ભારતમાં ખાવાની એટલી બધી વાનગીઓ છે કે વિદેશમાં પણ તેને ખૂબ પસંદ કરવામાં આવે છે. દરેક વાનગીની તેની સુગંધ, સ્વાદ અને દેખાવ એકદમ અદ્ભુત હોય છે. આ ઘણી મનપસંદ વાનગીઓમાં એક છે શાહી પનીર. તે તેના અદ્ભુત અને અનોખા સ્વાદને કારણે ઉત્તર ભારતમાં ખૂબ જ પ્રખ્યાત વાનગી છે.
શાહી પનીર એક શાહી ભોજન છે કે જેની શોધ મુઘલોના શાસન દરમિયાન થઈ હતી. શાહી પનીર ક્રીમ, કાજુ, ટામેટા અને ઘણા બધા મસાલા ઉમેરીને બનાવવામાં આવે છે અને તેને રોટલી, નાન વગેરે સાથે પીરસવામાં આવે છે.
શાહી પનીરમાં મુખ્ય સામગ્રી કાજુ હોય છે, પરંતુ ઘણા લોકો કાજુની વધતી કિંમતને કારણે તેનો ઉપયોગ કરી શકતા નથી. ઘણી મહિલાઓ ફક્ત આ કારણોસર શાહી પનીર ઘરે બનાવતી નથી અને તેના જેવી બીજી વાનગી બનાવવાનો પ્રયાસ કરે છે.
જો તમને પણ આવી જ સમસ્યા છે તો આજે આ લેખમાં અમે તમને જણાવીએ કે એવા બીજા ઘણા ઉપાયો છે કે જેની મદદથી તમે કાજુ વગર પણ ઘરે શાહી પનીર બનાવી શકો છો. તો ચાલો તમને શાહી પનીર બનાવવાની એવી 3 રીતો જણાવીએ.
કાજુને બદલે દહીં ઉમેરો
જો તમારી પાસે કાજુ નથી તો તમે દહીં ઉમેરીને સ્વાદિષ્ટ શાહી પનીર ઘરે બનાવી શકો છો. જ્યારે તમે પેનમાં ટામેટાની પ્યુરીને શેકો છો ત્યારે થોડી વાર પછી ધીમે-ધીમે ફેંટેલુ દહીં ઉમેરો. તેનાથી દહીં ફાટશે નહીં અને તમારી રેસીપીને સારું ટેક્ચર મળશે.
આ પછી તમે તેમાં ક્રીમ ઉમેરીને તેને મસાલા સાથે થોડીવાર પકાવો. કાજુ વગર પણ તમારો શાહી પનીરનો ટેસ્ટ સહેજ પણ ફીકો નહીં પડે. અહીંયા તમે દહીં અને મલાઈને એકસાથે મિક્સ કરીને અને સારી રીતે હલાવીને ઉમેરી શકો છો.
આ પણ વાંચો : ફક્ત 2 જ મિનિટમાં ઘરે બનાવો શાહી પનીર મસાલા પાવડર, તો બજારમાંથી શું કામ ખરીદવો
કાજુની જગ્યાએ ફ્રેશ મલાઈ ઉમેરો
તમે ઘરે દૂધ ઉકાળીને જે ક્રીમ કાઢી લો છો તેને શાહી પનીરમાં ઉમેરીને તમે કાજુની અછતને પૂરી કરી શકો છો. જ્યારે તમે પેનમાં ડુંગળી વગરની ગ્રેવી બનાવવાનું શરૂ કરો ત્યારે ટામેટાની પ્યુરી પછી, 3-4 ચમચી ઘરે બનાવેલી તાજી મલાઈ ઉમેરીને સારી રીતે પકાવો.
તેને મસાલાની સાથે સારી રીતે પકાવો જેથી મલાઈની તેની સુગંધ તેમાં શોષાઈ જાય. જ્યારે તમારું શાહી પનીર બનીને તૈયાર થઈ જાય ત્યારે તેમાં ફ્રેશ મલાઈ ઉમેરીને મિક્સ કરી લો. તમે મલાઈ સાથે કાચી મગફળી ઉમેરીને પણ તેને રાંધી શકો છો. આનાથી પણ ગ્રેવી ખુબ સરસ અને ઘટ્ટ બનશે.
શાહી પનીરમાં કાજુની જગ્યાએ ઉમેરો ડુંગળી ટામેટાની પ્યુરી
કેટલીક મહિલાઓ માત્ર ડુંગળી અને ટામેટાની પ્યુરીનો ઉપયોગ કરીને શાહી પનીર બનાવે છે. તમે આ જ રીતે જાડી ગ્રેવી બનાવી શકો છો. એક પેનમાં ફક્ત તેલ નાખીને, આખા મસાલા ઉમેરો અને મોટી મોટી ડુંગળી અને ટામેટાં ઉમેરો અને 2-3 મિનિટ માટે સાંતળો.
પછી તેને ઠંડુ કરીને બધી વસ્તુઓને બ્લેન્ડ કરો. તમારી શાહી પનીરની ગ્રેવી બનીને તૈયાર છે. તેને બટરમાં નાખીને સાંતળી લો અને મસાલા અને ફ્રેશ ક્રીમ ઉમેરીને 4-5 મિનિટ પકાવો. કાજુ વગર પરફેક્ટ શાહી પનીરનો નાન કે રોટલી સાથે આનંદ લો.
તમે ગ્રેવીમાં સારો રંગ આવે તે માટે થોડી કાશ્મીરી લાલ મરચું ઉમેરી શકો છો. તેની સાથે થોડું શેકેલું કોર્નફ્લોર ઉમેરીને પકાવો. તમે પણ કાજુ ના હોય તો આ ટિપ્સ અજમાવી જુઓ અને ઘરે જ બનાવો સ્વાદિષ્ટ શાહી પનીર. આ સિવાય બીજી ઘણી રીતોથી તમે શાહી પનીર બનાવી શકો છો.