ઘણા દિવસ થયા હોય ને આપણે ચાટ (Toast Chaat) ના ખાધી હોય તો કઇંક મિસિંગ થયું એવુ લાગે. આજે મને થયું કે આજે એક સરસ મજાની ચાટ બનાવીએ અને મારો રસોઇ ની દુનિયા ના પરિવારજનો જોડે શેર કરુ. મિત્રો આ ચાટ બનાવતા એક ખાસીયત એ છે કે તમારે વધારે સામાનની જરૂર નહીં પડે, તમારી પાસે ટોસ્ટ, ટામેટા, બટાકા, ડુંગળી હશે, તો પણ તમે આ ચાટ નો આનંદ લઇ શકશો.
ચાટ બનાવવા માટે આપણે લઈશું તો ટોસ્ટ, ઝીણી સમારેલી ડુંગળી, બાફેલા બટાકા ના ટુકડા, ઝીણુ સમારેલું ટામેટું, ઝીણી સમારેલી કોથમીર, ખજૂર આમલીની ચટણી, લસણની ચટણી, લીલી ચટણી, જીણી સેવ, ચાટ મસાલો, લાલ મરચૂ, શેકેલા જીરાનો પાઉડર અને સ્વાદ પ્રમાણે મીઠું.
સૌપ્રથમ આપણે આ રીતે ટોસ્ટ ના ટુકડા કરી લઈશું (વધારે નાના નથી રાખવાના એ બતાવ્યું છે એ પ્રમાણે આ ટુકડા કરીશું). ઝીણી સમારેલી ડુંગળી નાખીશું, ઝીણા સમારેલા ટામેટા ના ટુકડા, બાફેલા બટાકા ના ટુકડા, લાલ મરચું પાવડર નાખીશું, શેકેલા જીરાનો પાઉડર અને થોડું સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું.
હવે આ મિશ્રણમાં આપણે લીલી ચટણી નાખીશુ, થોડી લસણની ચટણી અને ખજૂર આમલીની ચટણી નાખીશું (ચટણીનું પ્રમાણ તમારા સ્વાદ મુજબ વધારે ઓછું કરી શકો છો). મિત્રો આ ટોસ્ટ છે જે તમારા ટોસ્ટ થોડા કડક અને ક્રિસ્પી જ રહેવા જોઈએ હવે ઉપરથી નાયલોન સેવ નાંખીશું અને ઝીણા સમારેલા લીલા ધાણા નાખીને ગાર્નીશ કરીશું.
મિત્રો તમને કેવી લાગી આજની આ (Toast Chaat ) રેસિપી? મને કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને હા, સારી લાગી હોય તો મિત્રો સાથે અને ફેમિલી મેમ્બર સાથે જરૂર શેર કરજો. ગુજરાતી ભાષામાં આવી અવનવી રેસિપી જોવા અને નવી- નવી રેસિપી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો રસોઈ ની દુનિયા.