લીંબુ નું અથાણુ : અથાણાં તો તમે ઘરે બનાવતાં જ હશો. પણ આજે આપણે બનાવીશું લીંબુ નું ખાટું મીઠું અથાણુ. આ અથાણુ બનવામાં એકદમ ટેસ્ટી અને ચટપટું બને છે. આ અથાણુ તમે ઘરે રહેલી સામગ્રી થી સરળ રીતે બનાવી શકો છો. તો આ લીંબુ નું ચટપટું અથાણુ બનાવવાની રીત જોઇ અને ઘરે બનાવવા નો પ્રયત્ન કરજો.
- સામગ્રી:
- ૫૦૦ ગ્રામ લીંબુ,
- ૫૦૦ ગ્રામ ખાંડ,
- ૧-૨ ચમચી સંચળ,
- એક નાની ચમચી મોટી ઈલાયચી પાઉડર,
- અડધી ચમચી લાલ મરચું,
- ૬-૮કાળામરી નો પાઉડર,
- ૪-૫ ચમચી મીઠું
લીંબુ નું અથાણુ બનાવવાની રીત:
બંધ લીંબુને ૪ ટુકડામાં કાપીને મીઠું નાખીને નરમ થવા માટે ૨૦ થી ૨૫ દિવસ માટે એક કાચની બોટલ કે કાચની બરણીમાં મૂકી રાખો. વચ્ચે વચ્ચે એને હલાવતા રહો અને જોતા રહો. જયારે લીંબુ નરમ થઇ જાય તો લીંબુમાં ખાંડ, કાળામરીનો પાઉડર, સંચળ, લાલ મરચું અને મોટી ઈલાયચી પાઉડર મિક્સ કરીને 3-4 દિવસ માટે તાપમાં મૂકી રાખો.
દરરોજ એક સ્વચ્છ ચમચી ની મદદ થી અથાણાંને એક વાર જરૂર હલાવો. એક અઠવાડિયામાં લીંબુનું ખાટુ-મીઠું અથાણું સારી રીતે બનીને તૈયાર થઇ જશે.
તમને અમારી આ રેસિપી પસંદ આવી હોય તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો અને તમારા અભિપ્રાય અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ગુજરાતી ભાષામાં આવી અવનવી રેસિપી જોવા અને નવી- નવી રેસિપી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો રસોઈ ની દુનિયા.
Comments are closed.