undar bhagadvano upay
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

શું તમારા ઘરમાં ઉંદરો છે? આ પ્રશ્નના જવાબમાં મોટાભાગના લોકો હા કહેશે કારણ કે દિવાળીની ઘરની સફાઈ કરતી વખતે ઉંદર દેખાઈ જાય છે. કોઈપણ આમંત્રણ વગર ઉંદરો આપણા બધાના ઘરમાં ઘૂસી જાય છે અને ભારે આતંક મચાવે છે.

જ્યારે ઉંદર ઘરની વસ્તુઓને નુકસાન પહોંચાડે છે અને ઘરમાં આમતેમ ફરવા લાગે ત્યારે સમસ્યા ઊભી થાય છે. તેનાથી બચવા માટે અમે તમારા માટે કેટલાક ઘરેલુ ઉપાયો લઈને આવ્યા છીએ. આ ઉપાયો અપનાવીને ઉંદરોને માર્યા વગર જ ઘરેથી ભગાડી શકો છો.

લાલ મરચું પાવડર : લાલ મરચું પાવડર કીડા મકોડા દૂર કરવાનો એક સારો ઉપાય છે. તમારે ફક્ત 1 કપ પાણીમાં 1 ચમચી મરચું પાવડર મિક્સ કરીને પ્રવાહી તૈયાર કરવાનું છે અને તેને સ્પ્રે બોટલમાં ભરી લેવાનું છે. હવે જ્યાં પણ ઉંદરો ફરતા દેખાય ત્યાં તેને સ્પ્રે કરવાનો છે.

નેપ્થાલિન બોલ : વંદાઓ સહિત ઘણા કીડા મકોડાઓને દૂર કરવા માટે વપરાતા નેપ્થાલિનની ગોળીઓની મદદથી ઉંદરોને પણ ભગાડી શકો છો. જો તમે ઇચ્છો તો ઘરના અલગ-અલગ ભાગમાં નેપ્થાલિનની ગોળીઓ મૂકી દો અથવા તમે પાણીમાં આ ગોળીઓને મિક્સ કરીને લિક્વિડ બનાવીને તેનો ઉપયોગ કરી શકો છો.

લવિંગ તેલ : કેટલાક લોકો ઉંદરોને ભગાડવા માટે લવિંગના તેલનો પણ ઉપયોગ કરતા હોય છે. તમારે માત્ર એક કપડા પર થોડું તેલ લગાવવાનું છે અને તેને એવી જગ્યાએ રાખવાનું છે જ્યાં સૌથી વધુ ઉંદરો આવે છે.

ડુંગળીની ગંધ : ઉંદરોને ડુંગળીમાંથી આવતી ગંધ બિલકુલ પસંદ નથી. આવી સ્થિતિમાં તમે ડુંગળીની મદદથી ઉંદરોને પણ ભગાડી શકો છો. આ માટે જ્યાં પણ તમે ઉંદરો આવતા જુઓ ત્યાં ડુંગળીના થોડા ટુકડા રાખો. લગભગ એક અઠવાડિયા સુધી આવી જ ટિપ્સ અપનાવ્યા બાદ ઘરના તમામ ઉંદરો ભાગી જાય છે.

એક પાંજરું મૂકો : આ બધા ઉપાયો કરવા છતાં સારું પરિણામ ના મળે તો છેલ્લે ઉંદરોને ભગાડવા માટે એક પાંજરું ગોઠવી શકો છો. પાંજરામાં બ્રેડનો ટુકડો અથવા બીજી કોઈ ખાવાની વસ્તુ મૂકીને ઉંદરોને પકડી શકાય છે.

કેટલાક લોકો ઉંદરને મારવા કરતા આવા ઉપાયો વધુ પસંદ કરે છે. આવી સ્થિતિમાં તમે આ ઉપાયો અપનાવીને ઉંદરોથી છુટકારો મેળવી શકો છો. આવી જ વધુ ટીપ્સ જાણવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા