તમારા લીવર માટે આ 8 આદતો છે ખતરનાક, આ ખરાબ આદતોને આજે જ છોડો, નહીંતર પહેલા જેવું સ્વસ્થ લીવર નહીં મળે

These 8 habits are harmful to your liver
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

આપણે સૌ જાણીએ છીએ કે લીવર આપણા શરીરમાં સૌથી મહત્વપૂર્ણ અંગોમાંથી એક છે. તે આપણા શરીરમાંથી ઝેરી તત્વોને બહાર કાઢીને શરીરને સ્વસ્થ રાખવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે.

સિવાય લીવરના ઘણા કામો કરે છે. એવું કહેવું ખોટું નહીં હોય કે આપણું સ્વાસ્થ્ય સીધું આપણા લીવરના સ્વાસ્થ્ય પર જ આધાર રાખે છે. સૌથી સારી વાત એ છે કે આપણું લીવર ક્ષતિગ્રસ્ત કોષોને પોતાની જાતે બદલી લે છે.

પરંતુ દુઃખની વાત એ છે કે આપણી કેટલીક આદતો એવી છે જે લીવરને એટલું બધું નુકસાન પહોંચાડે છે કે તેને ફરીથી ઠીક કરવું શક્ય નથી. તો જાણી લો કઈ કઈ આદતો એવી છે, જેને તમે સમયસર સુધારીને તમારા લીવરને ખરાબ થતા બચાવી શકો છો.

આલ્કોહોલનું વધુ સેવન : દારૂ લીવરનો સૌથી મોટો દુશ્મન કહેવામાં આવે છે. તે લીવર માટે ધીમું ઝેર સમાન છે. જરૂરિયાત કરતાં વધુ સેવન કરવાથી લીવરની કાર્યક્ષમતા ઘટી જાય છે અને તે શરીરમાંથી ઝેરી તત્વોને યોગ્ય રીતે દૂર કરી નથી શકતું. તાજેતરના એક સંશોધન મુજબ દિવસમાં ત્રણ કે તેથી વધુ ગ્લાસ આલ્કોહોલનું સેવન, લીવરના કેન્સરનું જોખમ વધારે છે.

દવાઓનું વધુ પડતું સેવન : ઘણા લોકોને નાના નાના દુખાવામાં ડોક્ટરની સલાહ લીધા વિના પેઈન કિલર લેવાની આદત હોય છે. તમને જણાવી દઈએ કે આ આદત લીવર માટે અત્યંત હાનિકારક છે, કારણ કે પેઈન કિલર લીવર અને કિડનીને નુકસાન પહોંચાડી શકે છે.

આ સિવાય કેટલાક લોકો ફિટ રહેવા અને વજન ઘટાડવા માટે વિવિધ પ્રકારની આકર્ષક જાહેરાતોને જોઈને પણ ડોક્ટરની સલાહ વગર દવાઓ લે છે. આ રીતે દવાઓના ઉપયોગથી લીવરને પણ નુકસાન થાય છે. પેરાસીટામોલ પણ લીવર માટે હાનિકારક સાબિત થઈ શકે છે.

ડોક્ટરોના મતે પેરાસિટામોલના ભારે ડોઝથી લીવર ફેલ પણ થઈ શકે છે. આ દવા દારૂ પીનારાઓના લીવરને બમણું નુકસાન પહોંચાડી શકે છે તેથી સારું છે કે તમે તમારી જાતને પેઇન કિલરની આદત ના બનાવો અને ડૉક્ટરની સલાહ લીધા વિના ન લો.

ધૂમ્રપાન : સિગારેટ અને બીડી લીવરને આડકતરી રીતે અસર કરે છે. સિગારેટના ધુમાડામાં જોવા મળતા ઝેરી કેમિકલ્સ લીવર સુધી પહોંચીને લીવરના કોષોને નુકસાન પહોંચાડે છે. જો તમે ઈચ્છો છો કે તમારું લીવર સ્વસ્થ રહે તો સિગારેટ અને બીડી પીવાની આદતને આજે જ છોડી દો.

ઊંઘની અછત : જર્નલ ઑફ એનાટોમીમાં પ્રકાશિત એક અભ્યાસ અનુસાર, ઊંઘની ઉણપ લીવર પર વધુ પ્રેશર લાવે છે. લીવર તેમજ આપણા શરીરના અન્ય અંગોને સ્વસ્થ રાખવા માટે 8 કલાકની ઊંઘ જરૂર લેવી જોઈએ.

વધુ પડતું પ્રોટીનનું સેવન : સંશોધન કહે છે કે વધારે પ્રોટીનનું સેવન પણ શરીર માટે હાનિકારક છે. પૂરતા પ્રમાણમાં કાર્બોહાઇડ્રેટ્સ વિના વધુ પડતા પ્રોટીનનું સેવન કરવાથી લીવરની સમસ્યાઓ વધી શકે છે, તેથી માંસ અને ઈંડાની સાથે લીલા શાકભાજી અને સ્ટાર્ચનું પણ પુષ્કળ પ્રમાણમાં સેવન કરવું જરૂરી છે.

સ્થૂળતા : મોટાપો લીવર માટે પણ નુકસાનકારક છે. અતિશય આહાર શરીરની ચરબીમાં વધારો કરી શકે છે, આ સિવાય ફેટી લિવરને કારણે હાર્ટ અને કેન્સરનું જોખમ પણ વધી જાય છે, તેથી તમારા આહાર અને કસરત પર પણ જરૂર ધ્યાન આપો. આ બંને પર ધ્યાન ન આપવાની સ્થૂળતામાં વધારો કરી શકે છે અને જેમ અહીંયા જણાવ્યા મુજબ સ્થૂળતા તમારા લીવર માટે હાનિકારક છે.

વધુ માત્રામાં પ્રોસેસ્ડ ફૂડનું સેવન : વધુ પડતા પ્રોસેસ્ડ ફૂડ ખાવાથી પણ લીવરને નુકસાન થવાનું જોખમ વધી જાય છે, કારણ કે પ્રોસેસ્ડ ફૂડમાં ઘણા બધા પ્રિઝર્વેટિવ્સ, એડિટિવ્સ અને આર્ટિફિશિયલ સ્વીટનર્સ હોય છે જે લીવરને નુકસાન પહોંચાડી શકે છે.

સવારે નાસ્તો ન કરવો : સવારનો નાસ્તો સૌથી મહત્વપૂર્ણ ભોજન છે. કારણ કે રાત્રિભોજન કર્યા પછી સવાર સુધી 8-9 કલાકનો બ્રેક પડી જાય છે, તેથી આપણે સવારે ઉઠીએ છીએ ત્યારે એનર્જી ખૂબ જ ઓછી હોય છે, આવી સ્થિતિમાં જો નાસ્તો નથી કરતા તો શરીરનું એનર્જી લેવલ વધુ ઘટી જાય છે અને લીવરને પોતાનું કામ કરવામાં તકલીફ પડે છે. તેથી, ભૂલથી પણ નાસ્તો છોડશો નહીં.

આ વસ્તુઓ ખાઓ : રોજિંદા આહારમાં સફરજન અને લીલા શાકભાજીનું પ્રમાણ વધારો. સફરજન અને લીલા પાંદડાવાળા શાકભાજીમાં રહેલું પેક્ટીન પાચન તંત્રમાં રહેલા ઝેરી તત્વોને બહાર કાઢીને લીવરનું રક્ષણ કરે છે અને લીલા શાકભાજી પિત્તનો પ્રવાહ વધારે છે.

તમારા આહારમાં એવોકાડો અને અખરોટનો સમાવેશ કરીને તમે લીવર સબંધિત રોગો માંથી બચી શકો છો. એવોકાડો અને અખરોટમાં હાજર ગ્લુટાથિઓન તેમાં એકઠા થયેલા ઝેરી તત્વોને બહાર કાઢીને લીવરને સાફ કરવાનું કામ કરે છે.

હળદળ પણ લીવર માટે ખૂબ જ ફાયદાકારક છે. તે એન્ટિસેપ્ટિક ગુણધર્મો ધરાવે છે અને એન્ટીઑકિસડન્ટ તરીકે કામ કરે છે તેથી તમારા ભોજનમાં હળદરનો સમાવેશ કરો અથવા રાત્રે સૂતા પહેલા એક ગ્લાસ હળદળવાળું દૂધ પીઓ.

આમળા લીવર માટે પણ ખૂબ જ ફાયદાકારક સાબિત થઇ શકે છે. તેમાં એવા તમામ ઘટકો છે જે લીવરનું રક્ષણ કરી શકે છે. લીવરને સ્વસ્થ રાખવા માટે દિવસમાં 2-3 કાચા આમળા ખાઓ. તમે પણ આ ખરાબ આદતોને છોડીને લીવરને સ્વસ્થ્ય રાખી શકો છો. આવી જ માહિતી મેળવવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.