kitchen sink cleaning hacks
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

રસોડામાં સૌથી વધુ સિંકનો ઉપયોગ થાય છે, પરંતુ ઘણી વાર કોઈ કારણોસર સિંક ભરાઈ જાય છે અને તેમનું સામાન્ય કારણ વાસણ ધોતી વખતે સિંકમાં કચરો પડવો અથવા ખોરાક ફસાઈ જવો વગેરે.

ભરાયેલા સિંકને કારણે તેમાં પાણીની અવરજવર બંધ થઇ જાય છે અને વાસણ ધોવામાં મુશ્કેલી પડે છે, પરંતુ જો પાણી ઘણા દિવસો સુધી ભરાયેલું રહે તો તેમાંથી દુર્ગંધ આવે છે અને જીવજંતુઓ પણ આવવા લાગે છે. તેથી જ સિંકનો ઉપયોગ કરીને નિયમિત સફાઈ કરવી ખૂબ જ જરૂરી છે.

પરંતુ રોજબરોજ રસોડાના સિંકને સાફ કરવું સરળ કામ નથી કારણ કે સિંકની સાથે તેની પાઈપ પણ સાફ કરવી પડે છે. સિંકને સાફ કરતી વખતે કેટલીક વસ્તુઓનો ભૂલથી પણ ઉપયોગ ના કરવો જોઈએ, નહીંતર ડ્રેઇનની સાથે પાઇપને પણ નુકસાન પહોંચાડી શકે છે. તો આજે આપણે લીંબુના રસથી કોઈ પણ ડર વગર સિંક સાફ કેવી રીતે કરવું તે જાણીશું.

લીંબુનો રસ અને ખાવાનો સોડા : જો કિચન સિંક બ્લોક થઇ ગયું છે તો તમે તેના પાઇપમાં ખાવાનો સોડા અને લીંબુનું સોલ્યુશન રેડી શકો છો. આ ફક્ત તમારા સિંકને પણ ખોલી કાઢશે અને તેના નળીમાં રહેલી ગંદકીને પણ દૂર કરશે. ચીકાશ પણ ઓછી થઇ જશે અને ગંદકી પણ સાફ થાય છે.

સિન્કમાં એક કપ ગરમ પાણી રેડો અને તેમાં 1-2 ચમચી ખાવાનો સોડા અને લીંબુનો રસ ઉમેરીને મિક્સ કરો. આ મિશ્રણને થોડીવાર સિંકમાં જ રહેવા દો અને થોડીવાર પછી તેને સ્વચ્છ પાણીથી ધોઈ લો અને સ્વચ્છ કપડાથી સાફ કરી લો.

લીંબુનો રસ અને ઈનો : આ માટે, એક બાઉલમાં લીંબુનો રસ અને ઈનો મિક્સ કરીને લગભગ 15 મિનિટ માટે આ રીતે રહેવા દો. ત્યાર બાદ સિંકની આસપાસ લીંબુ અને ઈનોનું મિશ્રણ રેડો. હવે સ્પોન્જથી સ્ક્રબ કરીને સ્વચ્છ પાણીથી ધોઈ લો. જો તમે દરરોજ આ રીતે સિંક સાફ કરશો તો હંમેશા સાફ રહેશે ભરાશે નહીં.

સાફ કરવા માટે સામગ્રી : સાફ કરવા માટે કપડું, સ્પોન્જ, ખાવાનો સોડા અને લીંબુ

સિંકને સાફ કરવા માટે સૌથી પહેલા સિંકને ખાલી કરો એટલે કે તેમાં રહેલી ગંદકીને સાફ કરો. હવે એક બાઉલમાં ખાવાનો સોડા અને લીંબુનો રસ નાંખો અને આ સોલ્યુશનને સિંક અને તેની પાઈપમાં નાખો.

હવે સોફ્ટ સ્પોન્જથી સિંકની આસપાસની જગ્યાને સાફ કરો. પછી સ્વચ્છ પાણીથી સિંક સાફ કરી લો. તમે પણ આ  રીતે સિંકને આ રીતે સાફ કરી શકો છો. આવી જ માહિતી ઘરે બેઠા મેળવવા માટે રસોઇનીદુનીયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા

One reply on “વાસણ ધોવાથી કિચન સિંક બ્લોક થઈ જાય છે તો તેને માત્ર 1 ટિપ્સથી ચપટીમાં સાફ કરો”

Comments are closed.