vitamin b12 foods vegetarian: અત્યારના ભાગદોડ વારા જીવનમાં ખોટી જીવનશૈલી ખોટી ટેવના કારણે ઘણા લોકોને વિટામિનની ઉણપ જોવા મળે છે. વિટામિન બી-12 શરીરનું મેટાબોલિઝ્મ વધારીને થાકથી દૂર રાખે છે. સાથે સાથે તે શરીરને ક્લોન, બ્રેસ્ટ, લંગ અને પ્રોસ્ટ્સ કેન્સરથી પણ તમને દૂર રાખે છે.
જો તમને પણ તમારા શરીરમાં વિટામિન બી-12 ઉપન જણાય તો તમારે તમારા શરીર પર ધ્યાન આપવાની .જરૂર છે. વિટામિનની ઉણપથી શરીરમાં ઘણા બધી બીમારીઓ થઇ શકે છે. જો તમારા શરીરમાં વિટામિન બી-12 ઉપન જણાય હોય તો અહીંયા જણાવેલ પાંચ પ્રકારના ખોરાક લેવાથી તમારા શરીરમાં વિટામિન બી-12 ની ઉણપ દૂર કરી શકો છો.
1. દહીં: દહીંને વિટામિનનો સારો સ્ત્રોત ગણવામાં આવે છે. દહીંમાં માં પુષ્કળ પ્રમાણમાં વિટામિન બી-1, બી-2 અને બી-12 હોય છે, દહીમાં પણ જો દહીં લો ફેટવાળું હોય તો તે વધારે ફાયદાકારક રહે છે. જો બની શકે તો ફ્લેવર્ડ દહીં લેવાનું ટાળવું જોઈએ.
2. ઓટમીલ: સવારે ઘણા લોકો બ્રેકફાસ્ટમાં જુદી જુદી વસ્તુઓ લેતા હોય છે પણ જો સવારે બ્રેકફાસ્ટમાં ઓટમીલ ખાવામાં આવે તો તેમાંથી પોષણ અને વિટામિન બંને મળે છે, એટલું જ નહીં તેમાંથી સારા પ્રમાણમાં વિટામિન બી-12 પણ મળી રહે છે.
Also Read : વિટામિન D ની ગોળીઓ લેવાની જરૂર નથી આ રહ્યા 2 રસ્તા – હાડકાઓ તથા દુઃખાવા માટે સૌથી જરૂરી | Vitamin D
3. સોયા પ્રોડક્ટ્સ: જો દરરોજ થોડા પ્રમાણમાં સોયાની દરેક પ્રોડક્ટ જેવી કે સોયા દૂધ, સોયાબીન કે સોયા પનીર-ટોફુ એ દરેકમાં વિટામિન બી-12 ભરપૂર માત્રામાં જોવા મળે છે જેથી સોયા પ્રોડક્ટસનું સેવન કરવાથી શરીરમાં વિટામિન બી-12 ની ઉણપ દૂર કરી શકાય છે.
4. દૂધ: દહીંની જેમ દૂધને પણ વિટામિન બી-12 સારો એવો સ્ત્રોત ગણવામાં આવે છે. જો તમે નોનવેજ ન ખાતા હો તો દૂધ તમારા માટે સારો ઓપ્શન ગણી શકાય છે. વિટામિન બી-12 મેળવવા માટે ફુલ ફેટવાળાં દૂધમાં વિટામિન બી-12 ઘણી એવી માત્રામાં મળી રહે છે.
5. ચીઝ: તમે બધા ચીઝ સેવન તો કરતાજ હશો. તમને બજારમાં દસથી બાર પ્રકારના ચીઝ મળી રહે છે. જેમાં વિટામિન બી-12 હોય છે, પરંતુ કોટેઝ ચીઝમાં વિટામિન બી-12 સારા એવા પ્રમાણમાં જોવા મળે છે.
જો તમને આ માહિતી ગમી હોય, તો ચોક્કસપણે આ વિષે તમારા મિત્રોને જણાવજો અને તમારા પોતાના ફેસબુક પેજ પર રસોઈ ની દુનિયા સાથે બીજી આવી માહિતી મેળવવા માટે જોડાયેલા રહો.