પિત્ત મેટાબોલિઝમ અને શરીરમાં થતા પરિવર્તનને નિયંત્રણ કરવા માટે જાણીતું ત્રણ દોષોમાંથી એક છે. ટૂંકમાં કહીએ તો, પિત્ત દોષ પાચન શક્તિ અથવા ‘અગ્નિ’ સાથે સંબંધિત છે અને તેનું અસંતુલન ને કારણે અસ્વસ્થતા અને પેટ સંબંધિત બિમારીઓ થાય છે.
ગરમીની ઋતુને પિત્ત ઋતુ કહેવાય છે. જ્યારે શરીરમાં પિત્તનો અતિશય સંચય થઇ જાય છે ત્યારે તમે ઘણી બાબતોનો અનુભવ કરી શકો છો. જેમ કે શરીરમાં વધુ ગરમી, ગેસ અથવા અપચો, સાંધાનો સોજો, ઉબકા, ઝાડા, કબજિયાત, ગુસ્સો અને ચીડિયાપણું, શ્વાસમાંથી દુર્ગંધ, શરીરની ગંધ, વધારે પરસેવો, એનિમિયા અને વાળ ખરવા.
પિત્તને નિયંત્રિત કરવાની રીત
પિત્ત દોષને સંતુલિત કેવી રીતે કરવો તેના પર તાત્કાલિક ધ્યાન આપવાની જરૂર છે, પરંતુ શરીરમાં પિત્ત અસંતુલન કેમ થાય છે તેના કારણો પણ જાણવા પણ એટલું જ જરૂરી છે. એવા ઘણા કારણો છે જે પિત્ત અસંતુલનના સંચયમાં ફાળો આપે છે. તેમાંના કેટલાક નીચે મુજબ છે.
પ્રિઝર્વેટિવ્સનું વધુ પડતું સેવન કરવું, સૂર્યના સંપર્કમાં વધારે રહેવું, ઘણા બધા કેમિકલ્સના સંપર્કમાં આવવું, ભાવનાત્મક અથવા શારીરિક તણાવ વગેરે વગેરે. પરંતુ હવે તમે ચિંતા લારશો નહીં કારણ કે આજે અમે તમને એક એવા જ નુસખા વિશે જણાવીશું જે તમને પિત્તાને કંટ્રોલ કરવામાં મદદ કરી શકે છે.
હા, અમે આ લેખમાં વાત કરી રહ્યા છીએ કાળા કિસમિસની. આયુર્વેદ નિષ્ણાત મુજબ કાળી કિસમિસ એ તમામ ડ્રાય ફ્રૂટ્સમાં સૌથી અદ્ભુત છે, જેમાં સૌથી વધુ આયુર્વેદિક ઉપયોગ છે જ્યાં પિત્ત શમનના સંકેતો છે.
વાળ ખરતા ઘટાડવા, લોહીમાંથી અશુદ્ધિઓ દૂર કરવા અને હાઈ બ્લડ પ્રેશર ઘટાડવાથી લઈને એનિમિયાને રોકવા માટે, કાળી કિસમિસને તમારી ડાયટમાં સમાવેશ કરવાનો ઉત્તમ વિકલ્પ છે કારણ કે તેમાં કુદરતી એન્ટી-ઓક્સિડન્ટ્સ હોય છે અને તે આયર્ન પુષ્કળ પ્રમાણમાં હોય છે.
આ પણ વાંચો: જો વિટામિન ડી નું સ્તર ઘટી રહ્યું છે તો ઇમ્યુનીટી સાથે જોડાયેલી આ સમસ્યાઓ થઇ શકે છે
કાળી કિસમિસના ફાયદા
સફેદ વાળ અને વાળને ખરતા અટકાવે છે. બ્લડ પ્રેશરને નિયંત્રિત રાખે છે (પોટેશિયમ લોહીમાં સોડિયમ ઘટાડવામાં મદદ કરે છે). એનિમિયાને દૂર રાખે છે અને પીરિયડ્સમાં ખેંચાણ ઘટાડે છે. ખરાબ કોલેસ્ટ્રોલ સામે લડે છે (એલડીએલ કોલેસ્ટ્રોલ ઘટાડે છે). મૌખિક સ્વાસ્થ્ય માટે સારું અને એસિડિટી ઘટાડવામાં મદદ કરે છે.
પલાળવું શા માટે જરૂરી છે
કિસમિસને પલાળીને રાખવું જરૂરી છે કારણ કે ડ્રાયફ્રુટ તમારા વાત દોષને વધારે છે અને ગેસ્ટ્રિક સમસ્યાઓને પ્રોત્સાહન આપી શકે છે. કિસમિસને પલાળીને ખાવાથી પચવામાં પણ સરળતા રહે છે.
કાળા કિસમિસનો ઉપયોગ કેવી રીતે કરવો
મુઠ્ઠીભર કિસમિસને આખી રાત પલાળી રાખો અને બીજા દિવસે સવારે ખાલી પેટ તેનું સેવન કરો. જો તમે સ્વસ્થ અને આકર્ષક રહેવા માંગતા હોય તો કાળી કિસમિસનું નિયમિત સેવન કરો. સ્વસ્થ રહો, મસ્ત રહો!
તમે પણ ઉપર જણાવ્યા પ્રમાણે કિસમિસને તમારા આહારમાં સામેલ કરીને પિત્તને નિયંત્રિત કરી શકો છો. આશા છે કે તમને આ જાણકરી ગમી હશે તો આવી જ વધુ માહિતી મેળવવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.