ભારતીય ઘરોમાં રસોઈમાં અનેક પ્રકારની સામગ્રીનો ઉપયોગ કરવામાં આવે છે અને તેમાંની એક સામગ્રી છે સાબુદાણા. સાબુદાણામાંથી બનતી વાનગીઓને પણ ખૂબ જ પસંદ કરવામાં આવે છે અને તે મોટાભાગે લોકો ઉપવાસમાં ખાવાનું વધારે પસંદ કરે છે.
સાબુદાણામાંથી ઘણી બધી વાનગીઓ બને છે પરંતુ સાબુદાણાની ખીચડી બનાવવા સૌથી વધુ ઉપયોગ થાય છે. તમે પણ ક્યારેક તો ઉપવાસ કેવરાતમાં સાબુદાણાની ખીચડી ખાધી જ હશે, પરંતુ શું તમે જાણો છો કે ઉપવાસમાં ખવાતી આ ખીચડીના શું ફાયદા છે?
આજે અમે તમારી સાથે સાબુદાણાની ખીચડી ખાવાના ફાયદાઓ વિશે વાત કરવા જઈ રહયા છીએ. તે તમારા સ્વાસ્થ્યથી લઈને હોર્મોન્સ સુધીની ઘણી બાબતોમાં મદદરૂપ થઈ શકે છે અને મહિલાઓ માટે તે સુપર ફૂડ ગણી શકાય.
જો કે ભારતમાં તેને મોટે ભાગે માત્ર કેલરી તરીકે જ જોવામાં આવતું હતું પરંતુ હવે સાબુદાણાની ખીચડીને વૈશ્વિક સ્તરે ખૂબ પસંદ કરવામાં આવી રહી છે અને તેને ડેરી ફ્રી, ગ્લુટેન ફ્રી પૌષ્ટિક ભોજન તરીકે ગણવામાં આવે છે.
આ લેખમાં અમે તમને જણાવીશું કે સાબુદાણા ખીચડીનો ઉપયોગ કેવી રીતે કરી શકાય અને તે કઈ વસ્તુમાં ફાયદાકારક સાબિત થઈ શકે છે. આની ઘણી વિવિધતાઓ આ લેખમાં જણાવી છેતો ચાલો જાણીયે સાબુદાણાની ખીચડીનો વિવિધ રીતે ઉપયોગ કેવી રીતે કરવો?
ફ્લૂમાંથી સાજા થયા પછી : જો તમને ફ્લૂ અથવા કોઈપણ પ્રકારનો તાવ આવ્યો છે અને તમારે તમારી ભૂખ ઓછી થઇ ગઈ છે તો ટેસ્ટ સુધારવા માટે તમે સાબુદાણાની ખીચડી ખાઈ શકો છો. જો કે 1 વાટકી ખીચડી ખાઓ. વધારે પડતી ખીચડી સ્વાસ્થ્ય માટે સારું નથી પણ જ્યારે એન્ટિબાયોટિકનો કોર્સ પૂરો થઈ જાય ત્યારે તેને ખાવાનું શરૂ કરો.
મેનોપોઝ દરમિયાન વધારાના રક્તસ્રાવને રોકવા માટે : ઘણી સ્ત્રીઓને મેનોપોઝ દરમિયાન એન્ડોમેટ્રિઓસિસ અને વધારાના રક્તસ્ત્રાવ જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે ત્યારે સાબુદાણાની ખીચડી ઘણી મદદગાર સાબિત થઈ શકે છે. જો ખૂબ લોહી નીકળતું હોય 1 વાટકી ખીચડી પીરિયડના ચોથા કે પાંચમા દિવસે ખાઈ શકાય છે. આ સાથે અઠવાડિયામાં એકવાર સાબુદાણાની ખીચડી જરૂર ખાવી જોઈએ.
મેનોપોઝ પહેલાના તબક્કામાં સાબુદાણાની ખીચડી : મેનોપોઝ પહેલાના તબક્કામાં પણ સાબુદાણાની ખીચડી ખાઈ શકાય છે, તે એવા સમય માટે યોગ્ય રહેશે જ્યારે તમને ખૂબ જ માથાનો દુખાવો, થાક હોય છે. જ્યારે તમારું માથું ભારે થવા લાગે ત્યારે દિવસમાં 1 વાટકી ખાઈ શકાય છે.
પીરિયડ્સ દરમિયાન ભૂખ ન લાગવી : જો પીરિયડ્સ દરમિયાન એવો સમય આવે કે તમને ભૂખ ન લાગે તો સાબુદાણાની ખીચડી ખાઈ શકાય છે. આ સમયે જમતી વખતે 1 વાટકી ખીચડી દહીં સાથે ખાવાથી ખુબ ફાયદો થાય છે. જો કે ખાતા પહેલા ડોક્ટરની સલાહ જરૂર લો
તો આ સાબુદાણાની ખીચડીના ફાયદા છે. જો કે દરેક વ્યક્તિનું શરીર અલગ-અલગ હોય છે અને જો તમને કોઈ વસ્તુથી એલર્જી હોય અથવા તમને કોઈ વસ્તુ ના ગમતી હોય તો તેને ટાળવું વધુ સારું છે. જો તમને આ જાણકારી ગમી હોય તો, આવી વધુ લેખો વાંચવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.