કોઈપણ ઘરમાં રસોડું એ મહત્વપૂર્ણ ભાગ હોય છે અને તે મહિલાઓના હૃદયની સૌથી નજીક હોય છે. મોટાભાગની મહિલાઓનો મોટિયાભાગનો સમય રસોડામાં જ પસાર થાય છે. મહિલાઓ રસોડામાં ભાવનાત્મક રીતે જોડાયેલી હોય છે અને તેથી જ તે ઘરમાં રહેતા લોકોના સારા સ્વાસ્થ્યનું રહસ્ય પણ રસોડામાં જ છુપાયેલું છે.
એટલા માટે રસોડાને વ્યવસ્થિત રાખવું અને સ્વચ્છ – સુંદર રાખવું પણ ખૂબ જ જરૂરી છે. જો રસોડું વ્યવસ્થિત અને સ્વચ્છ ના હોય તો તમે પોતે જ કામ કરવામાં મૂંઝવણ અનુભવ થશે. રસોડાને સાફ રાખવું પણ જરૂરી છે પણ એટલું મહેનતવાળું કામ પણ છે, પણ જો રસોડું સાફ નહિ હોય તો ઘરના લોકો બીમાર પણ પડી શકે છે.
પરંતુ સૌથી મોટી સમસ્યા રસોડાને સ્વચ્છ રાખવાની છે કારણ કે તે એવી જગ્યા છે જે રોજેરોજ રસોઈ બનાવતી વખતે ગંદી થઈ જાય છે અને તેને સાફ કરવું પણ મુશ્કેલ લાગે છે. રસોડામાં કામ કરવું અને પછી તેને સાફ કરવું એ બંને સખત મહેનતવાળું કામ છે.
રસોડું સાફ સુથરું કોને નથી ગમતું પરંતુ પ્રશ્ન એ છે કે રસોડાને સ્વચ્છ કેવી રીતે રાખવું. પરંતુ શું તમે જાણો છો કે રસોડામાં સફાઈ કરવાની પણ પોતાની એક અલગ રીત હોય છે. ઘણી સ્ત્રીઓ એવી છે જે રસોઈ બનાવતી વખતે આખા રસોડાને સંપૂર્ણ રીતે વ્યવસ્થિત રીતે સાફ સુથરું રાખે છે. તે જ સમયે કેટલીક મહિલાઓ એવી હોય છે જે રસોડામાં કામ કરતી વખતે બધું ફેલાવે છે.
પરંતુ હવે તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી કારણ કે અમે તમને એવી 5 ટિપ્સ જણાવીશું જેના દ્વારા તમે કિચનને સારી રીતે સાફ રાખી શકો છો. તો આવો જાણીએ કઈ છે સરળ ટિપ્સ.
1. રસોડાની દિવાલો પર લાગેલી ટાઈલ્સને સાફ કરવા માટે ડીશ-વોશિંગ સ્ક્રબરમાં સાબુ લગાવીને દિવાલોને હળવા હાથે ઘસો. પછી એક સ્વચ્છ કપડાને પાણીમાં પલાળીને તેનાથી 2 થી 3 વાર દિવાલોને સાફ કરો. આમ કરવાથી ટાઇલ્સ સંપૂર્ણપણે સ્વચ્છ દેખાશે અને ચમકવા લાગશે. જો કે તમે ટાઇલ્સ સાફ કરવા માટે બ્લીચ, વિનેગર અને બેકિંગ સોડાનો પણ ઉપયોગ કરી શકો છો.
2. સિંકને સાફ કરવા માટે તેમાંથી ગ્રીસની ચીકાસને દૂર કરવા માટે સિંકમાં ગરમ પાણી રેડો. આ પછી તેમાં સફેદ વિનેગર ઉમેરો અને બેકિંગ પાવડરથી સિંકને સાફ કરો. સિંક નવાની જેમ ચમકવા લાગશે. નળને સાફ કરવા ટૂથબ્રશમાં સાબુ અથવા સર્ફેક્ટન્ટથી સાફ કરો.
3. રસોડામાં રાખેલી કચરાના ડબ્બાને અથવા કચરાપેટીને હંમેશા સાફ રાખો અને દરરોજ કચરાપેટીમાં રાખવામાં આવેલી બેગને બદલો. ગેસની ચિકાસ સાફ કરવા માટે ક્લીનરથી સાફ કરો અને બર્નરને અલગથી સાફ કરવા માટે બહાર કાઢીને સાબુ અને પાણીથી સાફ કરો.
4. ફ્રીજની સફાઈ કરવા માટે એક મગમાં ગરમ પાણી લો અને તેમાં થોડો બેકિંગ સોડા ઉમેરો. હવે આ બેકિંગ સોડાના મિશ્રણથી ફ્રિજને સારી રીતે સાફ કરો. તેનાથી ફ્રિજ સારી રીતે સાફ થઇ જશે અને તેમાં રહેલા કીટાણુઓ પણ મરી જશે.
5. તમે રસોડાના કેબિનેટને સાફ કરવા માટે સફેદ વિનેગર અને લીકવીડ શોપનો ઉપયોગ કરી શકો છો. આ માટે તમે સફેદ વિનેગર અને લિક્વિડ સોપને સારી રીતે મિક્સ કરીને ગંદા કેબિનેટ પર ઘસો. હવે એક સ્વચ્છ કપડું લઈને તેને ભીનું કરીને તેનાથી કેબિનેટ સાફ કરો. કેબિનેટ પહેલાની જેમ સ્વચ્છ દેખાવા લાગશે.
6. રસોડાના ફ્લોર એટલે કે કિચન ફર્શને સાફ કરવા માટે ફ્લોરમાં થોડો ડીશ ધોવાનો ભીનો સાબુ નાખો અને તેનાથી ઘસો. ત્યાર બાદ ત્યાં પોતું કરી લો. ફ્લોર ચમકશે. જો તમે આ રીતે સાફ કરવા નથી માંગતા તો ફ્લોરને ચમકદાર બનાવવા માટે તેને વિનેગરમાં ગરમ પાણી ઉમેરીને પણ સાફ કરી શકો છો.
7. હવે રસોડામાં રાખેલા માઇક્રોવેવને પણ સાફ રાખવું ખૂબ જરૂરી છે, આ માટે એક બાઉલમાં પાણી લો અને તેમાં લીંબુનો રસ નાખીને, હવે તેને માઇક્રોવેવની અંદર મૂકો અને તેને ચાલુ કરો, તેને 5 મિનિટ સુધી ચાલવા દો અને પછી માઇક્રોવેવ બંધ કરો, આ બાઉલ બહાર કાઢો અને પેપર ટુવાલથી માઇક્રોવેવની અંદરની બાજુ સાફ કરો.
આ ટિપ્સ અપનાવ્યા પછી અમે આશા રાખીએ છીએ કે તમારું રસોડું ચમકતું અને સંપૂર્ણપણે સ્વચ્છ અને ક્લીન દેખાશે. જો તમને આ ટિપ્સ ગમી હોય તો તમારા ફેમિલીમાં પણ મોકલજો, આવી જ બીજી કિચન ટિપ્સ અને રેસિપી જાણવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.