weight loss exercises at home for ladies
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

ગૃહિણીઓ ઘરની જવાબદારી અને બાળકોની જવાબદારી સારી રીતે નિભાવતી હોય છે પરંતુ જયારે પોતાની સંભાળ લેવાની વાત આવે છે ત્યારે તેઓ તેની અવગણના કરે છે. આ કારણે તેઓ સમયસર ખાવાનો અને કસરત કરવાનો પણ સમય કાઢી શકતા નથી.

આ જવાબદારીઓની વચ્ચે, તેમને પણ ખબર નથી હોતી કે તેમનું વજન ઝડપથી વધવા લાગે છે. વધતા વજનને ઓછું કરવા માટે તે જીમમાં જઈને કસરત કરવાનું પસંદ નથી કરતી. તો આજે અમે આવી જ ગૃહિણીઓ માટે 4 કસરત લાવ્યા છીએ, જેનાથી તેઓ ઘરે બેસીને પોતાનું વજન ઘટાડી શકે છે.

આ કસરતો જીમમાં જઈને કસરત કરવા જેટલી જ ફાયદાકારક અને અસરકારક છે અને તે તમને સ્વસ્થ અને ફિટર બનાવવામાં પણ મદદ કરે છે. આ કસરતો વિશે સૌથી સારી વાત એ છે કે આ નિષ્ણાતો દ્વારા જણાવવામાં આવી છે અને આ માટે તમારે ફક્ત 5 મિનિટ ફાળવવાની જરૂર છે.

નિષ્ણાત અભિપ્રાય : સ્વસ્થ રહેવું એ આજકાલ દરેકના મગજમાં છે અને આજના ઝડપી દુનિયામાં, ગૃહિણીઓ ચિંતાજનક જીવન જીવે છે. ગૃહિણીની જીવનશૈલીમાં સ્વાસ્થ્ય અને ફિટનેસ સાથે જોડાવા મુશ્કેલ છે કારણ કે તેમની ભૂમિકા તેના કરતાં ઘણી મુશ્કેલ છે.

તે જરૂરી છે કે ગૃહિણીઓએ તેમના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જોઈએ કારણ કે તેમના શરીરમાં ઉંમર વધવાની સાથે ઘણા શારીરિક ફેરફારો થતા હોય છે. ધીમી ચયાપચય સાથે વજન ધીમે ધીમે વધવાનું શરુ કરે છે.

ઘરે કરવામાં આવતી સરળ કસરત માત્ર વજન ઘટાડવામાં જ નહીં પરંતુ ગૃહિણીઓ માટે સ્ટ્રેસ બુસ્ટર તરીકે પણ કામ કરી શકે છે. તાજેતરના અભ્યાસો દર્શાવે છે કે કસરત કરવાથી આપણા શરીરમાંથી 70% ઝેરી પદાર્થો નીકાળી શકે છે.

કસરત ડિટોક્સિફિકેશનમાં મદદ કરે છે જે સ્તન કેન્સર અને ઓસ્ટીયોપોરોસિસના જોખમને અટકાવે છે. તો આવો જાણીયે કે કઈ છે તે ચાર કસરતો જેની મદદથી મહિલાઓ ઘરે બેઠા પણ સરળતાથી વજન ઓછું કરી શકે છે. જોવો નીચે આપેલો વિડિઓ.

જો તમને આ માહિતી ખુબ જ ઉપયોગી લાગી હોય અને આવી જ વજન ઓછું કરવા સબંધિત માહિતી મેળવવા માંગતા હોય તો રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા