આજે આપણે બનાવીશુ ઠંડાઈ પાવડર. જે તમે ઘરે સરળ રીતે બનાવી શકો છો. તો જોઇલો બનાવવાની સરળ રીત.
સામગ્રી:
- કાજુ
- બદામ
- પીસ્તા
- ૮-૧૦ નંગ મરી(આખા)
- ૮-૧૦ નંગ એલચી
- એક ચમચી ખસ ખસ
- એક ચમચી મગસ તરી ના બી
- એક ચમચી વરિયાળી
- એક ચમચી ગુલાબ ની સૂકી પાખડી
- એક ચમચી કેસર ના તાર
- એક તજ નો ટુકડો
- નાંનો કટકો જાયફળ
ઠંડાઈ બનાંવા માટે
- ૨૦૦ ML દૂઘ
- દોઢ ચમચી
- દળેલી ખાંડ
- ઠંડાઈ મસાલો
ગાર્નિશિગ માટે
- કેસર ના તાર
- ઠંડાઈ મસાલો
ઠંડાઈ બનાંવવાની રીત
સૌ પ્રથમ બધી વસ્તુ ને ડ્રાય રોસ્ટ કરી લો. જેથી તેમાં ભેજ ના રહે. બધું ડ્રાય રોસ્ટ થઇ ગયાં પછી મિક્ષચર જાર મા બધું એડ કરી સારીરીતે પીસી લો. તો અહિયાં તમારો ઠંડાઈ નો મસાલો બનીને તૈયાર છે.
હવે ઠંડાઈ બનાવવા માટે એક બાઉલ લો. તેમા દૂઘ લઈ ખાંડ ને એડ કરો. તમે તમારા સ્વાદ પ્રમાણે ખાંડ વધારે ઓછી લઈ શકો. હવે તેમાં ઠંડાઈ મસાલો એડ કરો. બધું સારીરીતે મિક્ષ કરી લો. હવે એક બ્લેન્ડર અઠવા મિક્ષચર મા મિક્સ કરી લો.
હવે ઠંડાઈ ને ગ્લાસ મા નાંખી અને પછી ઉપર કેસર અને ઠંડાઈ મસાલો એડ કરો અઠવા છંટાવ કરો. તો અહિયાં બનીને તૈયાર છે ઠંડાઈ.તમે ઠંડાઈ પાવડર ને ફ્રીઝ માં લાંબો સમય સુધી સ્ટોર કરી શકો છો. અને આ ઠંડાઈ પાવડર ને ઘણી વસ્તુ મા વાપરી શકો છો. જેમ કે કેક, કૂકીઝ, ખીર, ફીરની, લસ્સી, દુઘ, આઈસક્રીમ, ચોકલેટ, ફાલુદા, શ્રીખંડ, ડેઝર્ટ વગેરે મા ઉપયોગ લઈ સકો.
તમને અમારી આ રેસિપી પસંદ આવી હોય તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો અને તમારા અભિપ્રાય અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ગુજરાતી ભાષામાં આવી અવનવી રેસિપી જોવા અને નવી- નવી રેસિપી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો રસોઈ ની દુનિયા.