ઘણીવાર આપણે જોઈએ છીએ કે બાળકના જન્મ પછી તરત જ તેના સાગા સબંધીઓ બાળક માટે વિવિધ પ્રકારના ઘરેણાં લાવે છે અને તેને હાથ-પગમાં પહેરાવી દે છે. આપણા દેશમાં બાળકો માટે ધાર્મિક અથવા સાંસ્કૃતિક રીતે ઘરેણાં પહેરવા સામાન્ય છે અને તેનું મહત્વ પણ જણાવવામાં આવ્યું છે.
ભારતમાં નાના બાળકોને તેમના હાથમાં કડા, પગમાં પાયલ, ગળામાં ચેન વગેરે ઘરેણાં પહેરાવવાની પ્રથા પ્રાચીન સમયથી ચાલી આવી રહી છે. મુખ્યત્વે બાળકોના હાથમાં ચાંદીના કડા અને પગમાં પાયલ પહેરવાની પ્રથા ઘણી પ્રચલિત છે.
જ્યોતિષ શાસ્ત્ર મુજબ બાળકો માટે ચાંદી ધારણ કરવાથી ઘણી રીતે ફાયદાકારક છે. તો આવો જાણીએ કે બાળકોને પગમાં ચાંદીના કડા અને પગમાં પાયલ પહેરાવવા પાછળના કારણો શું છે અને તેના શું શું ફાયદા થઇ શકે છે.
ચાંદી શરીરમાં એનર્જી લેવલ જાળવી રાખે છે : જ્યોતિષશાસ્ત્ર કહે છે કે ચાંદી ચંદ્રની ધાતુ છે અને ચંદ્રને સમૃદ્ધિ અને મનનું પ્રતિક માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે ચાંદી પહેરવાથી સ્વાસ્થ્ય પર સારી અસર પડે છે અને તે એક પ્રતિક્રિયાશીલ ધાતુ છે, જે વ્યક્તિના શરીરમાંથી મુક્ત થતી ઊર્જાને શરીરમાં પાછી લાવે છે.
એવું કહેવાય છે કે આપણા શરીરમાંથી જે એનર્જી નીકળે છે તેને બહાર જતી અટકાવવામાં મદદ કરે છે. સામાન્ય રીતે આપણા શરીરની મોટાભાગની ઉર્જા હાથ અને પગમાંથી બહાર નીકળે છે. તેથી જો બાળક હાથ-પગમાં ચાંદી પહેરે તો તેના શરીરમાંથી ઉર્જા બહાર નથી નીકળી શકતી અને નાના બાળકો વધુ ઉર્જાવાન રહે છે.
ચાંદી એક જીવાણુનાશક ધાતુ છે : વિજ્ઞાન પણ મને છે કે ચાંદી એક જીવાણુનાશક ધાતુ છે, તેથી જો ચાંદી બાળકોને પહેરવામાં આવે તો તેમને રોગો સામે લડવાની ક્ષમતા વધે છે અને બાળકો સ્વસ્થ રહે છે. ચાંદી બાળકો માટે રોગપ્રતિકારક શક્તિ વિકસાવે છે જેથી બાળકોને વાયરસ અને બેક્ટેરિયા સામે લડવામાં મદદ મળે છે.
હાથ અને પગને નબળા પડવાથી બચાવે છે ચાંદીના કડા અને પાયલ : ચાંદીના કડા અને પાયલ પહેરવાને કારણે બાળકોના શરીરમાંથી શક્તિ ઓછી થતી નથી ત્યારે તેમના હાથ-પગ પણ મજબૂત બને છે અને બાળકો એક્ટિવ પણ રહે છે.
ચાંદી પહેરવાથી બાળકના મન પ્રભાવિત થાય છે : જો નાના બાળકો ચાંદીની પાયલ અને કડા પહેરે છે તો તેના મનમાં પણ સકારાત્મક અસર પડે છે અને તેમનું મગજ તેજ બનાવવામાં મદદ કરે છે. તેનાથી બાળક માનસિક રીતે ખૂબ જ સજાગ રહે છે અને તે બાળકોના માનસિક વિકાસમાં મદદ કરે છે.
ચાંદીને ચંદ્રની ધાતુ માનવામાં આવે છે તેથી જ નાના બાળકોને તેના હાથમાં કડા અને પગમાં પાયલ પહેરવાની પ્રથા ચાલી આવે છે. કદાચ તમને પણ આ જાણકરીથી બેખબર હશો. જો તમને આ માહિતી પસંદ આવી હોય તો રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.
Comments are closed.