nariyal barfi recipe in gujarati
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

શું તમે પણ ઘરે નાળિયેર બરફી બનાવવા માંગો છો? જો હા, તો તમારે આ રેસિપી છેલ્લે સુધી જરૂર વાંચવી જોઈએ. આજે અમે તમને નાળિયેર બરફી બનાવવાની રીત સ્ટેપ બાય સ્ટેપ રેસીપી જણાવીશું, જેથી તમે કોઈપણ ભૂલ વગર તમારા ઘરે બનાવી શકશો.

સામગ્રી

  • દૂધ – 1/2 લિટર (500 મિલી)
  • સાકર – 400 ગ્રામ
  • સૂકું નાળિયેર – 500 ગ્રામ
  • રોઝ એસેન્સ – 1 ચમચી
  • ગુલાબની પાંખડીઓ
  • ચાંદીનું વર્ક

નાળિયેર બરફી બનાવવાની રીત

  • નાળિયેર બરફી બનાવવા માટે, એક કઢાઈને ગેસ પર મૂકો, તેમાં 500 મિલી ફુલ ફેટ દૂધ ઉમેરો અને ઉકાળો.
  • દૂધ ઉકળ્યા પછી, ગેસ ધીમો કરો અને દૂધની માત્રા 1/2 થઈ જાય ત્યાં સુધી ઉકાળો.
  • 400 ગ્રામ સાકરના ઢેફાં લો અને તેને મોટી મોટી ક્રશ કરો.
  • ગ્રાઇન્ડીંગ જારમાં સાકરને ઉમેરીને પીસી લો અને તેનો ઝીણો પાવડર બનાવો.
  • જ્યારે દૂધ અડધું થઇ જાય ત્યારે તેમાં સાકર પાવડર નાખીને બરાબર મિક્ષ કરી લો.
  • દૂધનો રંગ બદલાઈ જાય પછી, તેમાં 500 ગ્રામ સુકા નારિયેળનું છીણ ઉમેરો, સારી રીતે મિક્સ કરો અને ધીમી આંચ પર 2 મિનિટ સુધી પકાવો.
  • 1/2 ચમચી રોઝ એસેન્સ ઉમેરો, સારી રીતે મિક્સ કરો અને ગેસ બંધ કરો. તમે ગુલાબજળ પણ ઉમેરી શકો છો.
  • એક ટ્રે લો અને તેને તેલથી ગ્રીસ કરો.
  • ટ્રેમાં બરફીનું મિશ્રણ રેડો અને તેને સારી રીતે ફેલાવો, અને તેને 2 કલાક માટે સેટ થવા દો.
  • હવે ગાર્નિશ કરવા માટે, ગુલાબની પાંખડીઓ લો અને બરફી ઉપર તેના નાના ટુકડા કરો.
  • નાળિયેર બરફીને ચાંદીના વર્કથી ગાર્નિશ કરો.
  • તમારી નારિયેળની બરફીને નાના ટુકડાઓમાં કાપો.
  • હવે, તમારી સ્વાદિષ્ટ નાળિયેર બરફી સંપૂર્ણપણે તૈયાર છે અને તમે તેને કોઈપણ તહેવારમાં બનાવી શકો છો.

જો તમને અમારી નાળિયેર બરફી બનાવવાની રીત પસંદ આવી હોય તો શેર કરજો. આવી અવનવી વાનગી જાણવા માટે રસોઈનીદુનિયા ફેસબુક પેજને ફોલો કરો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા