લસણનો ઉપયોગ મોટાભાગે ભોજનનો સ્વાદ વધારવા માટે થાય છે. લસણ ભોજનને સ્વાદિષ્ટ બનવવાની સાથે સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. પરંતુ ઘણી સ્ત્રીઓ રસોઈમાં લસણ નાખવાનું ટાળે છે કારણ કે તેની છાલ ઉતારવી કંટાળાજનક લાગે છે. જો કે લસણની છાલ કાઢવામાં થોડી વાર તો લાગે જ છે અને પછી હાથમાંથી દુર્ગંધ પણ આવે છે.
પરંતુ હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી કારણ કે આજે અમે તમને 5 મિનિટમાં 250 ગ્રામ લસણની છાલ લેવી રીતે નિકાળવી તેની આસાન ટ્રિક્સ શેર કરી રહ્યા છીએ, જે તમને રસોઈ બનાવતી વખતે ખુબ જ ઉપયોગી થશે.
વેલણ
જો તમને લસણની છાલ ઉતારવી કંટાળાજનક અને મહેનતવાળું કામ લાગે છે તો તમે વેલણનો પણ ઉપયોગ કરી શકો છો. કારણ કે કહેવાય છે કે વેલણથી લસણની છાલ ઝડપથી કાઢી શકાય છે અને તમારું કામ પણ ફક્ત 2 મિનિટમાં થઇ જશે.
આ માટે લસણને કોઈ પણ જગ્યાએ મૂકી,, તેના પર કણકની લોઈની જેમ, રોટલી વણતા હોય તે રીતે લસણ પર વેલણ ફેરવો. આવું 4 થી 5 વાર કરો. આ પછી તમે જોશો કે તમારા લસણની છાલ સરળતાથી નીકળી જશે અને તમારો કિંમતી સમય પણ બચી જશે.
આ પણ વાંચો: 3 અલગ અલગ રીતે બનાવો લસણની સ્વાદિષ્ટ ચટણી, એકવાર બનાવી જુઓ, વારંવાર બનાવશો
ગરમ પાણીનો ઉપયોગ કરો
તમે લસણની છાલ કાઢવા માટે તમે ગરમ પાણીનો પણ ઉપયોગ કરી શકો છો. આ નુસખા અપનાવવા માટે તમે એક બાઉલમાં ગરમ પાણી નાખો અને તેમાં લસણની કળીઓ નાખીને 3 મિનિટ માટે રાખો.
પછી લસણને પાણીમાંથી કાઢીને સહેજ ઠંડુ થવા દો. હવે ;લસણને હળવા હાથે ઘસો, તેની છાલ સરળતાથી નીકળી જશે. જયારે તમારે વધુ લસણનો ઉપયોગ કરવો હોય ત્યારે આ નુસખો અપનાવી શકો છો. આમ કરવાથી હાથમાં વાસ પણ નહીં આવે.
છરી
હવે તમે વિચારતા હશો કે આમાં નવું શું છે. પરંતુ લસણની છાલ કાઢવા માટે તમારે તીક્ષ્ણ છરીનો ઉપયોગ કરવાનો છે. આ માટે તમારે લસણની કળીની ટોચ પર છરીથી છોલવું પડશે, જયારે લસણનો થોડો ઉપયોગ કરવો છે ત્યારે આ નુસખો અપાણવી શકો છો.
આ સિવાય તમે લસણની છાલ ઉતારવા માટે પથ્થરનો પણ ઉપયોગ કરી શકો છો. આ માટે તમારે લસણને થોડું ક્રશ કરીને છાલ ઉતારવાની રહેશે. આ સિવાય તમે લસણની છાલ ઉતારવા માટે એક વાસણમાં લસણની કળીઓને શકી શકો છો, તેનાથી પણ જલ્દીથી છાલ નીકળી જશે.
જો લસણની છાલ ઉતાર્યા પછી તમારા હાથમાં ગંધ રહે છે તો તમે તમારા હાથ પર એપલ વિનેગર અથવા નાળિયેર તેલ લગાવી શકો છો. આશા છે કે તમે આ દેશી નુસખા પસંદ આવ્યા હશે. આવી જ ટિપ્સ જાણવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.
આ પણ વાંચો:
લસણની ચટણી 3 સ્વાદિષ્ટ રેસિપી, જે ખાશે તે તમારા વખાણ કરતા થાકશે
ફ્રાય લસણની ચટણી, તમારા ખાવાનો સ્વાદ બમણો કરી નાખશે