how to raise mentally strong child
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

આજનો યુગ હરીફાઈનો યુગ છે અને આ હરીફાઈના યુગમાં બાળકો માત્ર શારીરિક રીતે જ નહીં પરંતુ માનસિક અને ભાવનાત્મક રીતે પણ મજબૂત હોય તે ખૂબ જરૂરી છે. જે બાળકો માનસિક રીતે મજબૂત હોય છે તે દુનિયાના પડકારો સામે સરળતાથી લડી શકે છે.

તે ના માત્ર સમસ્યાઓનો સામનો કરવા અને મુશ્કેલીઓનો સામનો કરવામાં સક્ષમ હોય છે પરંતુ તેમને નિષ્ફળતાઓ પણ તેમને રોકી શકતી નથી, તે મજબૂતાઈથી તેનો જવાબ આપે છે. જે બાળકો નાનપણથી જ માનસિક રીતે મજબૂત હોય છે તે મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ ડરતા નથી અને તેઓ ભાવનાત્મક દબાણને કારણે કોઈ ખોટો નિર્ણય લેતા નથી.

બાળકોમાં આ માનસિક શક્તિ જન્મથી જ નથી હોતી, પરંતુ તેમના ઉછેર વખતે માતાપિતા તેમને એવી રીતે તૈયાર કરે છે કે તેઓ મોટા થઈને દરેક પરિસ્થિતિનો સામનો કરે છે. એવી ઘણી ડિસિપ્લિન ટેકનીક અને શિક્ષણના સાધનો છે જે તમારા બાળકના માનસિક રીતે સ્ટ્રોંગ બનાવામાં મદદ કરી શકે છે. આજે અમે તમને આ લેખમાં આ સાધનો વિશે જણાવીશું.

મનને મજબૂત કરો : સામાન્ય રીતે ઘરોમાં માતાઓ બાળકોના શારીરિક સ્વાસ્થ્ય પર વધુ ધ્યાન આપે છે. બાળકોના સ્વસ્થ રહેવા માટે સવારે ઉઠવું, બ્રશ કરવું, ન્હાવું અને સમયસર ખાવું એ ચોક્કસપણે જરૂરી છે, પરંતુ તેની સાથે તમારે બાળકના માનસિક સ્વાસ્થ્યનું પણ એટલું જ ધ્યાન રાખવું જોઈએ.

આ માટે તમે તેમની સાથે કેટલીક માઇન્ડ ગેમ્સ રમી શકો છો. તમારે તેમને માનસિક રીતે મજબૂત રહેવાના ફાયદા વિશે જણાવવું જોઈએ. આટલું જ નહીં, જેમ બાળકના શારીરિક સ્વાસ્થ્ય માટે તમારે વર્ષમાં એકવાર ડૉક્ટરની મુલાકાત લેવી જ જોઇએ, તેમ તેને માનસિક રીતે મજબૂત બનાવવા માટે ચિકિત્સકને મળવું પણ એક સારો વિચાર છે. આ રીતે, બાળક તેના મનમાં દબાવેલી બધી વાતો સરળતાથી વ્યક્ત કરી શકે છે, સાથે જ પ્રોફેશનલી મદદ મેળવવાને કારણે તે મનને મજબૂત બનાવવામાં મદદ મળે છે.

ભૂલ થવા દો : આજના સમયમાં દરેક માતા-પિતા તેમના બાળકને દરેક પગલા પર આગળ જોવા માંગે છે અને અહીંથી તેઓ ભૂલો કરે છે. વાસ્તવમાં માતા-પિતાના આ વર્તનને કારણે બાળક ભૂલ કરતા પણ ડરે છે અને પછી તેમનો આત્મવિશ્વાસ દુમાવી બેસે છે. સામાન્ય રીતે લોકો તેમની ભૂલોમાંથી જ કંઈક શીખે છે અને જ્યારે તમે બાળક પાસેથી સંપૂર્ણતાની અપેક્ષા રાખો છો, ત્યારે તે વસ્તુઓને સારી રીતે શીખી નથી શકતો.

તેથી બાળક ભૂલો કરે છે તો તેને કરવા દો. તેને એ પણ કહો કે ભૂલો કરવાથી જ કંઈક શીખવા મળે છે અને તેથી જો તેઓ ભૂલ કરે તો શરમાવાની કે અચકાવાની કોઈ જરૂર નથી. આ રીતે બાળક ભૂલોમાંથી કંઈક શીખીને માનસિક રીતે મજબૂત બને છે.

ભયનો સામનો કરવો : આપણે બધા આપણા જીવનમાં કોઈ ને કોઈ વસ્તુથી ડરીએ છીએ. તો જો તમારું બાળક પણ કોઈ વાતથી ડરતું હોય તો પહેલા તેનો આત્મવિશ્વાસ વધારો અને પછી તેને ડરનો સામનો કરવાનું શીખવાડો. આ રીતે, જો બાળક એકવાર તેના ડરનો સામનો કરી લે છે, પછી દુનિયાની કોઈ મુશ્કેલ પરિસ્થિતિ મુશ્કેલ નથી લાગતી કારણ કે તેણે જીવનના સૌથી મોટા ભયનો સામનો કરેલો હોય છે.

બાળકોને પણ સાંભળો : જો તમે ખરેખર એવું ઇચ્છો છો કે તમારું બાળક ઇમોશનલી મજબૂત બને, તો તેમને પોતાને વ્યક્ત કરવાની તક આપો. તમે ગમે તેટલા વ્યસ્ત હોવ, પરંતુ બાળક માટે દિવસમાં દસ મિનિટ ચોક્કસ કાઢો જેથી કરીને તે તમારી સામે પોતાની લાગણીઓ વ્યક્ત કરી શકે.

જો બાળકના મનની લાગણીઓ મનમાં દટાયેલી રહેશે તો તે ક્યારેય માનસિક રીતે મજબૂત બની શકતો નથી. તમે તેમને પોતાની લાગણીઓને કેવી રીતે વ્યક્ત કરવું એ પણ શીખવાડો અને તેમની લાગણીઓને કેવી રીતે મેનેજ કરવી તે પણ કહો. એવું જરૂરી નથી કે જ્યારે પણ તે ગુસ્સે થાય ત્યારે જ તમે તેને શાંત કરો, તેમણે જાતે જ આ શીખવું પડશે. તેમ છતાં તમે તેને મદદ કરી શકો છો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા

One reply on “બાળકોને શારીરિક અને માનસિક રીતે મજબૂત બનાવવા અપનાવી લો આ કેટલીક ટિપ્સ”

Comments are closed.