vadhare pani piva mate
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

જળ એજ જીવન છે તેથી પાણી એ શરીર માટે જરૂરી પોષક તત્વ છે. આપણા શરીરનો 70 ટકા ભાગ પાણી છે. આપણે ખોરાક વિના થોડા દિવસ જીવી શકીએ છીએ પણ પાણી વગર નહીં. શરીરના નિર્માણ અને પોષણમાં પાણીની મહત્વપૂર્ણ ભૂમિકા હોવાને કારણે પાણી પૂરતી માત્રામાં પીવું જોઈએ.

જ્યારે પૂરતું પાણી પીવાની વાત આવે છે ત્યારે તે કહેવું સરળ છે કે પી લઈશું. પરંતુ આ જાણતા હોવા છતાં દરરોજ ઓછામાં ઓછું બે લિટર પાણી પીવું થોડું મુશ્કેલ છે. પરંતુ ચિંતા કરશો નહીં કારણ કે અહીં કેટલાક અનોખા ઉપાયો લાવ્યા છીએ, જેની મદદથી તમે આખા દિવસ દરમિયાન સરળતાથી વધારે પાણી પી શકશો. આવો જાણીએ કયા છે ઉપાયો.

એક લક્ષ્ય બનાવો : તમે નિયમિતપણે પૂરતું પાણી પીવાનું શરૂ કરો તે પહેલાં તમારે તે વાત પર વિચાર કરવો જોઈએ કે તમે એક દિવસમાં કેટલું પાણી પીતા હતા અને હવે તમારે દરરોજ કેટલું પાણી પીવાની જરૂર છે.

તમને ગમતી બોટલ પસંદ કરો : પાણી પીવા માટે તમને ગમતી બોટલને પસંદ કરો. તમારી પસંદગીની બોટલ જ તમને વધુ પાણી પીવા માટે પ્રોત્સાહિત કરશે. તમે આ બાબત બાળકોમાં જરૂર જોઈ હશે કે જ્યારે બાળકો પાસે નવી અથવા તેમની મનપસંદ બોટલ હોય ત્યારે તેઓ પાણી પીવા માટે વધારે ઉત્સાહિત હોય છે. આ જ વસ્તુ તમારી સાથે થઈ શકે છે.

હંમેશા પાણી સાથે કરો : ઘણીવાર તમે બહાર જાઓ છો ત્યારે પાણીની જરૂર હોય ત્યારે પાણી મળતું નથી. અને તમે હંમેશા તેને રોકી અને ખરીદી પણ નથી શકતા. જેના કારણે તમે પાણી ઓછું પીવો છો. તેથી જ્યારે પણ તમે ઘરની બહાર જાઓ છો ત્યારે દર વખતે તમારી સાથે એક પાણીની બોટલ જરૂર રાખો. બોટલ સાથે હોવાથી તમે વધારે પાણી પીવો છો.

રાત્રે પાણી તમારી સાથે રાખો : સૂતી વખતે તમારી સાથે પાણી રાખો જેથી કરીને તમે રાત્રે જાગો ત્યારે તેને પી શકો. ઘણી વખત રાત્રે પાણી લેવા જવાના ચક્કરમાં તરસ લાગે તો પણ પાણી પીવા જવામાં આળસ આવે છે અને તેઓ સવારે પાણી પીવાની હેલ્ધી આદતને પણ અપનાવી શકતા નથી. જેના કારણે તમે 7 થી 8 કલાક પાણી વગર રહેવામાં મજબુર થઇ જાઓ છો.

બોટલ હંમેશા ભરેલી રાખો : આ તમે બહાર હોય ત્યારે શક્ય નથી, પરંતુ ઘર કે ઓફિસમાં તમારી બોટલ હંમેશા ભરેલી રાખો જેથી તે ક્યારેય ખાલી ના રહે. આમ કરવાથી તમને વધુ ને વધુ પાણી પીવામાં મદદ મળશે. ઘણીવાર બોટલ ખાલી હોવાથી તમે પાણી નથી પી શકતા.

સ્ટ્રો માંથી પાણી પીવું : સ્ટ્રો થી વધુ પીવા માટે તમે ખૂબ ઝડપથી પીવો છો. આ જ રીત પાણી પર પણ લાગુ પડે છે. તેથી દિવસમાં વધારે પાણી પીવા માટે સ્ટ્રોમાંથી પાણી પીવાનો પ્રયત્ન કરો.

પાણીને ફ્લેવર આપો : પાણીમાં એક નવી ફ્લેવર ઉમેરવા માટે તમારા પાણીમાં કેટલીક જડીબુટ્ટીઓ અથવા ફળોના ટુકડા ઉમેરો, જેથી તમે ખરેખર તેને પીવા માટે તત્પર રહો. તમે લીંબુ, નારંગી અને ફુદીનો નાખી શકો છો આ બધા સૌથી સામાન્ય સ્વાદ છે, પરંતુ તમે તમારા મનપસંદનું કંઈક નવું અજમાવી શકો છો.

બીજા પીણાં પણ લો : જો તમને જ્યુસ, સોફ્ટ ડ્રિંક્સ અથવા કોફી જેવા બીજા પીણા પીવાની આદત હોય તો તેને પણ લઇ શકો છો. પરંતુ ધ્યાન રાખો કે સોફ્ટ ડ્રિંક્સ અને પેકેજ્ડ ફળોના રસમાં ઘણી બધી ખાંડ હોય છે અને પોષક તત્વ હોતું નથી અને તમારે ફક્ત કેલરીની જરૂર નથી.

તમે પણ આ ટિપ્સ અપનાવીને દિવસનું 2 થી 3 લીટર પાણી પીવામાં મદદરૂપ થશે. અમને આશા છે કે આ જાણકારી તમને પસંદ આવી હશે. આવી જ વધારે જાણકારી ઘરે બેઠા જાણવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા