અહીંયા તમને જણાવીશું થાઇરોઇડના લક્ષણો વિષે. થાઇરોઇડ જે મોટી સમસ્યા છે. ઘણા લોકોને થાઇરોઇડ હોય છે પણ તેમને ખબર નથી હોતી કે તેમને થાઇરોઇડ થયેલો છે અને જયારે તે ડોક્ટર પાસે જાય ત્યારે ઘણો લાંબો સમય પસાર થઇ ગયો હોય છે તો અહીંયા તમને એવા દસ લક્ષણો વિષે જણાવીશું જે થાઇરોઇડના દર્દીમાં જોવા મળતા હોય છે.
હવે જાણીએ થાઇરોઇડ ના લક્ષણો વિષે
વાળ ખરવા: થાઇરોઇડ થવાથી માણસના વાળ ખરવા લાગે છે અને ટાલીપણુ આવી જાય છે. સાથે તેની ભ્રમરના વાળ પણ ખારવા માંડે છે.
માંસપેશીઓ અને સાંધામાં દુખાવો : આ રોગથી આપણી માંસપેશીઓ અને સાંધામાં દુખાવા થાય છે તેમજ શરીર નબળું થતુ જાય છે. આ લક્ષણ પણ થાઇરોઇડ ના દર્દીને સામાન્ય હોઈ શકે છે.
થાક: થાઇરોઇડની તકલીફથી પીડાતો માણસ જલ્દી થાકી જાય છે. તેનું શરીર સુસ્ત રહે છે. તે આળસુ થઇ જાય છે અને શરીરની ઉર્જા ની ઉણપ થાય છે.
કબજીયાત: થાઇરોઇડ થી કબજીયાત ની સમસ્યા ઉત્ત્પન થાય છે. ખાવાનું પચવામાં તકલીફ થાય છે સાથે ખાવાનું સરળતાથી ગળાથી નીચે નથી ઉતરતું. શરીરના વજન ઉપર પણ આડ અસર થાય છે. થોડા થોડા સમયે હાથ તથા પગ ઠંડા પડી જવા માનવ શરીરનું તાપમાન સામાન્ય 98 ડિગ્રી ફોરનહાઈટ હોવા છતાં પણ તેના હાથ પગ હંમેશા ઠંડા રહે છે.
પ્રતિરોધક શક્તિ નબળી પડી જવી: થાઇરોઇડ થવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ નબળી થઇ જાય છે. ઇમ્યુન સિસ્ટમ નબળી થવાને કારણે ઘણી બીમારીઓનું ઘર બની જાય છે.
ત્વચાનું સુકાવું: થાઇરોઇડથી પીડાતી વ્યક્તિની ત્વચા સુકાવા લેગ છે. ત્વચામાં સૂકાપણું આવી જાય છે. ત્વચાના ઉપરાના ભાગના સેલ્સ ની ક્ષતિ થવા લાગે છે જેથી ત્વચા સૂકી થઇ જાય છે.
તાવ આવવો: થાઇરોઇડ રોગને લીધે માણસને તાવ આવવા લાગે છે અને આ તાવ સામાન્ય તાવ થી જુદો હોય છે અને તે ઠીક પણ થતો નથી.
ડિપ્રેસન: થાઇરોઇડ થી હંમેશા ડિપ્રેશનમાં રહેવા લાગે છે. તેનું કોઈ કામમાં મન લાગતું નથી, મગજની સમજવા કે વિચારવાની શક્તિ ક્ષીણ થઇ જાય છે અને તેથી યાદશક્તિ પણ નબળી થઇ જાય છે.
શારીરિક અને માનસિક વિકાસ: થાઇરોઇડ શારીરિક અને માનસિક વિકાસમાં પણ અવરોધ બને છે. ઉપર જણાવ્યા લક્ષણોમાંથી તમારા શરીરમાં પણ કોઈ એવું લક્ષણ દેખાય તો ચિકિત્સક નો સંપર્ક કરવો કારણકે તમને પણ થાઇરોઇડની સમસ્યા હોઈ શકે છે.
અહીંયા તમે જાણી શકો છો:
જો તમને આ લેખ ગમ્યો હોય, તો ચોક્કસપણે આ વિષે તમારા મિત્રોને જણાવજો અને તમારા પોતાના ફેસબુક પેજ પર રસોઈનીદુનિયા સાથે બીજા આવા જ લેખો વાંચવા માટે જોડાયેલા રહો.