face skin tightening exercises in gujarati
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

શું તમે લટકતી ત્વચા અને પેટની જિદ્દી ચરબીને કારણે તમારી ઉંમર કરતાં ઘરડા દેખાવા લાગો છો? પરંતુ આ માટે તમે મોંઘા ઉપાયો કરવા નથી માંગતા અને સસ્તા અને અસરકારક ઉપાયોની શોધમાં છો તો આ લેખ તમારા માટે છે.

દરરોજ થોડી મિનિટ યોગ કરવો સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે, જે આપણને ફિટ અને સ્વસ્થ રાખે છે અને આ સાથે પરેશાન મનને પણ શાંત કરવામાં મદદ કરે છે. તમે એમ પણ કહી શકો છો કે દરેક સમસ્યા માટે યોગાસન સારા છે.

પરંતુ અમુક કેટલાક યોગાસન ત્વચાના સ્વાસ્થ્યને પણ સુધારી શકે છે અને કરચલીઓ જેવી સમસ્યાઓને પણ દૂર કરવામાં અસરકારક છે. આ સિવાય પેટની ચરબી ઘટાડવામાં પણ યોગાસનો મદદ કરી શકે છે.

આજે અમે તમને એવા જ એક ખાસ યોગાસન એટલે કે મત્સ્યાસન વિશે જણાવી રહ્યા છીએ, જે ત્વચાને ટાઈટ કરવાની સાથે કરચલીઓને પણ દૂર કરે છે, આ સિવાય તે મોટાપો ઓછી કરવા અને વાળ ખરતા અટકાવે છે. આ યોગાસનની સૌથી સારી વાત એ છે કે તમે તેને ઘરે જ પણ આસાની થી કરી શકો છો.

https://twitter.com/FitIndiaOff/status/1559089768709107713

મત્સ્યાસન પદ્ધતિ

આ કરવા માટે સૌ પ્રથમ તમારી પીઠ પર સૂઈ જાઓ. સૂતી વખતે તમારા બંને પગ જોડાયેલા હોવા જોઈએ. હથેળીઓ જમીન તરફ રાખીને હથેળીઓને હિપ્સની નીચે મૂકો. કોણીને એકબીજાની નજીક લાવવાનો પ્રયાસ કરો.

શ્વાસ લેતી વખતે છાતીને ઉપરની તરફ ઉંચી કરો અને માથું પણ ઉપર તરફ હોવું જોઈએ. માથાનો ઉપરનો ભાગ છે તે જમીનને સ્પર્શ થતો હોવો જોઈએ. શરીરનું બધું વજન બંને કોણીઓ પર હોવું જોઈએ. આ કરતી વખતે, જેમ તમે છાતીને ઉપર ઉપાડશો, તેમ ખભાના સ્નાયુઓ પર થોડું દબાણ આવશે.

જ્યાં સુધી તમે આ મુદ્રામાં રહી શકો ત્યાં સુધી રહો. પછી શ્વાસ છોડો અને મૂળ સ્થિતિમાં પાછા આવો. સૌ પ્રથમ, માથું ઊંચું કરો અને છાતીને જમીન પર લાવો અને પગને સીધા કરો અને 30 સેકન્ડ આરામ કરો. જો તમે શિખાઉ છો તો તકિયાની મદદથી આ યોગ આસન કરી શકો છો.

આ પણ વાંચો: ખુરશી પર બેઠા બેઠા કરી લો આ ચહેરાની 4 કસરત, ચહેરાની બધી ચરબી ઘટીને ચહેરો સુંદર દેખાવા લાગશે

માછલી પોઝ લાભો

તમારી ગરદન, ગળા અને ખભામાં થતો તણાવ દૂર કરે છે. તમારી ગરદન અને તમારા પેટના આગળના ભાગને સ્ટ્રેચ કરે છે અને ટોન કરે છે. આ મુદ્રા દરરોજ 30 થી 60 સેકન્ડ સુધી કરવાથી માથા તરફ રક્ત પરિભ્રમણ સુધરે છે અને વાળના વિકાસમાં મદદ મળે છે.

તેનાથી ડબલ ચિનની સમસ્યા એટલે કે ઢીલી ચામડી ટાઈટ થાય છે. તે ચહેરાની ત્વચાને કડક બનાવે છે. તમે પણ આ યોગ કરીને ઢીલી ત્વચાને કડક કરો અને યુવાન બનો અને ઝડપથી વજન ઓછું કરો. આવી માહિતી માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા