મલાઈ માંથી વધારે ઘી કાઢવા માટે તમે તેમાં બરફ નાખીને મિક્સરમાં ગ્રાઈન્ડ કરી લો. તેનાથી બધું જ માખણ અલગ થઈને ઉપર આવી જશે અને પાણી નીચે રેહશે. આ પાણીનો ઉપયોગ તમે છાસ તરીકે કાઢી બનાવવામાં તેમજ રાવ ઈડલીના ખીરામાં પણ કરી શકાય છે.
પરફેક્ટ ફ્રેન્ચ ફ્રાઈઝ બનાવવા માટે બટાકાને કાપીને તેને 2 થી 3 મિનિટ માટે પાણીમાં ઉકાળો. ત્યારબાદ તેને પાણીમાંથી કાઢીને ચોખ્ખા નૅપ્કિન અથવા ટીશ્યુ પેપર પાર પથારી લો. આવું કરવાથી ફ્રેન્ચ ફ્રાઇઝમાં રહેલું બધું જ પાણી શોષાઈ જાય. હવે તેના પણ કોર્નફ્લોર છાંટીને ઝીપલૉક બેગ અથવા એરટાઈટ ડબ્બામાં બેન્ડ કરી ફ્રિઝરમાં મૂકી દો.થોડા સમય બાદ ફ્રિઝરમાંથી કાઢી તરજ જ તળી લો.
ઇન્સ્ટન્ટ ક્રિસ્પી ક્રન્ચી બટાકાની ચિપ્સ બનાવવા માટે બટાકાની પાતળી સ્લાઈસ કાપીને તેને બરફવાળા પાણીમાં થોડી વાર માટે રાખો અને તે પછી તરત જ તળી લો. આવું કરવાથી ચિપ્સ ક્રિસ્પી બનશે.
કોઈ પણ ગ્રેવીમાં તેલ અથવા ઘી વધારે પડી ગયું હોય તો તેને થોડી વાર માટે ફ્રિઝરમાં મૂકી દો. તેનાથી તેના ઉપર તરતું તેલ જામી જશે અને જામ્યા બાદ તમે તેને સરળતાથી કાઢી શકો છો. ત્યારબાદ સર્વ કરવા માટે ફરી તેને ગરમ કરો.
પ્લેન મેયોનિઝમાં લીલી ચટણી અથવા ટોમેટો-ચીલી સોસ કે પછી સમારેલા ધાણા -ફુદીનો ઉમેરો. તદ્દન નવા સ્વાદવાળું ડીપ અથવા સ્પ્રેડ તમને મળશે.
લસણની 10 થી 12 કળીઓને ઝીણી સમારીને તેને એક ચમચી જેટલા તેલમાં બ્રોઉન રંગની ન થાય ત્યાં સુઘી ફ્રાય કરો. ત્યારબાદ તેને પાણી કાઢેલા દહીંમાં મીઠું, ચિલી ફ્લેક્સ અને ઝીણા સમારેલા ધન સાથે મેળવો. તમારું હેલ્ધી અને ટેસ્ટી સેન્ડવિચ સ્પ્રેડ અને ડીપ તૈયાર છે.
તમને અમારી આ રેસિપી પસંદ આવી હોય તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો અને તમારા અભિપ્રાય અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ગુજરાતી ભાષામાં આવી અવનવી રેસિપી જોવા અને નવી- નવી રેસિપી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો રસોઈ ની દુનિયા.