ભારતીય રસોડામાં વપરાતા મસાલાઓમાંનો એક છે જીરું પાવડર, જો જેનો ઉપયોગ ના કરવામાં આવે તો તે ભોજનનો સ્વાદ બગડી જાય છે. ખાસ કરીને ગ્રેવીના શાકમાં જીરા પાવડરનો ઉપયોગ ના થતો હોય તો તે ભાગ્યે જ જોવા મળે છે. આ સિવાય પણ તે ચોક્કસપણે બીજી ઘણી વાનગીઓમાં વપરાય છે.
પરંતુ દર વખતે જીરું પાવડર ખરીદવા માટે બજારમાં જવું સારું નથી કારણ કે આજકાલ ભેળસેળવાળું જીરું પાવડર પણ મળતું હોય છે. તો આવી સ્થિતિમાં, આજે આ અમે તમને કેટલીક શાનદાર ટિપ્સ જણાવવા જઈ રહ્યા છીએ કે જેને અપનાવીને તમે શુદ્ધ જીરું પાવડર ઘરે જ બનાવી શકો છો, તો ચાલો જાણીએ બનાવવાની રીત.
જીરું પાવડર બનાવવાની રીત : જો તમે ઘરે જ શુદ્ધ જીરાનો પાઉડર બનાવવા માંગતા હોય તો તમે એક નહીં પરંતુ બે સરળ રીતે બનાવી શકો છો. આ માટે સૌથી પહેલા બજારમાંથી લગભગ 400 થી 500 ગ્રામ જીરું ખરીદીને ઘરે લાવો.
આ પછી જીરાને એક કે બે વાર સારી રીતે સાફ કરીને લગભગ 2 થી 3 કલાક માટે તડકામાં રાખો. હવે એક પેન ગરમ થાય ત્યારે તેમાં જીરું નાંખો અને તેને થોડીવાર સારી રીતે શેકી લો. શેક્યા પછી તેને મિક્સરમાં નાખીને પાવડર ના રૂપમાં પીસી લો.
જીરું પાવડર બનાવવાની બીજી રીત : તમે જીરું પાવડર બનાવવા માટે બીજી રીત પણ અપનાવી શકો છો. આ માટે સૌપ્રથમ જીરાને એકવાર સાફ કરીને થોડા કલાકો માટે તડકામાં રાખો. હવે માઇક્રોવેવને લગભગ 200 ડિગ્રી પર પ્રીહિટ કરીને ચાલુ કરો અને એક પ્લેટમાં જીરું નાખીને માઇક્રોવેવમાં મૂકો.
લગભગ 8 થી 10 મિનિટ પછી જીરુંને માઇક્રોવેવમાંથી કાઢીને મિક્સરમાં નાખીને પાવડર ના રૂપમાં પીસી લો અને ઠંડુ થયા પછી તેને એક વાસણમાં કાઢી લો.
જીરું પાવડર સ્ટોર કરવાની રીત : તમે તૈયાર કરેલા જીરા પાવડરને એક નહીં પરંતુ ઘણા દિવસો સુધી સ્ટોર કરી શકો છો. તો જીરું પાવડર સ્ટોર કરવા માટે એર કન્ટેનરનો ઉપયોગ કરવો જોઈએ. તેનાથી જીરાનો પાઉડર ઝડપથી બગડતો નથી. જીરા પાવડરને ખુલ્લા વાસણમાં રાખવાથી ઝડપથી બગડી જાય છે.
તમે તેનો ઉપયોગ શાક, ચિકન વગેરે બનાવવા માટે કરી શકો છો. જો તમને આ માહિતી પસંદ આવી હોય તો તેને તમારા ફ્રેન્ડ સર્કલમાં મોકલો અને આવા જ વધારે લેખો વાંચવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.