જ્યારે પણ ઘરની સાફ સફાઈની વાત આવે છે ત્યારે કપડાં ધોવા એ એક એવું કામ છે જે ઘરની મહિલાઓએ દરરોજ કરવું પડે છે અને આવી સ્થિતિમાં મહિલાઓ પોતાના કામને સરળ બનાવવા માટે વોશિંગ મશીનનો ઉપયોગ કરે છે. વોશિંગ મશીન હવે આપણી જરૂરિયાત બની ગઈ છે.
વોશિંગ મશીન પણ ઘણા પ્રકરણ આવે છે, એમાં દરેકમાં એક અલગ અલગ મોડ આપેલા હોય છે. આ વોશિંગ મશીનોમાં ફુલ ઓટોમેટિક મશીનને ખૂબ જ પસંદ કરવામાં આવે છે, કારણ કે આમાં તમારે કોઈ મહેનત કરવાની જરૂર પડતી નથી અને કપડાં ખૂબ સરળતાથી ધોવાઈ જાય છે.
જો કે, ફૂલ ઓટોમેટિક મશીનમાં પણ ઘણી વેરાઈટી મળી રહે છે. જેમાં ફ્રન્ટ લોડ અને ટોપ લોડ વોશિંગ મશીન આવા બે પ્રકારના મશીન આવે છે, જેને ખૂબ જ પસંદ કરવામાં આવે છે. આ બંને ફૂલ ઓટોમેટિક મશીનો છે.
હવે જયારે મહિલાઓ તેને ખરીદવા બજારમાં જાય છે ત્યારે તેઓ સમજી શકતા નથી કે આ બંનેમાં શું તફાવત છે અને કયું ખરીદવું જોઈએ. તો આજે આ લેખમાં અમે તમને ફ્રન્ટ લોડ અને ટોપ લોડ વોશિંગ મશીન વચ્ચેનો તફાવત જણાવીશું, જેને જાણ્યા પછી તમારા માટે તમારા ઘર માટે શ્રેષ્ઠ વોશિંગ મશીન પસંદ કરવું સરળ બની જશે.
કપડાં ધોવાનો સમય
જો કપડાં ધોવાની વાત આવે ત્યારે વોશિંગ મશીન કેટલો સમય લે છે તે એક મહત્વપૂર્ણ પાસું છે. સામાન્ય રીતે, ટોપ લોડ મશીનને એક સમયે કપડાં ધોવામાં 30 થી 40 મિનિટ લાગે છે.
જ્યારે ફ્રન્ટ લોડ મશીનમાં એક ચક્રમાં કપડાં ધોવામાં લગભગ 1 કલાક લાગી શકે છે. જો કે ઘણીવાર સમય ઓછો પણ લાગી શકે જયારે કપડાં થોડા હોય તો. સામાન્ય રીતે, ટોપ લોડ મશીન ઝડપી કપડાં ધોવાનું કામ કરે છે કારણ કે તેમાં કપડાં પાણીમાં પુરા ડૂબી જાય છે.
આ પણ વાંચો: વોશિંગ મશીનમાં આ 4 વસ્તુઓને ધોવાની ભૂલ ક્યારેય ના કરો, નહીં તો વસ્તુઓની સાથે વોશિંગ મશીન પણ બગડી જશે
કપડાં ધોવાની સારી કામગીરી
જો કે ટોપ-લોડિંગ વોશિંગ મશીનમાં કપડાં ધોવા સરળ હોવા છતાં તમને વધારે સારી ક્લિનીંગ નથી શકતું. બીજી બાજુ, ફ્રન્ટ લોડ વોશિંગ મશીન, તેની સરખામણીમાં, તે કપડાંને વધુ સારી રીતે ધોવે છે. આનું કારણ એ છે કે ટોપ લોડ મશીન કપડાને એક જ જગ્યાએ આગળ અને પાછળ ખસેડે છે, જ્યારે ફ્રન્ટ લોડ મશીનનું ડ્રમ કપડાંને સારી રીતે ઉપર નીચે ફેરવે છે, જેનાથી કપડાં સારી રીતે ધોવાય છે.
બીજી એક ધ્યાન આપવા જેવી બાબત એ છે કે ટોપ-લોડ વોશિંગ મશીન મોટી વસ્તુઓ, જેમ કે કમ્ફર્ટર્સ અને ગાદલાને અસરકારક રીતે સાફ કરી શકતું નથી. આ ફક્ત એટલા માટે છે કારણ કે તે પુરા પાણીમાં નથી ડૂબી શકતા.
વીજળીનો વપરાશ
જો આ બંને મશીનોમાં પાવર વપરાશની વાત કરીએ તો ફ્રન્ટ લોડ વોશિંગ મશીનમાં સેમી ઓટોમેટિક કરતાં વધુ પાવર વાપરે છે. પરંતુ ફ્રન્ટ લોડ અને ટોપ લોડ વોશિંગ મશીનમાં, ફ્રન્ટ લોડ મશીન ટોપ લોડ વોશિંગ મશીન કરતાં ઘણી ઓછી વીજળીનો વપરાશ કરે છે. આ રીતે જો તમે ઓછી વીજળીનો વપરાશ કરીને કપડાં ધોવા માંગો છો તો ફ્રન્ટ લોડ વોશિંગ મશીન ખરીદવું જોઈએ.
વોશિંગ મશીન કિંમત
કોઈપણ વસ્તુ ખરીદતી વખતે તેની કિંમત શું છે તે જાણવું ખૂબ જ મહત્વનું હોય છે. તેથી જો તમે વોશિંગ મશીન ખરીદવાનું વિચારી રહ્યા છો તો તમે ચોક્કસપણે તેને તમારા બજેટમાં ખરીદવા માંગશો.
સામાન્ય રીતે, ટોપ લોડ વોશિંગ મશીન ફ્રન્ટ લોડ વોશિંગ મશીન કરતાં સસ્તું મળતું હોય છે. જ્યારે ટોપ લોડ વોશિંગ મશીનની કિંમત 20000 રૂપિયા સુધીની છે, જ્યારે ફ્રન્ટ લોડ વોશિંગ મશીનની શરૂઆતની રેન્જ લગભગ 20000 રૂપિયાથી શરૂ થતી હોય છે.
હવે જો તમે ઘર નવું વોશિંગ મશીન લેવાનું વિચારી રહયા છો તો આ ઉપર જણાવેલી તમામ બાબતો તમને મદદ કરી શકે છે. જો તમને આ લેખ ગમ્યો હોય રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.
આ પણ વાંચો
ઘરમાં એક નાનું વોશિંગ મશીન છે તો એક સાથે ઘણા કપડાં ધોવા માટે ટિપ્સ
કોઈ પણ ખર્ચ વગર ગંદુ દેખાતા વોશિંગ મશીનને અંદરથી અને બહારથી માત્ર 10 મિનિટમાં સાફ કરો