ઘણી વખત ડિનર ટેબલ પર બેઠા હોય અને વિવિધ પ્રકારની વાનગીઓ હોવા છતાં એવું લાગે કે કંઈક અધૂરું લાગે છે. બીજી તરફ જો ખાવાની સાથે જો સ્વાદિષ્ટ ચટણી મળી જાય તો ખાવાનો સ્વાદ પણ બમણો થઇ જાય છે.
જો તમને મસાલેદાર તીખી ચટણી ખાવી ગમતી હોય તો તમે રાજસ્થાનની ખૂબ જ સ્વાદિષ્ટ લસણની ચટણી અજમાવી શકો છો. રાજસ્થાની વાનગી જેમ કે દાળ-બાટી, મકાઈ રોટી, પરાઠા, દાળ-ભાત વગેરે જેવી ચીજો સાથે લસણની ચટણીનું કોમ્બિનેશન સરસ લાગે છે.
લસણ પાચનની દ્રષ્ટિએ સારું હોય છે અને તેની ચટણી ખાવાથી મનને સંતોષ મળે છે. સારી વાત એ છે કે તમે લસણની ચટણી ઘરે જ બનાવી શકો છો, તો ચાલો તેને બનાવવાની સરળ રીત જાણીયે.
સામગ્રી : 1 કપ લસણની કળીઓ, 1 નાની ચમચી આમચૂર પાવડર, આદુને નાના ટુકડાઓમાં કાપો લગભગ 1 નાની ચમચી, 1 નાની ચમચી મીઠું, 1 આખું લાલ મરચું અને લીલું મરચું, 1 નાની ચમચી જીરું, 2 નાની ચમચી આખા ધાણા, 1 નંગ ટામેટું, 2 મોટી ચમચી ઘી અથવા તેલ.
રાજસ્થાની લસણની ચટણી બનાવવાની રીત : ચટણી બનાવવા માટે સૌપ્રથમ આખા લાલ અને લીલા મરચાંની દાંડીઓ તોડીને અલગ કરો. આ પછી ટામેટાં અને મરચાંને સારી રીતે ધોઈ લો અને ટામેટાંના ટુકડા કરી લો.
આ પછી લસણને છોલીને તેની કળીઓને અલગ કરો. હવે મિક્સર જારમાં લસણની કળીઓ, લાલ અને લીલા મરચાં, સમારેલા ટામેટાંના ટુકડા, જીરું, આદુ, આખા ધાણા અને મીઠું નાંખો. હવે સામગ્રી મુજબ મિક્સરમાં થોડું પાણી ઉમેરીને હળવા હાથે પીસી લો.
જો તમે મિક્સરમાં પીસવા ના માંગતા હોય તો તમે આ ચટણીને કોબ પર પણ પીસી શકો છો. ચટણીને પીસી લીધા પછી તેમાં આમચૂર પાવડર ઉમેરો. હવે એક અલગ પેન લો અને તેમાં તેલ ગરમ કરો. હવે તેમાં આ પીસેલું મિશ્રણને ઉમેરો અને 2 મિનિટ માટે ફ્રાય કરો.
થોડી વાર પછી મિશ્રણમાં તેલ અલગ થવા લાગે એટલે પછી ગેસ બંધ કરી દો. તો ટેસ્ટી લસણની ચટણી પીરસવા માટે તૈયાર થઇ ગઈ છે. જો તમે પણ ચટણી ખાવાના શોખીન છો તો તમે આ સરળ રેસિપી બનાવીને ટ્રાય કરી શકો છો, તમને પણ આવી અવનવી રેસિપી અને કિચન ટિપ્સ જાણવા માંગતા હોય તો રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.