કે તમે ક્યારેય રસોઈ બનાવવા સિવાય કોઈ બીજા કામ માટે ચોખાના લોટનો ઉપયોગ કર્યો છે ખરા? તો તમારો જવાબ શું હશે?? કદાચ તમારી પાસે પણ આ પ્રશ્નનો કોઈ ચોક્કસ જવાબ નહિ હોય.
હા, તો આજે આ લેખમાં અમે તમને ચોખાના લોટના કેટલાક અનોખા ઉપયોગો વિશે જણાવીશું. ચોખાના લોટના આ અનોખા ઉપયોગો વિશે જાણીને તમે પણ ઘણા મુશ્કેલ કામોને થોડીવારમાં જ કરી શકો છો, તો ચાલો જાણીએ કેવી રીતે.
તાંબુ સાફ કરવા માટે : તાંબાને સાફ કરવા માટે ચોખાનો લોટ, મીઠું અને સફેદ વિનેગરનો ઉપયોગ કરી શકાય છે. આ માટે એક વાસણમાં ચોખાનો લોટ, વિનેગર, મીઠું અને જરૂરિયાત મુજબ પાણી નાખીને પેસ્ટ બનાવો. હવે આ પેસ્ટને પિત્તળ અથવા તાંબા પર સારી રીતે લગાવીને થોડીવાર સૂકવવા માટે છોડી દો. હવે આ પેસ્ટને હૂંફાળા પાણીથી સાફ કરો. આમ કરવાથી તાંબાના વાસણો ચમકશે.
હાથ સાફ કરવા માટે : કદાચ તમે આ રીતે ઉપયોગ નહિ કર્યો હોય,પરંતુ એવી ઘણી સ્ત્રીઓ છે જેઓ હાથ સાફ કરવા માટે ચોખાના લોટનો ઉપયોગ કરે છે. જો ગાર્ડનિંગ કર્યા પછી તમારા હાથ થોડા ગંદા દેખાય છે અથવા ચમક ગુમાવી દીધી છે તો તે ચમક પાછી લાવવા માટે ચોખાના લોટનો ઉપયોગ કરી શકો છો.
સ્ટેનલેસ સ્ટીલની સફાઈ : ઘરમાં રહેલા કોઈપણ સ્ટેનલેસ સ્ટીલ વાસણો અથવા ઉપકરણોને સાફ કરવા માટે ચોખાના લોટનો સરળતાથી કરી શકાય છે. સ્ટેનલેસ સ્ટીલની ચમક જાળવી રાખવા માટે વાસણને સાફ કર્યા પછી એક ચમચી ચોખાના લોટથી સાફ કરો.
રસોડાના સ્ટીલના સિંકને સાફ કરવા માટે ચોખાના લોટનો ઉપયોગ કરી શકાય છે. આ માટે સિંક સાફ કર્યા પછી સિંકમાં એક ચમચી ચોખાનો લોટ નાખીને થોડી વાર માટે રહેવા દો અને પછી તેને પલાળીને ક્લિનિંગ બ્રશથી સાફ કરો.
કીડીઓ ભગાડવા માટે : ઘરમાં કીડીઓ આવી જવી એક સામાન્ય વાત છે. ક્યારેક રસોડામાં કીડીઓ દેખાવા લાગે છે તો ક્યારેક ઘરના બીજા રૂમમાં દેખાવા લાગે છે અને એક નહીં પણ હજારોની સંખ્યામાં આવી જાય છે. તો આવી સ્થિતિમાં તમે આ કીડીઓને ઘરમાંથી ભગાડવા માટે ચોખાના લોટનો ઉપયોગ કરી શકો છો.
આના માટે જ્યાં કીડીઓ દેખાય છે તમે તે જગ્યાએ એક લાઇન બનાવો અને તેને થોડીવાર માટે છોડી દો. આમ કરવાથી કીડીઓ થોડી જ વારમાં તે જગ્યાએથી ભાગી જાય છે અને એવું કહેવાય છે કે કીડીઓને ચોખાના લોટની ગંધ ગમતી નથી, તેથી તે ત્યાંથી જગ્યાએથી ભાગી જાય છે.
ખાતર તરીકે : ચોખાનો લોટ છોડ માટે ખાતર તરીકે પણ ઉપયોગ કરી શકાય છે. જો કોઈ કારણસર ચોખાના લોટમાં કીડા પડી ગયા છે અથવા લોટ બગડી ગયો હોય તો તેને ફેંકી દેવાં બદલે, બગડેલા ચોખાના લોટને એકથી બે દિવસ તડકામાં રાખો અને બીજા દિવસે આ લોટમાં એકથી બે મગ માટી ઉમેરીને બરાબર મિક્ષ કરી લો.
હવે આ માટીને છોડના કુંડાળામાં નાખો. જો છોડમાં નાના જંતુઓ અથવા કીડીઓ હોય તો પણ તમે તેનાથી છુટકારો મેળવવા માટે ચોખાના લોટનો ઉપયોગ કરી શકો છો. આ માટે છોડની આસપાસ અથવા પાંદડા પર ચોખાનો લોટ છાંટી દો. કીડીઓ ક્યારેય છોડ પર નહિ આવે.
બીજા કામો માટે તેનો ઉપયોગ : જો તમારા રસોડામાં રહેલા કોઈપણ વાસણો અથવા કન્ટેનરમાં તેલના નિશાન દેખાય છે તો તેને સાફ કરવા માટે ચોખાના લોટનો ઉપયોગ કરી શકાય છે. તમે ચોખાના લોટમાં એકથી બે ચમચી ખાવાનો સોડા ભેળવીને બાથરૂમની સિંકની સફાઈ કરો શકો છો.
ચહેરા પરના ખીલને દૂર કરવા માટે ચોખાના લોટનો ઉપયોગ કરી શકાય છે. જો તમારી ત્વચા વધારે નાજુક છે તો તમારે તેનો ઉપયોગ ના કરવો જોઈએ. કાચની બરણીને સાફ કરવા માટે તેનો ઉપયોગ કરી શકો છો.
જો તમને આ જાણકરી પસંદ આવી છે તો તેને તમારા ફ્રેન્ડ સુધી પહોંચાડો, જેથી કરીને તે પણ ચોખાના લોટના ઉપયોગો વિષે જાણી શકે. આવા જ વધારે લેખો જાણવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.